મોરબી રજવાડું
મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.
મોરબી સ્ટેટ મોરબી રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૬૯૮–૧૯૪૮ | |||||||
Flag | |||||||
સૌરાષ્ટ્રમાં મોરબી રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 627 km2 (242 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 42602 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૯૮ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
રાજ્યના છેલ્લા શાસક મહારાજા લખધીરજી વાઘજીએ ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.[૧]
ઇતિહાસ
ફેરફાર કરોમોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે કાકા પ્રાગમલજી પ્રથમે તેમના પિતાની હત્યા તેમના કરી નાખી ત્યારે તેઓ તેમની માતા સાથે નાસીને ભુજ છોડીને મોરબી સ્થાયી થયા હતા.[૨][૩] ૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું ત્યારે આ રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.[૪]
૧૯૪૩માં 'જોડાણ યોજના' હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.
શાસકો
ફેરફાર કરોરાજ્યના શાસકોને 'ઠાકોર સાહેબ' કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના સૌથી ઊંચા રાજપૂતોના હાથમાં હતું.[૫]
ઠાકોર સાહેબો
ફેરફાર કરો- ૧૬૯૮ - ૧૭૩૩ કન્યોજી રાવજી (કચ્છના) (મૃ. ૧૭૩૩)
- ૧૭૩૩ - ૧૭૩૯ અલિયાજી કન્યોજી (મૃ. ૧૭૩૯)
- ૧૭૩૯ - ૧૭૬૪ રાવજી અલિયાજી પ્રથમ (મૃ. ૧૭૬૪)
- ૧૭૬૪ - ૧૭૭૨ પછાનજી રાવજી (મૃ. ૧૭૭૨)
- ૧૭૭૨ - ૧૭૮૩ વાઘજી પ્રથમ રાવજી (મૃ. ૧૭૮૩)
- ૧૭૮૩ - ૧૭૯૦ હમિરજી વાઘજી (મૃ. ૧૭૯૦)
- ૧૭૯૦ - ૧૮૨૮ જયાજી વાઘજી (મૃ. ૧૮૨૮)
- ૧૮૨૮ - ૧૮૪૬ પૃથિરાજજી જયાજી (મૃ. ૧૮૪૬)
- ૧૮૪૬ - ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ રાવજી દ્વિતિય પૃથિરાજજી (જ. ૧૮૨૮ - મૃ. ૧૮૭૦)
- ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧૧ જુલાઇ ૧૯૨૨ વાઘજી દ્વિતિય રાવજી (જ. ૧૮૫૮ - મૃ. ૧૯૨૨) (૧૬ ફેબ્રુઆરી ૧૮૮૭થી મહારાજા) (૩૦ જૂન ૧૮૮૭થી સર વાઘજી દ્વિતિય રાવજી)
- ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ - ૧ જાન્યુઆરી ૧૮૭૯ વાલીઓ (સંચાલન મંડળ)
- - શંભુપ્રસાદ લક્ષ્મીલાલ
- - ઝુનઝુનાબાઇ સખીદાસ (૧૮૭૯ સુધી)
- ૧૧ જુલાઇ ૧૯૨૨ - ૩ જૂન ૧૯૨૬ લખધીરજી વાઘજી (જ. ૧૮૭૬ - મૃ. ૧૯૫૭)
ઠાકોર સાહેબ મહારાજા
ફેરફાર કરો- ૩ જૂન ૧૯૨૬ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લખધીરજી વાઘજી (એસ. એ.) (૧ જાન્યુઆરી ૧૯૩૦થી સર લખધીરજી વાઘજી)
રાજ ગાયક
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Morvi State - Princely State (11 gun salute)" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "Royal House of Morvi" (અંગ્રેજીમાં). મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૧૩૭.
- ↑ "Princely States of India" (અંગ્રેજીમાં). મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ "Rajput Provinces of India - Morvi State (Princely State)" (અંગ્રેજીમાં). મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.