યશવંત શુક્લ

ગુજરાતી સાહિત્યકાર

યશવંત પ્રાણશંકર શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર છે. તેઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.

તેમનો ૮ એપ્રિલ, ૧૯૧૫ના દિવસે ઉમરેઠ, આણંદ જિલ્લો, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા હતા. તેમણે શ્રી હ. કા. આર્ટસ્ કૉલેજમાંં આચાર્ય તરીકે વિપુલ સેવાઓ આપેલી છે. તેમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી સાહિત્યકાર તરીકે વિશેષ નામના મેળવી.

કારકિર્દી ફેરફાર કરો

  • ૧૯૭૪-૭૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ.
  • ૧૯૮૩: ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

મુખ્ય રચનાઓ ફેરફાર કરો

  • નિબંધ: કેન્દ્ર અને પરિઘ, કાંતિકાર ગાંઘીજી
  • ચરિત્ર: આપણા રવિશંકર મહારાજ
  • વિવેચન: ઉપલબ્ધિ, શબ્દાન્તર
  • અનુવાદ: સાગરઘેલી, સત્તા, રાજવી
  • સંપાદન: આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી

સન્માન ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો