મેરેથોન લાંબા અંતરની દોડ સ્પર્ધા છે જેનું સત્તાવાર અંતર 42.195 કિલોમીટરનું (26 માઈલ અને 385 યાર્ડ) હોય છે.[] આમાં સામાન્ય રીતે રોડ સ્પર્ધા તરીકે દોડવામાં આવે છે. મેરેથોનના યુદ્ધ મેદાનથી (સ્પર્ધાનું નામકરણ આના પરથી થયું) એથેન્સ સુધી સંદેશો લઈને આવનાર દંતકથા સમાન ગ્રીક સૈનિક ફિડિપ્પિડિસના સ્મરણાર્થે આ દોડની શરૂઆત કરવામાં આવી હતી.

2007 બર્લિન મેરેથોન દરમિયાનના સ્પર્ધકો
1990 લંડન મેરેથોન દરમિયાનના સ્પર્ધકો

1896માં મોડર્ન ઓલમ્પિકમાં મેરેથોન એક વાસ્તવિક રમત ગણાતી હતી. જો કે તેના અંતરનું ધોરણસ્થાપન 1921 સુધી નહોતું કરાયું. દર વર્ષે વિશ્વભરમાં 500થી વધારે મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકો મનોરંજક એથલિટ તરીકે જોડાય છે. લાંબી મેરેથોનમાં દસ હજારથી વધુ સ્પર્ધકો પણ હોઈ શકે છે.[]

ઉત્પત્તિ

ફેરફાર કરો
 
એથેન્સની પ્રજાને મેરેથોનની લડાઇમાં જીતના શબ્દો આપતા ચિત્રો કે જે ફેઇડિપ્પીડેસ રજૂ કરે છે

મેરેથોન નામ ગ્રીસ સંદેશાવાહક ફિડિપ્પિડિસની દંતકથા પરથી આવ્યું છે. દંતકથા અનુસાર ફિડિપ્પિડિસને યુદ્ધ ક્ષેત્ર મેરેથોનથી એથેન્સ સુધી મેરેથોનની યુદ્ધમાં (જેમાં તે લડ્યો હતો) પર્સિયનો હારી ગયા છે તેની જાહેરાત કરવા માટે મોકલવામાં આવ્યો હતો.[]આ યુદ્ધ ઈ.સ પૂર્વે 490માં ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે થયું હતું.[] કહેવાય છે કે તે પુરા અંતર દરમિયાન જરાપણ થોભ્યા વીના સતત દોડીને સભામાં પહોંચ્યો અને "Νενικήκαμεν" (Nenikékamen, 'આપણે જીતી ગયા')તેમ બોલી પછડાઈને મરી ગયો હતો.[] ઈસુની પ્રથમ સદીમાં એથેન્સના ગૌરવ માં પ્લુટાર્ચમાં મેરેથોનથી એથેન્સ સુધીની દોડ યોજાઈ હતી. જે હેરાક્લાઈડ્સ પોન્ટિકસની લુપ્ત થયેલા કૃતિ પરથી જાણવા મળે છે. જેમાં દોડવીરે એર્ચિયસ કે યુક્લિસના થેર્સિપસ તરીતેનું નામ આપવામાં આવતુ હતું.[] સામોસાતાના લુસિયને (ઈસુની બીજી સદી)પણ સમાન કથા વર્ણવી હતી પરંતુ તેમાં દોડવીરનું નામ ફિડિડિપ્પિડિસની જગ્યાએ ફાલિપ્પિડિસ આપ્યું હતું.[]

આ દંતકથાની ઐતિહાસિક ચોક્સાઈ અંગે મતભેદો પ્રવર્તે છે.[][] ગ્રીસો-પર્સિયન યુદ્ધો માટે મુખ્ય સ્ત્રોત ગણાતા ગ્રીક ઇતિહાસકાર હિરોડોટસે નોંધ્યું છે કે ફિડિપ્પિડિસ સંદેશાવાહક હતો જે એથેન્સથી સ્પાર્ટા સુધી મદદ માટે દોડ્યો હતો અને પછી પાછો ફર્યો હતો. 240 kilometres (150 mi)[૧૦] જેમાં તેણે સતત અંતર કાપ્યું હતું.[૧૧] હિરોડોટસના કેટલાક હસ્તલેખનોમાં એથેન્સથી સ્પાર્ટા સુધી દોડનાર દોડવીરનું નામ ફિલિપ્પિડિસ આપવામાં આવ્યું છે. સંદેશાવાહક મેરેથોનથી એથેન્સ સુધી દોડ્યો હતો તેમ હિરોડોટસે નોંધ્યું નથી અને લખ્યું છે કે એથેન્સના સૈન્યદળના મુખ્ય ભાગે લડાઈ કરી લીધી હતી અને ભયંકર યુદ્ધ જીતી લીઘું હતું. અને તેમને ડર હતો કે પર્સિયનોના નૌકાના કાફલા ન જીતાયેલા એથેન્સ પર ધાડ પાડશે. આથી તેઓ ઝડપથી પાછા ફર્યા હતા અને તેજ દીવસે એથેન્સ પહોંચ્યા હતા.

1879માં રોબર્ટ બ્રાઉનિંગે એક કવિતા ફિડિપ્પિડિસ લખી હતી. બ્રાઉનિંગની કવિતા, તેની લખેલી વાર્તા 19મી સદીના પાછલા ભાગની સંસ્કૃતિનો લોકપ્રિય ભાગ બની હતી અને તેને ઐતિહાસિક દંતકથા તરીકે સ્વિકારવામાં આવી હતી. [સંદર્ભ આપો]

માઉન્ટ પેન્ટેલિ મેરેથોન અને એથેન્સ વચ્ચેનું અંતર દર્શાવે છે અર્થાત જો ફિડિપ્પિડિસ ખરેખર યુદ્ધ પછી દોડ્યો હોય તો તેણે ઉત્તર કે દક્ષિણમાંથી પર્વત ઓળંગવો પડ્યો હશે. પછીનો અને વધુ ચોક્કસ માર્ગ એકદમ અત્યારનો મેરેથોન-એથેન્સ હાઈવે પણ અહિંયાજ છે. આ મેરેથોન ખાડીના દક્ષિણમાં આવેલા તટના કિનારાથી લઈને ઓછા પરંતુ લાંબા ચઢાણ બાદ પશ્ચિમની તરફ લઈ જાય છે, અને એથેન્સના પૂર્વે સમાપ્ત થઈ જાય છે. આ હિમેટુસ અને પેંતેંલી પર્વતોની વચ્ચેથી નીકળે છે અને થોડા ઢોળાવ સાથે એથેન્સમાં લઈ જાય છે. આ માર્ગ અંદાજીત 42 kilometres (26 mi) છે અને આધુનિક યુગમાં થતી મેરેથોન દોડ માટે પ્રમાણભૂત છે. જો કે કેટલાક સૂચનો છે કે ફિડિપ્પિડિસે અન્ય કોઈ માર્ગ અપનાવ્યો હોઈ શકે છે: પેંતેલી પર્વતના પૂર્વ અને ઉત્તરના ચઢાણોના વચ્ચે પશ્ચિમ તરફથી ચઢીને ડાઈનીસોસ ખીણ તરફ જઈને એથેન્સ માટે સીધા દક્ષિણના ઢોણાવમાં સીધું જવાનું હોય છે. આ રસ્તો થોડો નાનો છે , પરંતુ તેમાં શરૂઆતનું ચઢાણ અત્યંત મૂશ્કેલ છે

આધુનિક ઓલમ્પિક મેરેથોન

ફેરફાર કરો
 
1896 ઓલિમ્પીક મેરેથોન

19મી સદીના અંતે જ્યારે આધુનિક ઓલમ્પિક્સની કલ્પના વાસ્તવિકતામાં પરીણમી ત્યારે તેની પહેલ કરનારાઓ અને આયોજકો રમતને અનહદ લોકપ્રિયતા અપાવી ગ્રીસના પ્રાચીન વૈભવને સ્મરણીય બનાવવા ઈચ્છતા હતા. મેરેથોન દોડનું આયોજન કરવાનો વિચાર માઈકલ બ્રીએલને આવ્યો હતો, તેઓ ઈચ્છતા હતા કે એથેન્સમાં 1896માં યોજાનાર પ્રથમ આધુનિક ઓલમ્પિક રમતોમાં તેનો સમાવેશ થાય. આ વિચારને આધુનિક ઓલમ્પિક્સના સ્થાપક પીયરી ડી કોબર્ટિન તેમજ ગ્રીક પ્રજા તરફથી ભારે સમર્થન મળ્યું હતું. ગ્રીકોએ 10 માર્ચ, 1896ના રોજ ઓલમ્પિક મેરેથોન માટે પસંદગી સ્પર્ધા યોજી હતી જે કેરિલાઓસ વાસિલાકોસે 3 કલાક 18 મીનીટમાં જીતી હતી.(જેમાં પ્રથમ ઓલમ્પિક મેરેથોન રમતનો વિજેતા પાંચમાં સ્થાને રહ્યો હતો) 10 એપ્રિલ, 1896ના રોજ યોજાયેલ પ્રથમ ઓલમ્પિક મેરેથોનનો (માત્ર પુરુષો માટે) વિજેતા ગ્રીકમાં પાણી ભરવાનું કામ કરનાર સ્પિરિડન "સ્પિરોસ" લુઈસ બન્યો હતો. તેણે 2 કલાક 58 મીનીટ અને 50 સેકન્ડમાં ઓલમ્પિક્સમાં જીત હાંસલ કરી હતી.

મહિલાઓ માટેની મેરેથોનની શરૂઆત 1984 ઉનાળું ઓલમ્પિકમાં (અમેરિકાના લોસ એન્જલસ ખાતે) કરવામાં આવી હતી અને તેમાં યુનાઈટેડ સ્ટેટ્સની જોન બેનોઈટે 2 કલાક 24 મીનીટ અને 25 સેકન્ડમાં જીત હાંસલ કરી હતી.[૧૨]

આધુનિક રમતની શરૂઆત થઈ ત્યારથી એથેલેટિક્સ કેલેન્ડરમાં પુરુષોની ઓલમ્પિક મેરેથોનને છેલ્લે રાખવાની પ્રથા છે. જે પુર્ણાહુતી વિધિ પહેલાના છેલ્લા કેટલાક કલાકો અથવા તે સાથે ઓલમ્પિક સ્ટેડિયમમાં રાખવામાં આવે છે. 2004 ઉનાળું ઓલમ્પિક્સમાં મેરેથોનથી એથેન્સ સુધીના પરંપરાગત માર્ગ વાળી મેરેથોનને ફરીથી શરૂ થઈ હતી. જેમાં દોડ છેલ્લે 1896ના ઉનાળું ઓલમ્પિક્સ માટેના સ્થળ પાનાથિનાઈકો સ્ટેડિયમ ખાતે સમાપ્ત કરવામાં આવી હતી.

2008 ઉનાળુ ઓલમ્પિક્સમાં કેન્યાના સેમ્યુઅલ કમાઉ વાન્ઝીરુએ ઓલમ્પિકમાં પુરુષો માટે 2:06:32 નો વિક્રમ સ્થાપ્યો હતો.[૧૩] 2000 ઉનાળુ ઓલમ્પિક્સમાં જાપાનની નાઓકો તાકાહાશિએ ઓલમ્પિક્સમાં મહિલાઓ માટે 2:23:14 નો વિક્રમ સ્થાપિત કર્યો હતો.[૧૪]

મહિલાઓનો સમાવેશ

ફેરફાર કરો

ઓલમ્પિક્સમાં મેરેથોનના પુન:સ્થાપના ઘણા સમય બાદ પણ મેરેથોન જેવી લાંબા અતંરની સ્પર્ધામાં મહિલા સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવતો ન હતો. કેટલીક મહિલાઓ મેરેથોનનું અંતરમાં દોડતી હતી તેમ છતાં સત્તાવાર પરીણામમાં તેમનો સમાવેશ કરવામાં આવતો ન હતો.[૧૫] મેરી-લુઈસ લેડ્રુને મેરેથોનની સ્પર્ધામાં દોડનાર પ્રથમ મહિલા તરીકેનો શ્રેય જાય છે.સંદર્ભ ત્રુટિ: <ref> ટેગને બંધ કરતું </ref> ખૂટે છે[૧૬]મેરેથોનમાં સત્તાવાર રીતે સમય આપનાર મહિલા તરીકે વાયોલેટ પીયર્સીને શ્રેય આપવામાં આવે છે.[૧૫] 1967માં બોસ્ટોન મેરેથોન ખાતે લાંબા સમયથી ચાલી આવતી પરંપરાને પડકારીને પુરુષોની દોડમાં મહિલા દોડવીર કેથરીન સ્વિત્ઝરને આંકડાકીય પ્રવેશ કર્યો હતો પરંતુ પ્રવેશની પ્રક્રિયામાં ફ્લુકને કારણે તેનો આ પ્રયત્ન બીનસત્તાવાર ગણવામાં આવ્યો હતો.[૧૭] તેના આગલા વર્ષે બોબી ગીબ્બે બીનસત્તાવાર રીચે બોસ્ટોન સ્પર્ધા પૂર્ણ કરી હતી[૧૮] અને પાછળથી સ્પર્ધાના આયોજકો દ્વારા તેને આ વર્ષ, 1967 અને 1968 માટે મહિલા વિજેતા જાહેર કરવામાં આવી હતી.[૧૯]

મેરેથોન "મેનિયા"

ફેરફાર કરો

માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાંજ 2009માં 467,000 દોડવીરોએ મેરેથોન પુરી કરી હતી.[૨૦] તેની સરખામણીએ 1980માં 143,000 લોકો મેરેથોન દોડ્યા હતા. હાલમાં વિશ્વભરમાં સાપ્તાહિક ધોરણે વિવિધ મેરેથોન્સનું આયોજન કરવામાં આવે છે.[૨૧]

ઓલમ્પિક મેરેથોનનું અંતર

વર્ષ અંતર
(કિમી)
અંતર
(માઇલ)
૧૮૯૬ ૪૦ ૨૪.૮૫
૧૯૦૦ ૪૦.૨૬ ૨૫.૦૨
૧૯૦૪ ૪૦ ૨૪.૮૫
૧૯૦૬ ૪૧.૮૬ ૨૬.૦૧
૧૯૦૮ ૪૨.૧૯૫ ૨૬.૨૨
૧૯૧૨ ૪૦.૨ ૨૪.૯૮
૧૯૨૦ ૪૨.૭૫ ૨૬.૫૬
૧૯૨૪ પછી ૪૨.૧૯૫ ૨૬.૨૨

સૌપ્રથમ મેરેથોનનું અંતર નક્કી નહોતું તેથી સૌથી મહત્વનું પરીબળ એ હતું કે દરેક એથલિટ્સે સમાન અંતર કાપવાનું રહેતું હતું. પહેલાની કેટલીક ઓલમ્પિક રમતોમાં મેરેથોન સ્પર્ધાની લંબાઈ નક્કી કરવામાં આવી ન હતી પરંતુ અંદાજીત ધોરણે 40 kilometres (25 mi),[૨૨] મેરેથોનથી એથેન્સ સુધીનો લાંબો માર્ગ અંતર માટે નક્કી કરવામાં આવ્યો હતો. દરેક સ્થળ માટે સ્થાપિત માર્ગના આધારે ઓલમ્પિક મેરેથોનની ચોક્કસ લંબાઈ જુદી જુદી હતી.

મેરેથોન સ્પર્ધાનું ધોરણસરનું અંતર મે 1921માં[૨૩][૨૪] ઈન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક ફેડરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જે 42.195 કિલોમીટર (26 માઈલ્સ 385 યાર્ડ્સ)હતું. તેની સ્પર્ધાની નિયમોના નિયમ 240માં અંતરની મેટ્રિક આવૃત્તિ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.[૨૫] લંડન ખાતે યોજાયેલ 1908 ઉનાળું ઓલમ્પિક્સમાં મેરેથોન માટે ઈચ્છા મુજબનું અંતર નક્કી કરવામાં આવ્યું હતું. મે 1907માં હેગ ખાતે આંતરરાષ્ટ્રિય ઓલમ્પિક સમિતીની બેઠક યોજાઈ હતી જેમાં તેઓ બ્રિટિશ ઓલમ્પિક અસોસિએશન સાથે સંમત થયા હતા કે 1908 ઓલમ્પિક્સમાં 25 માઈલ્સ અથવા 40 કિ.મીની મેરેથોનનો સમાવેશ કરવામાં આવે.[૨૬] નવેમ્બર 1907માં અંતર અંગેના માર્ગની જાહેરાત અખબારોમાં કરવામાં આવી હતી કે મેરેથોનની શરૂઆત લંડન ખાતે વિન્ડસર કેસલથી થઈને શેફર્ડ્સ બુશમાં આવેલા ગ્રેટ વ્હાઈટ સિટી સ્ટેડિયમના ઓલમ્પિક સ્ટેડિયમ ખાતે સમાપ્તિ કરવામાં આવશે.[૨૭] આખરી કેટલાક માઈલો દરમિયાન ટ્રામ-લાઈન અને પથ્થરો આવતા હોવાથી તે માર્ગનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માર્ગ બદલીને વોર્મવુડ સ્ક્રબ્સના ખરબચડાં મેદાનને પસંદ કરવામાં આવ્યું હતું. વિન્ડસર કેસલ ખાતે ક્વિન વિક્ટોરિયાના સ્ટેચ્યુથી 700 yards (640 m) દોડ શરૂઆત કરવાની યોજના કરવામાં આવી હતી તે અનુસાર માર્ગને લંબાવવામાં આવ્યો હતો. અને 26 miles (42 km) સ્ટેડિયમ સુધીનું અંતર નક્કી કરવાનો, વધુમાં મેરેથોન ટનલ તરીક.[૨૭] રોયલ એન્ટરન્સનો ઉપયોગ કરીને ટ્રેક (586 યાર્ડ્સ, 2 ફૂટ) ના ભાગ અને રોયલ બોક્સના આગળના ભાગમાં તેને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 25 એપ્રિલ, 1908ના રોજ પોલેટેકનિક હેરીયર્સ દ્વારા મેરેથોનની સત્તાવાર અજમાયશ કરવામાં આવી હતી. તેમાં શરૂઆત બ્રિટનની સુંદર સ્થઆળ ધ લોન્ગ વોકથી કરી વિન્ડસર ગ્રેટ પાર્કના મેદાનોમાં વિન્ડસર કેસલ સુધી રાખવામાં આવી હતી. ઓલમ્પિક મેરેથોન માટેની શરૂઆત કિંગ એડવર્ડ સાતમાની મંજુરી સાથે વિન્ડસર કેસલના ઈસ્ટ ટેરેસથી કરવામાં આવી હતી. તેથી જાહેર પ્રજા શરૂઆતમાં ખલેલ ન પહોંચાડી શકે.[૨૭] સ્પર્ધાની શરૂઆત જોવા માટે વેલ્સના રાજકુમારી અને તેમના સંતાનોને તેમના ઘરેથી વિન્ડસર ગ્રેટ પાર્કની થોડે દુર ફ્રોગમોર ખાતે લાવવામાં આવ્યા હતા.[૨૭][૨૮] રમતની શરૂઆત થાય તેની થોડી વાર પહેલાજ લાગ્યું કે મેરેથોનના પ્રવેશ તરીકે રોયલ એન્ટરન્સનો ઉપયોગ ન થઈ શકે. તેથી વૈકલ્પિક પ્રવેશમાર્ગ પસંદ કરવામાં આવ્યો જે રોયલ બોક્સની સામે ત્રાંસમાં હતો. ફ્રાન્કો બ્રિટિશ એક્ઝિબિશન મેદાનની બહારની બાજુ ખાસ માર્ગ બનાવવામાં આવ્યો હતો. જેથી સ્ટેડિયમ સુધીનું અંતર 26 માઈલ્સ જળવાઈ રહે. સમાપ્તિની રેખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો પરંતુ ક્વિન એલેક્ઝાન્ડ્રા સહિતના દર્શકો અંતિમ યાર્ડ્સને યોગ્ય રીતે જોઈ શકે તે માટે દોડ માટેની દિશા બદલીને જમણા-હાથ તરફની કરવામાં આવી હતી. (અર્થાત ઘડિયાળ પ્રમાણ) એટલે કે સ્ટેડિયમનું અંતર ઘટાડીને 385 યાર્ડ્સ કરવામાં આવ્યું હતું અને કુલ અંતર 26 માઈલ્સ અને 385 યાર્ડ્સ (42.195 કી.મી) કરવામાં આવ્યું.[૨૭]

1912માં ત્યારબાદના ઓલમ્પિક્સમાં તે લંબાઈ બદલીને 40.2 કિલોમીટર (24.98 માઈલ્સ) કરવામાં આવી અને 1920 ઓલમ્પિક્સમાં તેને ફરીથી બદલીને 42.75 કિલોમીટર (26.56 માઈલ્સ) કરવામાં આવી હતી. 1924 ઓલમ્પિક્સ સુધી આ અંતર યથાવત રહ્યું હતું. વાસ્તવમાં પ્રથમ સાત ઓલમ્પિક રમતોમાં 40 કિલોમીટરથી 42.75 કિલોમીટર અથવા 24.85 માઈલ્સથી 26.56 માઈલ્સના જુદા જુદા અંતરો નક્કી કરવામાં આવ્યા હતા. (બે વખત 40 કી.મીનું અંતર રાખવામાં આવ્યું હતું)

 
1908 ઓલિમ્પીક મેરેથોનની પૂરી થતી રેખાની આરપાર લથડીયા ખાતા ડોરાન્ડો પાઇટ્રીની કલ્પના

જો કે, 1908 ઓલમ્પિક મેરેથોનની નાટ્યાત્મક સમાપ્તિને પગલે વિશ્વભરમાં મેરેથોનની લોકપ્રિયતા ફેલાઈ ચુકી હતી. આ સમયે મોકલવામાં આવેલા એક પોસ્ટકાર્ડમાં એક અમેરિકન દર્શકે કહ્યું હતું કે "સદીની સૌથી મહાન સ્પર્ધા જોઈ છે."[૨૯] રાણી એલેક્ઝાન્ડ્રા સહિત ભારે સંખ્યામાં આવેલી ભીડે જોયું હતું કે નાનો કદનો ઈટાલિયન ડોરાન્ડો પીઈટ્રી છેલ્લે 385 yards (352 m) લથડીયા ખાતો હતો, ઘણી વાર પડ્યો હતો અને આઈરીશ-અમેરિકન જ્હોની હેય્સ નજીક આવતો હોવાથી હરોળની બહાર રહેલા અધિકારીઓ તેને વારંવાર આગળ ધકેલતા હતા. ડોરાન્ડો ગેરલાયક નીવડ્યો હતો અને હેય્સે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. જો કે, રાણી એલેક્ઝાન્ડ્રાને તેની દુર્દશા જોઈને ભારે સહાનુભૂતિ થઈ હતી અને બીજાજ દિવસે તેમણે ડોરાન્દોને સિલ્વર-ગીલ્ટ કપ એનાયત કર્યો હતો.

ડોરાન્ડો અને હેય્સ બંને વ્યવસાયિક દોડવીર બન્યા અને ત્યારબાદી ફરીથી ઘણી સ્પર્ધાઓ યોજાઈ. જેનું અંતર 26 માઈલ્સ 385 યાર્ડ્સ કરતા વધી ગયું હતું. આ સમયે અન્ય ઘણી મેરેથોન સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં મહત્વની પોલિટેકનિક મેરેથોનનો પણ સમાવેશ થાય છે. આઈએએએફેનું અંતર તબક્કાવાર રીતે ભુલાતું ગયું અને તેના પરીણામ સ્વરૂપે 1921[૩૦]માં 26 માઈલ્સ અને 385 યાર્ડ્સનું (42.195 કી.મી) અંતર પસંદ કરવામાં આવ્યું હતું. તેથી કોઈપણ પ્રકારનું સમાપન અનુમાનિત હોઈ શકે પરંતુ "સદીની સ્પર્ધા" ના અંતર સાથેનું જોડાણ સ્પષ્ટ રીતે મજબૂત હતું.

42.195 કી.મી અને 26 માઈલ્સ 385 યાર્ડ્સનું અંતર અડધા ઈંચના માપમાં (1.2 સેમી) સમરૂપ છે. મેરેથોન માટે ધોરણસરના અંતર અને પૂર્ણ સંખ્યાનું અંતર 26.22 માઈલ્સ (જે કોષ્ટરમાં દર્શાવાય છે) વચ્ચેના અંતરમાં સહેજ 6.6 ફૂટ અથવા બે મીટરનો તફાવત છે. મેરેથોનનું અંતર આઈએએએપ દ્વારા પ્રમાણીત છે. તેની લંબાઈ 42.195 કિ.મી કરતા ઓછી ન હોવી જોઈએ અને તેની માપણીમાં અચોક્સાઈ 42 મીટર (અર્થાત 0.1 1%) કરતા વધારે ન થવી જોઈએ.[૩૧] આઈએએએફનું પ્રમાણિત અંતરો તે ટુંકા નથી તેની ખાતરી કરવા માટે કિ.મી દીઠ ઓછામાં ઓછા એક મીટર આંતરરાષ્ટ્રીય સ્તરે લંબાયેલા છે. મેરેથોનના કીસ્સામાં આ વધારાનું અંતર લગભગ 46 યાર્ડ્સનું છે.

મેરેથોનની સ્પર્ધાઓ

ફેરફાર કરો
 
એક વિશિષ્ટ સંજોગોમાં, લુઇસ માર્કસે 1905ની શિકાગો મેરેથોન ગુમાવી

વાર્ષિક ધોરણે વિશ્વભરમાં 500 કરતા વધારે મેરેથોનનું આયોજન થાય છે.[] તેમાંથી કેટલીક સ્પર્ધાઓ અસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસીસ (AIMS)ની છે.1982માં સ્થાપના પામેલ એઆઈએમએસ 83 દેશો અને પ્રદેશોમાં 300થી સદસ્ય કાર્યક્રમો કરે છે.[૩૨] બીનેઈલ વર્લ્ડ મેરેથોન મેજર્સ શ્રેણીમાંથી પાંચ સૌથી મોટી અને પ્રસિદ્ધ સ્પર્ધાઓમાં બોસ્ટન, ન્યુયોર્ક સિટી, શીકાગો, લંડન અને બર્લિનનો સમાવેશ થાય છે. જેમાં તમામ શ્રેષ્ઠ મહિલા અને પુરુષ દોડવીરોને વાર્ષિક 5,00,000 ડૉલરના ઈનામ આપવામાં આવે છે.

2006માં રનર્સ વર્લ્ડના સંપાદકોએ વિશ્વની ટોચની દસ મેરેથોનની પસંદગી કરી હતી.[૩૩] જેમાં ઉપરની પાંચ સ્પર્ધાઓ ઉપરાંત એમસ્ટર્ડમ, હોનોલુલુ, પેરિસ, રોટ્ટરડેમ અને સ્ટોકહોમ મેરેથોન્સનો સમાવેશ થાય છે. અન્ય નોંધપાત્ર લાંબી મેરેથોન્સમાં યુનાઈટેડ સ્ટેટ્સની મરીન કોર્પ્સ મેરેથોન,લોસ એન્જલસ અને રોમનો સમાવેશ થાય છે. બોસ્ટન મેરેથોન એ વિશ્વની સૌથી જુની વાર્ષિક મેરેથોન છે. જે 1896 ઓલમ્પિક મેરેથોનની સફળતાથી પ્રેરીત છે અને 1897થી તેનું આયોજન થાય છે. યુરોપમાં સૌથી જુની વાર્ષિક મેરેથોન કોસિત્સે પીસ મેરેથોનછે. 1924માં સ્લોવેકિયાના કોસિત્સે ખાતે તે પ્રથમ વખત યોજાઈ હતી અને ત્યારથી તેનું આયોજન થાય છે.

અન્ય એક અસામાન્ય મેરેથોનમાં ટ્રોમ્સો, નોર્વેમાં ઉત્તરના 70 ડીગ્રીએ યોજાયેલ મિડનાઈટ સન મેરેથોનનો સમાવેશ થાય છે. જીપીએસ દ્વારા થતી મપાયેલા બીનસત્તાવાર અને કામચલાઉ અંતરોનો ઉપયોગ કરીને એન્ટાર્કટિકામાં ઉત્તર ગોળાર્ધમાં અને રણ વિસ્તારોમાં મેરેથોનની સ્પર્ધા યોજાય છે. અન્ય અસામાન્ય મેરેથોન્સમાં: ચીનની વિખ્યાત દિવાલમાં ગ્રેટ વોલ મેરેથોન, દક્ષિણ આફ્રિકાના સફારી વન્ય જીવોમાં બીગ ફાઈવ મેરેથોન, તિબેટિયન બુદ્ધિઝમના પ્રદેશમાં ગ્રેટ તિબેટીયન મેરેથોન 3,500 metres (11,500 ft)અને ગ્રીન લેન્ડના ધ્રુવ પ્રદેશના કાયમના બરફીલા આવરણમાં -15 ડિગ્રી સેલ્સિયસ/+ ડિગ્રી ફેરનહીટ તાપમાનમાં પોલર સર્કલ મેરેથોનનું આયોજન થાય છે.

મેરેથોન માટે કેટલાક સૌથી મનોહર માર્ગોમાં સ્ટીમબોટ મેરેથોન, સ્ટીમબોટ સ્પ્રિંગ્સ, કોલોરાડો; મેયર્સ મેરેથોન, એનકોરેજ, આલાસ્કા; કોના મેરેથોન, કેહુ/કોના, હવાઈ; સાન ફ્રાંસિસ્કો મેરેથોન, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાનો સમાવેશ થાય છે.[૩૪]

ઈન્ટરનેશનલ ઈસ્તાંબૂલ યુરેસિયા મેરેથોન એક માત્ર એવું મેરેથોન છે જ્યાં હીસ્સેદારો એક સ્પર્ઘા દરમિયાન બે ખંડોમાં દોડે છે. યુરોપ અને એશિયા. ઐતિહાસિક પોલીટેકનિક મેરેથોન 1996થી બંધ થઈ ગઈ.

