એપ્રિલ ૮
તારીખ
૮ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૮મો(લિપ વર્ષ દરમ્યાન ૯૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.
- ૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ (Liaquat-Nehru Pact).
- ૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.
- ૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે 'યુનિયન કાર્બાઇડ' વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૭-રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગુજરાત, ભારત
- ૧૯૧૫-સાહિત્યકાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદના પુર્વ પ્રમુખ શ્રી યશવંત શુક્લનો જન્મ ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત
અવસાન
ફેરફાર કરો- ૧૮૫૭ – મંગલ પાંડે, સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ (જ. ૧૮૨૭)
- ૧૮૯૪ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, વંદે માતરમ્ ના રચયિતા, ભારતીય નવલકથાકાર, કવિ, નિબંધકાર અને પત્રકાર (જ. ૧૮૩૮)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- બુદ્ધનો જન્મદિવસ (Buddha's Birthday), જાપાન માં