મોરબી રેલ્વે
મોરબી રેલ્વે એ ૧,૦૦૦ મિમી (૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ) નો ગેજ ધરાવતી મોરબી રજવાડાની રેલ્વે હતી.
સ્થાન | ગુજરાત |
---|---|
કાર્યકાળ | ૧૮૯૦–૧૯૪૮ |
ઉત્તરગામી | સૌરાષ્ટ્ર રેલ્વે, પશ્ચિમ રેલ્વે |
ગેજ | ૧,૦૦૦ mm (3 ft 3 3⁄8 in) metre gauge |
પુરોગામી ગેજ | ૭૬૨ mm (2 ft 6 in) |
મુખ્ય મથક | મોરબી |
ઇતિહાસ
ફેરફાર કરોમોરબી રેલ્વેનું બાંધકામ મોરબી રજવાડા દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રેલ્વેનું બાંધકામ ૧૮૮૬માં શરૂ થયું અને ૧૮૯૦માં આ રેલ્વે વાહન વ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવી હતી. શરૂઆતમાં આ રેલ્વે વઢવાણ અને વાંકાનેર વચ્ચે ૬૫૨ મિમી (૨ ફૂટ ૬ ઈંચ) રોડ સાઈડ ટ્રામવે તરીકે નેરોગેજની બનેલી હતી. ૧૯૦૫માં અન્ય રાજ્યોની રેલ્વેના ગેજ સાથે મેળ પાડવા માટે આ રેલ્વેને ૧૦૦૦ મિમી (૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ)ના મીટર ગેજમાં રૂપાંતરીત કરવામાં આવી. આ રૂપાંતરણ પછી રેલ્વેની લંબાઈ ૧૭ માઈલ જેટલી હતી. લખધીરજી ઠાકોરના શાસન કાળ દરમ્યાન ઈ.સ. ૧૯૨૪માં વાંકાનેર અને મોરબી વચ્ચેની રેલ્વેના ગેજ રૂપાંતરણનું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. પાછળથી તેના વ્યવસ્થાપનનું કાર્ય ધ્રાંગધ્રા રેલ્વે કરતી હતી. તે સમયે મીટારગેજ રેલ્વેની લંબાઈ ૧૩૨ માઈલ જેટલી થઈ હતી. એપ્રિલ ૧૯૪૮માં તેને સૌરાષ્ટ્ર રેલ્વે સાથે ભેળવી દેવામાં આવી હતી.[૧]
બ્રોડગેજમાં રૂપાંતરણ
ફેરફાર કરો૨૦૦૧માં આ રેલ્વેને બ્રોડગેજ (૫ ફૂટ ૬ ઈંચ -૧૬૭૬ મિમી) માં રૂપાંતરીત કરી દેવાઈ હતી.[૨]