ડેન્નિસ ક્રેથોર્ન અને રીચ હન્ના દ્વારા લિખિત ધ અલ્ટિમેટ ગાઈટ ટુ ઈન્ટરનેશનલ મેરેથોન્સ (1997) મુજબ સ્ટોકહોમ મેરેથોન વિશ્વની સર્વશ્રેષ્ઠ મેરેથોન છે.[૩૫]

વ્હિલ ચેર વિભાગ

ફેરફાર કરો
 
2009 બોસ્ટોન મેરેથોનમાં વ્હીલચેર ડિવીઝન ખેલાડીઓનું જૂથ

ઘણી મેરેથોન્સમાં વ્હિલ ચેર વિભાગનું પણ આયોજન કરવામાં આવે છે. લાક્ષણિક રીતે, જે વ્હિલ ચેર વિભાગમાં સ્પર્ધા કરે છે તેઓ અન્ય દોડવીરો કરતા પહેલા સ્પર્ધાની શરૂઆત કરે છે.

વિશ્વ વિક્રમો અને વિશ્વના શ્રેષ્ઠ

ફેરફાર કરો
 
હેઇલ ગ્રેબ્સેલેસ્સી (પીળા કલરમાં) પ્રવર્તમાન પુરુષોના વિશ્વ રેકોર્ડ ધારક છે.

1 જાન્યુઆરી, 2004 સુધી એઆઈઆઈએફ (IAAF) દ્વારા સત્તાવાર રીતે વિશ્વ વિક્રમની નોંધણી થતી ન હતી. આ અગાઉ મેરેથોનમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને 'વિશ્વના શ્રેષ્ઠ' તરીકે ઓળખવામાં આવતા હતા. વિક્રમ તરીકે ઓળખાવા માટે દોડના ધોરણો આઈએએએફના ધોરણો સાથે બંધબેસતા હોવા જોઈએ. જો કે, મેરેથોનનો માર્ગ હજુ પણ ઘણો ઉંચો, દોડવા લાયક અને સપાટ છે. જેથી ચોક્કસ સરખામણી શક્ય નથી. લાક્ષણિક રીતે, હવામાનની સારી સ્થિતિમાં અને પેસસેટરોની સહાય સાથે સૌથી ઝડપી સમય દરીયાની સપાટીથી નજીકના ભાગમાં સપાટ જમીન પર તુલનાત્મક રીતે રાખવામાં આવે છે.

ઈથોપીયાના હેઈલ ગેબ્રસેલાસિયાએ 28 સપ્ટેમ્બર, 2009ના રોજ બર્લિન મેરેથોન માં 2 કલાક 3 મિનિટ અને 59 સેકન્ડમાં અંતર પુરુ કરીને પુરુષોની શ્રેણીમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. જે 1908 ઉનાળું ઓલમ્પિકના સુવર્ણ ચંદ્રક ધારક જોની હેય્સના પ્રદર્શન કરતા 51 મિનિટ અને 19 સેકન્ડ ઓછા સમયમાં વિક્રમ સ્થાપ્યો હતો. ગેબ્રસેલાસિયાનો વિશ્વ વિક્રમ પ્રતિ કિ.મી 2:57 (પ્રતિ માઈલ 4:44)ની સરેરાશ ઝડપ દર્શાવે છે. પ્રતિ કલાક 20.4 કિ.મી (12.6 માઈલ પ્રતિ કલાક).[૩૬] ગ્રેટ બ્રિટનની પૌલા રેડક્લિફે 13 એપ્રિલ, 2003ના રોજ લંડન મેરેથોન ખાતે 2 કલાક 15 મીનીટ અને 25 સેકન્ડમાં અંતર પુરુ કરીને મહિલા શ્રેણીમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ સમય પુરુષ પેસસેટરના ઉપયોગથી સેટ થાય છે. પુરુષ પેસસેટરનો (માત્ર મહિલા) ઉપયોગ કર્યા વગર સૌથી ઝડપી સમયમાં દોડનાર મહિલા પોલા રેડક્લિફ હતી. ફરીથી 17 એપ્રિલ, 2005ના રોજ લંડન મેરેથોનમાં 2 કલાક 17 મીનીટ અને 42 સેકન્ડના સમયમાં તેણે આ વિક્રમ સ્થાપ્યો હતો.[૩૭]

વિશ્વની હંમેશ માટેની ટોપ ટેન યાદીઓ

ફેરફાર કરો

આઈએએએફના આંકડાઓ અનુસાર મેરેથોન અંતરમાં ઝડપી દોડ પુરી કરનાર લોકોમાં નીચેના મહિલા અને પુરુષોનો સમાવેશ થાય છે.[૩૮][૩૯]

 
ડંકન કિબેટ કાયમ માટે બીજા ક્રમના સૌથી દોડનાર તરીકે રહ્યા હતા
પુરુષો
સમય દોડવીર દેશ તારીખ સ્થળ
2h03:59 હેઈલ ગેબ્રસેલાસિયા   ઇથોપિયા 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h04:27 ડુન્કાન કિબેટ   કેન્યા 22 એપ્રિલ 1998 રેટ્ટરડેમ
2h04:27 જેમ્સ ક્વામ્બાઈ   કેન્યા 22 એપ્રિલ 1998 રેટ્ટરડેમ
2h04:48 પેટ્રિક મકાઉ   કેન્યા 22 એપ્રિલ 1998 રેટ્ટરડેમ
2h04:55 પોલ ટેર્ગાટ   કેન્યા 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h04:55 જ્યોફ્રી મુતાઈ   કેન્યા 22 એપ્રિલ 1998 રેટ્ટરડેમ
2h04:56 સામી કોરીર   કેન્યા 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h04:57 વિલ્સન કીપ્સંગ   કેન્યા 9 ઓક્ટોબર 2004 ફ્રેન્કફર્ટ
2h05:04 અબેલ કીરુઈ   કેન્યા 22 એપ્રિલ 1998 રેટ્ટરડેમ
2h05:10 સેમ્યુઅલ વાન્જીરું   કેન્યા 22 એપ્રિલ 1998 લંડન


 
પૌલા રેડક્લિફ મેરથોન માટે મહિલાઓનો વિશ્વ રેકોર્ડ ધરાવે છે
સ્ત્રીઓ
સમય દોડવીર દેશ તારીખ સ્થળ
2h15:25 પોલા રેડક્લિફ   Great Britain 22 એપ્રિલ 1998 લંડન
2h18:47 કેથરીન ન્દેરેબા   કેન્યા 9 ઓક્ટોબર 2004 શિકાગો
2h19:12 મિઝુકી નોગુચી   જાપાન 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h19:19 ઈરિના મીકીતેન્કો   જર્મની 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h19:36 દીના કસ્તોર   યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 22 એપ્રિલ 1998 લંડન
2h19:39 સુન યીન્ગ્જીએ   ચીન 9 ઓક્ટોબર 2004 બેઇજિંગ
2h19:41 યોકો શીબુઈ   જાપાન 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h19:46 નાઓકો તાકાહાશી   જાપાન 4 સપ્ટેમ્બર 1999 બર્લિન
2h19:51 ઝોઉ ચુન્ગ્સી   ચીન 16 માર્ચ 2009 સેઉલ
2h20:25 લિલિયા શોબુખોવા   Russia 9 ઓક્ટોબર 2004 શિકાગો
 
2009 સ્ટોકહોમ મેરેથોનનો પ્રારંભ

મોટા ભાગના હિસ્સેદારો મેરેથોનમાં જીતવા માટે દોડતા નથી. મોટા ભાગના દોડવીરો માટે તેમને સમાપ્તીનો સમય તેમજ તેમની ચોક્કસ લિંગ અને વય જૂથમાંની નિયુક્તિ મહત્વની હોય છે. તેમ છતાં કેટલાક દોડવીર જલદી દોડ પૂર્ણ કરવા ઈચ્છતા હોય છે. મેરેથોન પૂર્ણ કરવાની વ્યુહરચનાઓમાં સંપૂર્ણ અંતરની[૪૦] દોડ અને દોડ-ચાલ વ્યુહરચનાનો સમાવેશ થાય છે.[] 2005માં અમેરિકામાં મેરેથોનનો સરેરાશ સમય પુરુષો માટે 4 કલાક 32 મીનીટ 8 સેકન્ડનો હતો અને મહિલાઓ માટે 5 કલાક 6 મીનીટ 8 સેકન્ડનો હતો.[૪૧]

ઘણા દોડવીરો ચોક્કસ સમયના અંતરાયે વિરામ લેતા હોય છે. દા.ત. મનોરંજન માટે પ્રથમ વખત દોડનારાઓ મોટે ભાગે ચાર કલાકની અંદર દોડી લેવાનો પ્રયત્ન કરતા હોય છે. વધુ સ્પર્ધાત્મક દોડવીરો મેરેથોનને ત્રણ કલાકમાં સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.[૪૨] મોટી મેરેથોનો માટે ક્વોલિફાઈંગ ટાઈમ અન્ય સિમાચિહ્ન છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં સૌથી જુની બોસ્ટન મેરેથોનમાં બીન-વ્યવસાયિક દોડવીરો માટે ક્વોલિફાઈંગ ટાઈમ જરૂરી હોય છે.[૪૩] ન્યુ યોર્ક સિટી મેરેથોનમાં પણ પ્રવેશની બાયંધરી માટે ક્વોલિફાઈંગ ટાઈમ અનિવાર્ય છે. જેમાં બોસ્ટન મેરેથોન કરતા અંતર સહેજ વધારે હોય છે.[૪૪]

લાક્ષણિક રીતે, મેરેથોન માટે મંજુર કરવામાં આવેલ સત્તાવાર સમય છ કલાકનો છે ત્યારબાદ તેનો માર્ગ બંધ થઈ જાય છે. જો કે કેટલીક મોટી મેરેથોનો માટેનો સમય નોંધપાત્ર રીતે વધારે હોય છે. (આઠ કલાક કે તેથી વધુ) વિશ્વભરમાં આવી ઘણી મેરેથોનોમાં સમય મર્યાદા હોય છે જે અંતર્ગત તમામ દોડવીરોએ સમાપ્તિ રેખા પૂર્ણ કરવાની હોય છે. જે દોડવીર આ મર્યાદાથી ધીમે હોય તો તેને સ્વિપર બસમાં બેસાડી દેવામાં આવે છે. ઘણા કીસ્સાઓમાં મેરેથોનના આયોજકોએ માર્ગોને જાહેર જનતા માટે ફરીથી ખુલ્લા મુકવા પડે છે જેથી ટ્રાફિક સામાન્ય થઈ જાય.

મેરેથોન દોડની લોકપ્રિયતા વધતા, યુનાઈટેડ અને વિશ્વમાં ઘણી મેરેથોન પહેલા ક્યારેય પણ ન હોય તેટલી ઝડપી નોંધણી થઈ રહી છે. જ્યારે બોસ્ટન મેરેથોને 2011ની સ્પર્ધા માટે નોંધણી ખુલ્લી મુકી ત્યારે તે માટેની નોંધણી આઠ કલાકમાં ભરાઈ ગઈ હતી.[૪૫]

 
મુનવોક એ છાતીના કેન્સર સંશોધન માટે નાણાં ઊભા કરતી રાત્રિ ચેરિટી છે.
 
સેમ્યુઅલ વાંજિરુ 2008 ઓલિમ્પીક મેરેથોનમાં સુવર્ણચંદ્રક તરફ દોડતા હોવાથી તેના સમર્થનમાં ટોળા સામે તેમના હાથ ઊંચા કર્યા હતા
 
2007 બાર્સેલોના મેરેથોન

મેરેથોન તાલીમમાં લાંબી દોડ મહત્વની છે.[૪૬] મોજશોખ માટે દોડતા દોડવીરો સામાન્ય રીતે તેમની લાંબી સાપ્તાહિક દોડ માટે મહત્તમ 20 માઈલ્સ નો (32 કિ.મી)નો પ્રયત્ન કરે છે અને મેરેથોનની તાલીમ લેવાય છે ત્યારે સપ્તાહે મહત્તમ કુલ 40 માઈલ્સ (64 કિ.મી)નો પ્રયત્ન આદરે છે. પરંતુ તાલીમમાં અને ભલામણોમાં વ્યાપક પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. વધુ અનુભવ ધરાવનારો સપ્તાહ દરમિયાન લાંબુ અંતર અને વુધ માઈલ્સ/કિ.મી દોડી શકે છે. અંતર અને પ્રયાસના સંદર્ભમાં સારી સાપ્તાહિક તાલીમો સારું પરિણામ આપે છે. જો કે તેથી તાલીમ દરમિયાન થતી ઈજાઓની શક્યતા પણ વધી જાય છે.[૪૭] શ્રેષ્ઠ ચુનંદા પુરુષ દોડવીરોની સાપ્તાહિક માઈલેજ 100 માઈલ્સ (160 કિ.મી) હોય છે.[૪૭]

ઘણા તાલીમ કાર્યક્રમો ઓછામાં ઓછા પાંચથી છ મહિના ચાલે છે. જેમાં અંતરમાં તબક્કાવાર રીતે વધારો કરવામાં આવે છે. સુધારા માટે સપ્તાહોમાં ટેપરિંગનો ગાળો સ્પર્ધા પહેલા મહત્વનો ગણાય છે. માત્ર મેરેથોન પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવતા નવા દોડવીરો માટે લઘુતમ ચાર મહિના માટે સપ્તાહમાં ચાર દિવસની તાલીમની ભલામણ કરવામાં આવે છે.[૪૮] ઘણા તાલીમ આપનારાઓ દોડની માઈલેજમાં 10 % કરતા ઓછી વદ્ધિની ભલામણ કરે છે. મેરેથોન તાલીમ કાર્યક્રમની શરૂઆત કર્યા પહેલા છ સપ્તાહ અથવા તેને સમકક્ષ સમય સુધી સતત દોડનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી શરીરને નવો દબાણ સહન કરવાની શક્તિ મળી રહે.[૪૯] મેરેથોન તાલીમ કાર્યક્રમમાં સામાન્ય યોજનાના સમયગાળા સાથે કઠીન અને હળવી તાલીમ વચ્ચેના વિવિધ પ્રકારો હોય છે.[૫૦]

રનર્સ વર્લ્ડની વેબસાઈટ્સ પર તાલીમ કાર્યક્રમોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે.[૫૧] હાલ હિગ્ડન,[૪૦] જેફ ગાલ્લોવે,[] અને બોસ્ટન એથ્લેટિક અસોસિએશન,[૫૨] અને અન્ય સંખ્યાબંધ પ્રકાશિત સ્ત્રોતો છે.

છેલ્લી લાંબી તાલીમ મેરેથોન સ્પર્ધાના બે સપ્તાહના અગાઉથી મોડા લઈ શકાય નહિં. મેરેથોનમાં દોડવીરોના શરીરો ગ્લાઈકોજેનનો સંગ્રહ કરવા દે તે માટે તેના એક સપ્તાહ પહેલા ઘણા મેરેથોન દોડવીરો "કાર્બો લોડ" (સતત કેલરી લે તે પહેલા કાર્બોહાઈડ્રેટમાં વધારો) કરે છે.

ગ્લાઇકોજેન અને "ધી વોલ"

ફેરફાર કરો
 
બોસ્ટોન મેરેથોનના 25માં માઇલ પર દોડવીરને પ્રોત્સાહન મળે છે.

વ્યક્તિ કે જે કાર્બોહાઇડ્રેટ ખાય છે તેને યકૃત અને સ્નાયુ દ્વારા સંગ્રહ માટે ગ્લાયકોજેનમાં પરિવર્તીત કરવામાં આવે છે. ગ્લાયકોજેન ઝડપી શક્તિ પૂરી પાડવા માટે તીવ્રતાથી બળે છે. દોડવીરો તેમના શરીરમાં આશરે 8 એમજે અથવા 2,000 કેસીએએલ ગ્લાયકોડીનનો સંગ્રહ કરી શકે છે, જે આશરે 30 કીમી/18–20 માઇલ દોડવા માડે પૂરતો હોય છે. ઘણા દોડવીરો દર્શાવે છે કે તે સમયે દોડવાનું દેખીતી રીતે જ વધુ મુશ્કેલ બને છે.[૫૩] જ્યારે ગ્લાયકોડીન ધીમેથી દોડે છે ત્યારે શરીરે સંગ્ર કરેલ ફેટમાંથી શક્તિ મેળવવી આવશ્યક છે, જે તૈયાર હોય તેની તુલનામાં બળતી નથી. જ્યારે આવું થાય છે, ત્યારે દોડવીર નાટ્યાત્મક થાક અનુભવે છે અને તેને "હીટ ધ વોલ" એવું કહેવાય છે. ઘણા કોચ (તાલીમ આપનારાઓ)ના અનુસાર મેરેથોનની તાલીમનો ઉદ્દેશ,[૫૪] ઉપલબ્ધ મર્યાદિત ગ્લાયકોડીનને વધુમાં વધુ કરવાનો હોય છે, જેથી "વોલ"નો થાક નાટ્યાત્મક ન બને. સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં પણ બળી ગયેલી ફેટમાથી શક્તિની ઊંચી ટકાવારીનો ઉપયોગ કરીને થોડું પૂર્ણ કરી શકાય છે, આમ ગ્લાયકોડીનની બચત થાય છે.

કાર્બોહાઇડ્રેટ સ્થિત "શક્તિ" રસનો "હીટીંગ ધ વોલ"ની અસરો દૂર કરવા માટે દોડવીરો દ્વારા ઉપયોગ થાય છે, કેમ કે તેઓ દોડતી વખતે પચવામાં સરળ એવી શક્તિ પૂરી પાડે છે. શક્તિ રસ સામાન્ય રીતે સોડીયમ અને પોટેશિયમની વિવિધ માત્રાઓ તેમજ કેફેનનો પણ સમાવેશ કરે છે. તેમને પાણીની ચોક્કસ માત્રા સાથે વાપરી નાખવાની જરૂર હોય છે. સ્પર્ધા રેન્જમાં બહોળા પ્રમાણમાં શક્તિ રસ (જેલ) કેવી રીતે વારંવાર લેવો તે અંગેની ભલામણો.[૫૪]

જેલના વિકલ્પોમાં સરળ રીતે પચાવી શકાય તેવા કેન્દ્રિત ખાંડના વિવિધ સ્વરૂપો અને સરળ કાર્બોહાઇડ્રેટ સાથેના અનાજનો સમાવેશ થાય છે. ઘણા દોડવીરો પોતાના માટે શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવા માટે અજમાયશી દોડ દરમિયાન શક્તિ પુરવણી સાથે પ્રયોગ કરે છે. દોડતી વખતે અનાજનો વપરાશ કેટલીક વાર દોડનારને બીમાર કરે છે. દોડવીરોને દોડ શરૂ કરતા થોડા પહેલા અને તે દરમિયાન નવો ખોરાક અથવા દવા પેટમાં નાખવી જોઇએ નહી. દુઃખાવામાંથી રાહત આપતી એનએસએઆઇડીએસ (NSAIDS) વર્ગની નોન-સ્ટીરોડલ એન્ટી-ઇનફ્લેમેટરી લેવાથી દૂર રહે તે અગત્યનું છે, ઉદાહરણ તરીકે, એસ્પીરીન, આઇબુપ્રોફેન, નેપ્રોક્સેન), કેમ કે આ દવાઓ કીડનીના તેમના ફરતા રક્તપ્રવાહને બદલી નાખે છે અને તે ગંભીર કીડની મુશ્કેલીમાં પરિણમી શકે છે, તેમાં ખાસ કરીને હળવાથી ભારે ડિહાઇડ્રેશન ધરાવતા હોય તેનો સમાવેશ થાય છે.[૫૪]

મેરથોન બાદ

ફેરફાર કરો

મેરેથોનમાં ભાગ લેવાથી વિવિધ તબીબી, મસ્ક્યુલોસ્કેલેટલ, અને ડર્મેટોલોજિકલ ફરિયાદો થઇ શકે છે.[૫૫] મોડેથી સ્નાયુ દુઃખાવાનો પ્રારંભ (DOMS) એ દોડવીરોને મેરેથોન બાદના પ્રથમ સપ્તાહમાં થતી સામાન્ય સ્થિતિ છે.[૫૬] ડીઓએમએસ બાદ થતા દુઃખાવાના શમન માટે વિવિધ પ્રકારની હળવી કસરતો અથવા મસાજની ભલામણ કરવામાં આવી છે.[૫૬] ડર્મેટોલોજિકલ મુદ્દાઓમાં સતત રીતે "જોગર્સ નિપલ", "જોગર્સ ટો", અને બ્લિસ્ટર્સનો સમાવેશ થાય છે.[૫૭]

પ્રતિકાર વ્યવસ્થા થોડા સમય માટે શાંત પડી જાય છે તેવું કહેવાય છે. બ્લડ કેમિસ્ટ્રીમાં ફેરફારો ફિઝિશિયનને હૃદયની અપક્રિયાનું ખોટું નિદાન કરવા તરફ લઇ જઇ શકે છે.

સ્નાયુઓમાં સુધારાની સામાન્ય રીતે ભલામણ કરવામાં આવતી હોવાથી લાંબી અજમાયશી દોડ અને મેરેથોન બાદ વપરાતો કાર્બોહાઇડ્રેટ ગ્લાયકોજેન સંગ્રહ અને પ્રોટીનને બદલે છે. વધુમાં, શરીરના અર્ધા ભાગને 20 મીનીટ સુધી પલાળી રાખવાથી અથવા તેવું ઠંડા અથવા બરફવાળા પાણીમાં બોળ રાખવાથી પગના સ્નાયુમાંથી ઝડપી સુધારો આવવા માટે દબાણ કરે છે.[૫૮]

આરોગ્યના જોખમો

ફેરફાર કરો

મેરેથોન દોડવાના પ્રકારમાં વિવિધ આરોગ્ય સંબંધિત જોખમો રહેલા છે.[૫૯] તાલીમ અને સ્પર્ધાઓ જ દોડવીરને તણાવ હેઠળ મૂકે છે. જ્યારે સ્પર્ધા દરમિયાન જવલ્લે મૃત્યુ પણ શગક્ય હોય છે.

સર્વસામાન્ય આરોગ્ય જોખમોમાં નીચે જણાવેલી ઇજાઓનો સમાવેશ થાય છે જેમ કે સ્નાયુબદ્ધ, થાક-નબળાઇ, ઘૂંટણ અથવા પગની ઘૂંટીમાં મચકોડ, અને અન્ય સ્થિતિઓ. ઘણાનો સમાવેશ વધુ પડતા ઉપયોગને કારણે થતી ઇજાઓમાં થાય છે.

હૃદયની તંદરુસ્તી

ફેરફાર કરો

1996માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ[૬૦]માંથી એવું બહાર આવ્યું છે કે મેરથોન દરમિયાન અને 24 કલાકના ગાળામાં મૃત્યુમા પરિણમે તેવા આવતા હૃદય હૂમલાનું પ્રમાણ દોડવીરની સ્પર્ધાત્મક કારકીર્દીમાં 50,000માં 1નું હતુ.[૬૧]—જેને લેખકો "અત્યંત નાના" જોખમ તરીકે ગણાવે છે. આ પેપરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જોખમ અત્યંત નાનુ હોવાથી મેરેથોન્સ માટે હૃદય સંબંધિત સ્ક્રીનીંગ કાર્યક્રમો યોજવાનું વ્યાજબી ન હતું. જો કે આ અભ્યાસમાં મેરેથોન દોડમાં હૃદય પર થતા એકંદરે ફાયદા કે જોખમનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ન હતો.

2006માં, 60 જેટલા ઓછા જાણીતા મેરેથન ખેલાડીઓના અભ્યાસમાં દોડવીરોમાં ચોક્કસ માત્રામાં પ્રોટીન (જુઓ ટ્રોપોનીન)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ મેરેથોન પૂર્ણ કર્યા બાદ હૃદય ઇજા અથવા અપક્રિયા થઇ હોવાનું દર્શાવાયું હતું અને સ્પર્ધા પહેલા અને પછી અલ્ટ્રાસાઉન્ડ સ્કેન આપવામાં આવ્યા હતા. અભ્યાસ દર્શાવે છે કે સ્પર્ધા પહેલા દર સપ્તાહે 35 માઇલથી ઓછી તાલીમ લીધી હતી તેવા 50 દોડવીરોમાં હૃદય ઇજા અથવા અપક્રિયા થવાની શક્યતા હતી, જ્યારે જે દોડવીરોએ દર સપ્તાહે 45 માઇલ્સથી વધુની તાલીમ લીધી હતી તેમનામાં સ્પર્ધા પહેલા ઓછી અથવા કોઇ પણ હૃદયની મુશ્કેલી જોવા મળી હતી.[૬૨]

પાણીનો વપરાશ જોખમી છે

ફેરફાર કરો
 
મેરેથોન વોટર સ્ટોપ ખાતે સ્વયંસેવક પ્રવાહી આપે છે

દરેક દોડવીરો માટે સ્પર્ધા દરમિયાન પ્રવાહી પીવું એ અગત્યનું છે, ત્યારે કેટલાક કિસ્સાઓમાં વધુ પડતું પાણી પીવું એ જોખમી પણ છે. સ્પર્ધા દરમિયાન અનેકવાર પ્રવાહી પીવાથી રક્તમાં સોડીયમના જથ્થાના પ્રમાણમાં ઘટાડો કરી શકે છે (આવી સ્થિતિને હાયપોનેટ્રેમિયા કહેવાય છે), જે ઉલ્ટી, રોગનો ઉથલો મારવો, કોમા અને મૃત્યુમાં પણ પરિણમી શકે છે.[૬૩][૬૪] સ્પર્ધા દરમિયાન મીઠાના પેકેટો ખાવાથી આ સમસ્યા નિવારી શકાય છે. ઇન્ટરનેશનલ મેરેથોન મેડિકલ ડિરેક્ટર્સ અસોસિએશને 2001માં એક ચેતવણી જારી કરી હતી, જેમાં દોડવીરોને "તરસ લાગતા પહેલા પીવાને બદલે" જ્યારે તેમને તરસ લાગી હોય ત્યારે જ પીવાની વિનંતી કરવામાં આવી હતી.

પુરુષો કરતા મહિલાઓમાં હાયપોનેટ્રેમિયા થવાની શક્યતાઓ વધુ હોય છે. ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસીન માં હાથ ધરાયેલ અભ્યાસમાં મળી આવ્યું હતું કે 2002 બોસ્ટોન મેરેથોન પૂર્ણ કરેલા દોડવીરોના 13 ટકામાં હાયપોનેટ્રેમિયા હોવાનું માલૂન પડ્યું હતું.[૬૫]

4+ કલાક દોડતા દોડવીર હાયપોનેટ્રેમિયાની ભય વિના દર 20-30 મિનીટે આશરે 4-6 પ્રવાહી ઔંસ (120-170 એમએલ)પી શકે છે. [સંદર્ભ આપો] સ્પોર્ટસ ડ્રીંક (રમત દરમિયાન પીવાતું પ્રવાહી) અથવા મીઠાવાળો નાસ્તો આ જોખમમાં ઘટાડો કરશે. જે દર્દી હાયપોનેટ્રેમિયાથી પીડાતો હોય તેને રક્તમાં સોડિયમના જથ્થામાં વધારો કરવા માટે નાના જથ્થામાં સોલ્ટ સોલ્યુશન ઇન્ટ્રાવિનસલી આપી શકાય છે. કેટલાક દોડવીરો દોડતા પહેલા પોતાનં વજન કરે છે અને તેના પરિણામો નોંધે છે. જો કંઇ પણ ખોટુ થાય તો, તાત્કાલિક સારવારવાળા કામદારો, જો દર્દીએ વધુ પડતું પાણી પીધું હોય તો તે કહેવા માટે વજનની માહિતીનો ઉપયોગ કરી શકે છે.

બહુવિધ મેરેથોન્સ

ફેરફાર કરો
 
કેથરિન એનડેરેબા વિમેન્સ મેરેથોનમાં બીજો સૌથી ઝડપી સમય ધરાવે છે

મેરથોન દોડ વધુ લોકપ્રિય બની છે, કેટલાક દોડવીરોએ અનેક મેરેથોનની દોડનો સમાવેશ કરતા લક્ષ્યાંકો પૂર્ણ કર્યા છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં, વોશિંગ્ટન, ડી.સી ઉપરાંત દરેક રાજ્ય (કુલ 50)માં મેરેથોનમાં દોડવું એ લોકપ્રિય લક્ષ્યાંક છે. 350 વ્યક્તિગતોએ એક વખત આ સરકીટ પૂર્ણ કરી છે અને કેટલાકે તે આઠ વખત કરી છે.[૬૬] આઇઓવાની 22 વર્ષી નર્સ બેવરલી પેંગ્વિન, 50 રાજ્યોમાં મેરેથોન દોડનાર સૌથી નાની સ્ત્રી હતી.[૬૭] મિયામી, ફ્લોરિડાના ચક બ્રીન્ટે 2004માં ઘૂંટણની નીચેનો જમણો પગ ગુમાવી દીધો હતો, અને આ સરકીટ પૂરી કરવામાં પ્રથમ શસ્ત્રક્રિયા બાદની વ્યક્તિ બન્યા હતા.[૬૮] બ્રીન્ટે રિપ્લેસમેન્ટ સાથે કુલ 59 મેરથોન્સ પૂર્ણ કરી હતી. દરેક સાત ખંડો પર 27 લોકોએ મેરેથોન દોડી હતી, અને 31 લોકોએ દરેક કેનેડીયન પ્રાંતોમાં મેરેથોન દોડી હતી. 1980માં,મેરેથોન ઓફ હોપને જે રીતે ગણવામાં આવી હતી,ટેરી ફોક્સ, કે જેમણે કેન્સરમાં એક પગ ગુમાવી દીધો હતો અને તેથી કૃત્રિમ પગ સાથે દોડ્યા હતા, અને 5,373 kilometres (3,339 mi) તેમની ક્રોસ કેનેડા કેન્સર ભંડોળ ઊભુ કરવાની દોડ જાળવી રાખી હતી 37 kilometres (23 mi), આમ આયોજિત મેરેથોન અંતર જેટલી દોડ પછીના દરેક 143 દિવસોમાં પૂર્ણ કરી હતી.[૬૯] 8 ફેબ્રુઆરી 2009ના રોજ જોહ્ન વોલેસે 100 વિવિધ દેશોમાં મેરથોન દોડનાર પ્રથમ વ્યક્તિ હોવાનો દાવો કર્યો હતો. જોકે આમાંની કેટલીક દોડો સત્તાવાર સ્પર્ધાઓ ન હતી, પરંતુ વ્યક્તિગતો મેરેથોનના અંતર જેટલું દોડે છે (ઉદાહરણ તરીકે કંબોડીયા); વધુમાં તેમના કેટલાક 'દેશો' સ્વતંત્ર નથી. (ઉદાહરણ તરીકે ફ્રેંચ પોલીનેશિયા).[૭૦] અગાઉ, વોલી હર્મને 99 વિવિધ દેશોમાં મેરેથોન દોડ કરી હતી.

2008માં, બ્રિટીશ સાહસવીર સર રાનુલ્ફ ફીનેસે સાત ખંડોમાં સાત મેરેથોન સાત દિવસોમાં પૂર્ણ કરી હતી.[૭૧] તેઓ હૃદયરોગના હૂમલાથી પીડાતા હોવા છતા અને તે પહેલાના ફક્ત ચાર મહિના પહેલા બે વખત હૃદયનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં તેમણે આ સાહસનું કામ પૂર્ણ કર્યું હતું.[૭૨]

14 ડિસેમ્બર 2008ના રોજ, 64 વર્ષીય લેરી મેકોને એક જ કેલેન્ડર વર્ષમાં 105 મેરેથોન દોડી હોવાનું વિક્રમ સ્થાપ્યો હતો.[૭૩]

15 સપ્ટેમ્બર 2009ના રોજ કોમેડીયન ઇડ્ડી ઇઝ્ઝાર્ડે, 47 વર્ષની વયે તેમની 4.મી મેરેથોન 51 દિવસોમાં પૂર્ણ કરી હતી, જે તેને યુનાઇટેડ કીંગડમની આસપાસ લઇ ગઇ હતી.[૭૪] યુકેની ચેરિટી સ્પોર્ટ રિલીફમાં દાનના પ્રવાહ વધારવા માટે આ સાહસ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પોતાની દોડ શરૂ કરતા પહેલા એડ્ડીને ફક્ત સાત સપ્તાહો સુધી (પાંચ ઓલિમ્પીક નિષ્ણાત સાથે) તાલીમ આપવામાં આવી હતી.[૭૫]

યુરોપમાં વસતા લોકોમાં જે તે વ્યક્તિના જીવનકાળમાં અસંખ્ય વાર મેરેથોન સ્પર્ધાઓમાં દોડવું તેવો લક્ષ્યાંક છે. ઉદાહરણ તરીકે તેને કંઇક 100-ક્લબ કહેવાય છે.[૭૬] તેમાં લાયક ઠરવા માટે જે તે વ્યક્તિ 100 સ્પર્ધાઓમાં દોડેલી હોવી જોઇએ.

અન્ય લક્ષ્યાંકોમાં અનેક વખત સતત સપ્તાંહન્તો સુધી મેરેથોન દોડવાના પ્રયત્નનો સમાવેશ થાય છે (રિચાર્ડ વોર્લીએ 159 સપ્તાહન્તો સુધી),[૭૭] અથવા કોઇ ખાસ વર્ષમાં અથવા જીવનકાળમાં અનેકવાર મોટે ભાગે મેરેથોનમાં દોડવાના લક્ષ્યાંકનો સમાવેશ થાય છે. અસંખ્ય મેરેથોનમાં દોડવામાં ટોલેડો, ઓહાયોના સિ માહ હતા, જેઓ તેમનું 1988માં મૃત્યુ થયું તે પહેલા 524 વખત દોડ્યા હતા.[૭૮] ઉતાહ વિસ્તારના દોડવીર જોહ્ન બોઝુન્ગ નવેમ્બર 2007ના અનુસાર સતત 170 મહિનાઓ સુધી 258 મેરેથોનમાં દોડ્યા હોવાનો પ્રવર્તમાન "બિનસત્તાવાર" વિક્રમ ધરાવતા હોવાનો દાવો કરે છે.[૭૯][૮૦] 30 જૂન 2007ના રોજ, જર્મનીના હોર્સ્ટ પ્રેઇસ્લરે 1214 મેરેથોન ઉપરાંત 347 અલ્ટ્રામેરેથોન થઇને કુલ 1561 ઘટનાઓ મેરેથોનના અંતરની અથવા લાંબી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.[૮૧] સિગ્રીડ ઇચનેર, ક્રિશ્ચિયન હોટ્ટાસ અને હન્સ-જોઆચિમ મેયેરે પણ પ્રત્યેક 1000થી વધુ પૂર્ણ કરી છે.[૮૨] યુનાઇટેડ સ્ટેટ્સના નોર્મ ફ્રાંકને 945 મેરેથોન્સનો યશ આપવામાં આવે છે.[૮૩]

2010માં બેલ્જીયન સ્ટીફાન ઇન્ગલ્સે દરેક વર્ષના પ્રય્તેક દિવસે મેરેથોન દોડવાનું નક્કી કર્યું હતું. ઇજાને કારણે તેમણે કેટલીક હેન્ડબાઇક સાથે પૂર્ણ કરી હોવા છતા, તેમણે 52 દિવસોમાં 52 મેરેથોન દોડેલા જાપાન[૮૪]ના અકીનોરી કુસુડાનો પ્રવર્તમાન વિક્રમ તોડી નાખ્યો હતો. ઇન્ગલ્સ પ્રથમ 233 દિવસોમાં 233 મેરેથોનમાં દોડ્યા હતા અને બાઇક પર સવારી કરી હતી.[૮૫]

કેટલાક દોડવીરોએ મોટા ભાગના તે પછીના વર્ષો દરમિયાન સમાન મેરેથોનમાં દોડવા માટે સ્પર્ધા કરી હતી. ઉદાહરણ તરીકે, જોહ્ની કેલીએ 61 બોસ્ટોન મેરથોન પૂર્ણ કરી હતી.[૮૬] ચાર દોડવીરો, જેમને "ગ્રાઉન્ડ પાઉન્ડર્સ" (વીલ બ્રાઉન, મેથ્યુ જાફ્ફે, આલ્ફ્રેડ રિચમોન્ડ અને મેલ વિલીયમ્સ) તરીકે ઓળખવામાં આવે છે, તેમણે દરેક 35 યએસ મરિન કોર્પસ મેરેથોન પૂર્ણ કરી હતી.[૮૭] તેના પછીની મોટા ભાગની અન્ય મેરેથોન માટે જેરાલ્ડ ફેન્સ્કેનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેમણે તેઓ જ્યારે 17 વર્ષની વયથી પ્રવેશ્યા ત્યારથી દરેક પાવો નૂર્મી મેરેથોન પૂર્ણ કરી હતી, તેમણે 2010 સુધીમાં કુલ 33 મેરેથોન પૂર્ણ કરી હતી.

  1. "IAAF Competition Rules for Road Races". International Association of Athletics Federations. International Association of Athletics Federations. 2009. મૂળ માંથી 2015-09-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-01.
  2. ૨.૦ ૨.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Retreats — Athens". Jeffgalloway.com. મૂળ માંથી 2009-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  4. "ધી મુન એન્ડ ધ મેરેથોન", સ્કાય એન્ડ ટેલિસ્કોપ સપ્ટે. 2004[હંમેશ માટે મૃત કડી]
  5. "Ancient Olympics FAQ 10". Perseus.tufts.edu. મેળવેલ 2009-08-22.
  6. મોરાલીયા 347સી
  7. એ સ્લીગ ઓફ ટંગ ઇન સેલ્યુટેશન, પ્રકરણ 3
  8. "Prologue: The Legend". Marathonguide.com. મેળવેલ 2009-08-22.
  9. ટોમ હોલેન્ડ દ્વારા પર્શિયન ફાયર'.
  10. "સ્પાર્ટાથ્લોન(SPARTATHLON) ::: આંતરરાષ્ટ્રીય સ્પાર્ટાથ્લોન અસોસિએશન". મૂળ માંથી 2008-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  11. "The Great Marathon Myth". Coolrunning.co.nz. મૂળ માંથી 2016-12-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  12. "Olympic Champion Joan Benoit Samuelson To Be Guest of Honor at Manchester Marathon — Registration Closed". Cool Running. મૂળ માંથી 2012-01-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  13. "વાંજિરુ અને ઘારિબ બ્રેક અથવા પુરુષોની મેરેથોનમાં". મૂળ માંથી 2012-02-01 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  14. "Olympic Games Records - Women". International Association of Athletics Federations. મેળવેલ November 28, 2009.
  15. ૧૫.૦ ૧૫.૧ "Olympic Marathon (excerpt)". Charlie Lovett. Greenwood Publishing Group, Inc. 1997. મેળવેલ 2010-11-01.
  16. આલ્બર્ટ સી. ગ્રોસ દ્વારા એન્ડ્યુરન્સ (1986)
  17. "Marathon Woman". Kathrine Switzer. મેળવેલ 2010-11-01.
  18. બી.એ.એ.: બોસ્ટોન મેરેથોન ઇતિહાસ
  19. "બી.એ.એ.: બોસ્ટોન મેરેથોન ભૂતકાળના વિજેતાઓ-વિમેન્સ ઓપન". મૂળ માંથી 2012-03-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  20. "Running USA's Annual Marathon Report". RunningUSA. RunningUSA.org. મૂળ માંથી 2010-11-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-12.
  21. "Marathon Guide: International Marathons Report". MarathonGuide. MarathonGuide. મેળવેલ 2010-11-12.
  22. જે. બ્રીયંત, 100 વર્ષો અને હજુ પણ ચાલુ છે, મેરેથોન ન્યૂઝ (2007)
  23. "The Marathon journey to reach 42.195km". european-athletics.org. 25 April 2008. મેળવેલ 2009-07-23.
  24. Martin, David E. (May 2000). The Olympic Marathon. Human Kinetics Publishers. પૃષ્ઠ 113. ISBN 978-0880119696. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  25. "IAAF Competition Rules 2008" (PDF). IAAF. પૃષ્ઠ 195. મૂળ (pdf) માંથી 2009-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-20.
  26. બ્રિટીશ ઓલિમ્પીક કાઉન્સીલ મિનટ્સ
  27. ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ ૨૭.૪ . બોબ વિલોક, 1908ની ઓલિમ્પીક મેરેથોન, ઓલિમ્પીક ઇતિહાસની જર્નલ, વોલ્યુમ 16 ઇસ્યુ 1, માર્ચ 2008
  28. વોલ્સની રાજકુમારીની ખાનગી ડાયરી અને અખબારી અહેવાલો
  29. બોબ વિલોક, "1908ની ઓલિમ્પીક રમતો, ગ્રેટ સ્ટેડીયમમ અને મેરેથોન, સચિત્ર અહેવાલ" (2008 ISBN 978-0-9558236-0-2)[પાનાં ક્રમાંક જરૂરી છે]
  30. માર્ટીન એન્ડ જિન, "ધી ઓલિમ્પીક મેરેથોન" (2000 ISBN 0-88011-969-1)[પાનાં ક્રમાંક જરૂરી છે]
  31. http://www.iaaf.org/mm/Document/Competitions/TechnicalArea/04/95/59/20090303014358_httppostedfile_CompetitionRules2009_printed_8986.pdf સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૧ ના રોજ વેબેક મશિન IAAF Competition Rules 2009 - Rule 240
  32. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  33. "દોડવીરોના વિશ્વના ટોચની 10 મેરેથોન". મૂળ માંથી 2006-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2006-03-14.
  34. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  35. Craythorn, Dennis (1997). The Ultimate Guide to International Marathons. United States: Capital Road Race Publications. ISBN 978-0-9655187-0-3. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)[પાનાં ક્રમાંક જરૂરી છે]
  36. "All-time men's best marathon times under 2h 10'30". Alltime-athletics.com. મેળવેલ 2009-08-22.
  37. "All-time women's best marathon times under 2h 30'00". Alltime-athletics.com. મેળવેલ 2009-08-22.
  38. http://www.iaaf.org/statistics/toplists/inout=o/age=n/season=0/sex=M/all=y/legal=A/disc=MAR/detail.html
  39. http://www.iaaf.org/statistics/toplists/inout=o/age=n/season=0/sex=W/all=y/legal=A/disc=MAR/detail.html
  40. ૪૦.૦ ૪૦.૧ "Training programs". Hal Higdon. મેળવેલ 2009-08-22.
  41. "2005 Total USA Marathon Finishers". Marathonguide.com. મેળવેલ 2008-04-24.
  42. "Running a sub 3 hour marathon | allaboutrunning.net". allaboutrunning.net<!. મૂળ માંથી 2009-02-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  43. "Boston Athletic Association". Bostonmarathon.org. મૂળ માંથી 2009-06-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  44. ધી આઇએનજી ન્યુ યોર્ક સિટી મેરેથોન[મૃત કડી]
  45. ઓનલાઇન, ઝડપી દોડનારાઓ સ્પર્ધા જીતે છે: મેરેથોન તેનું મેદાન 8 કલાકોમાં ભરી દે છે
  46. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2007-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  47. ૪૭.૦ ૪૭.૧ Daniels, J. PhD (2005). Daniels' Running Formula, 2nd Ed. Human Kinetics Publishing. ISBN 0-7360-5492-8.[પાનાં ક્રમાંક જરૂરી છે]
  48. Whitsett et al. (1998) નહી દોડનારા મેરેથોન તાલીમ આપનાર. માસ્ટર્સ પ્રેસ.
  49. Burfoot, A. Ed (1999). Runner's World Complete Book of Running : Everything You Need to Know to Run for Fun, Fitness and Competition. Rodale Books. ISBN 1-57954-186-0.[પાનાં ક્રમાંક જરૂરી છે]
  50. Marius Bakken. "Training For A Marathon". Marius Bakken's Marathon Training Schedule. મેળવેલ 2009-04-17. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  51. "Marathon Training at Runner's World". Runnersworld.com. 2008-02-15. મૂળ માંથી 2009-08-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  52. "Boston Athletic Association". Bostonmarathon.org. મૂળ માંથી 2012-03-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-11-01.
  53. "Hitting the wall for marathon runners". Half-marathon-running.com. મૂળ માંથી 2017-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  54. ૫૪.૦ ૫૪.૧ ૫૪.૨ મેરેથોન દોડવા સાથે સંકાળાયેલા ઓછા જાણીતા જોખમો સંગ્રહિત ૨૦૧૩-૦૧-૧૭ ના રોજ વેબેક મશિન 9/7/2009ના રોજ સુધારો
  55. Jaworski CA (2005). "Medical concerns of marathons". Current Sports Medicine Reports. 4 (3): 137–43. PMID 15907265. Unknown parameter |month= ignored (મદદ)
  56. ૫૬.૦ ૫૬.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  57. Mailler EA, Adams BB (2004). "The wear and tear of 26.2: dermatological injuries reported on marathon day". British Journal of Sports Medicine. 38 (4): 498–501. doi:10.1136/bjsm.2004.011874. PMC 1724877. PMID 15273194. Unknown parameter |month= ignored (મદદ)
  58. Stouffer Drenth, Tere (2003). Marathon Training for Dummies. United States: Wiley Publishing Inc. ISBN 0-76452-510-7.[પાનાં ક્રમાંક જરૂરી છે]
  59. http://entertainment.howstuffworks.com/marathon6.htm
  60. મેરેથોન દોડ સાથે સંકળાયેલા હૃદયસંબંધી મૃત્યુનું જોખમ. 2006-12-16ના રોજ સુધારેલ.
  61. "American Family Physician: Sudden death in young athletes: screening for the needle in a haystack". Aafp.org. મૂળ માંથી 2008-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  62. "Banking Miles: marathons dangerous for your heart?". Bankingmiles.blogspot.com. મેળવેલ 2009-08-22.
  63. મેરેથોન દોડનારાઓ માટે પાણીનું જોખમ. બીબીસી ન્યૂઝ, 21 એપ્રિલ, 2006
  64. "Hyponatremia among runners in the Boston Marathon". Content.nejm.org. 2005-07-28. doi:10.1056/NEJMoa043901. મૂળ માંથી 2009-07-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  65. Almond CS, Shin AY, Fortescue EB; et al. (2005). "Hyponatremia among runners in the Boston Marathon". The New England Journal of Medicine. 352 (15): 1550–6. doi:10.1056/NEJMoa043901. PMID 15829535. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  66. 50&ડીસી મેરેથોન ગ્રુપ યુ.એસ.એ. સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન. 2010-07-27ના રોજ સુધારો.
  67. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  68. "Accolades". 50anddcmarathongroupusa.com. મૂળ માંથી 2009-06-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  69. "CBC Archives: television and radio spots on Terry Fox". Archives.cbc.ca. મેળવેલ 2009-08-22.
  70. Hartill, Robin (February 19, 2009). "Marathon Maverikc". Longboat Observer. Check date values in: |access-date= (મદદ); |access-date= requires |url= (મદદ)
  71. "Fiennes relishes marathon feat". BBC News. 2003-11-03.
  72. પાલકો સાથેની મૂલાકાત 5 ઓક્ટોબર 2007
  73. Neil, Martha (December 17, 2008). "BigLaw Partner Sets World Record By Running 105th Marathon in a Year". ABA Journal. મૂળ માંથી 2009-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-21.
  74. http://www.sportrelief.com/whats-on/challenges/eddie
  75. http://www.eddieizzard.com/blog/view.php?Id=4&BlogId=1
  76. "100 Marathon Club". 100 Marathon Club. મેળવેલ 2009-08-22.
  77. Orton, Kathy (2004-10-27). "Texan's Weekend Job Provides Great Benefits". The Washington Post. પૃષ્ઠ D4. મેળવેલ 2007-11-28. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  78. "Retrieved 2008-11-12". Edm.ouser.org. મૂળ માંથી 2009-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  79. "John Bozung's World Tour and Personal Home Page". Squawpeak50.com. મૂળ માંથી 2009-02-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  80. "Goal: 52 races in 52 weeks". Deseret News. 2005-08-17. મૂળ માંથી 2009-02-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-22.
  81. 100 Marathon Club site (in German)
  82. 100 Marathon Club site (in German)
  83. 50 રાજ્યો અને ડી.સી. મેરેથોન ગ્રુપ સાઇટ સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૭ ના રોજ વેબેક મશિન. 28-11-2007ના રોજ સુધારો
  84. "Man runs 52 marathons in 52 days". The Japan Times. મૂળ માંથી 2012-07-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-27.
  85. "Why 365 marathons?". Stefaan Engels. મૂળ માંથી 2011-02-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-27.
  86. લિટસ્કાય, ફ્રેંક (2004-10-08)જોહ્ન એ.કેલ્લી, મેરેથોનર, 97 વર્ષની વયે અવસાન. ધી ન્યુયોર્ક ટાઈમ્સ 2006-07-13ના રોજ કરાયેલો સુધારો
  87. 2010-11-04 સંગ્રહિત ૨૦૦૭-૧૨-૦૮ ના રોજ વેબેક મશિનના રોજ સુધારો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો