યશવંત સિન્હા (6 નવેમ્બર, 1937માં પટનામાં જન્મેલા[૧]) એ એક ભારતીય રાજકારણી છે અને ભારતના પૂર્વ નાણા પ્રધાન (1990 - 1991માં વડાપ્રધાન ચંદ્રશેખર અને માર્ચ 1998-જુલાઈ 2002 દરમિયાન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં)[૨] અને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં વિદેશ પ્રધાન (જુલાઈ 2002 - મે 2004)[૩] રહી ચૂ્ક્યા છે. હાલમાં ભારતના સૌથી મોટા વિપક્ષ ભારતીય જનતા પક્ષના તેઓ વરિષ્ઠ નેતા છે.

યશવંત સિન્હા
અંગત વિગતો
જન્મ૦૬-૦૯-૧૯૩૭
પટના, બિહાર, બ્રિટીશ ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
સંતાનોજયંત સિન્હા, સુમંત સિન્હા
ધર્મહિંદુ

પ્રારંભિક જીવન ફેરફાર કરો

તેઓનો જન્મ અને શિક્ષણ બિહારના પટનામાં થયા હતા, 1958માં તેમણે પોલિટિકલ સાયન્સમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી.[૧] બાદમાં તેઓએ 1960 સુધી પટના યુનિવર્સિટીમાં આ જ વિષય પર શિક્ષણ આપ્યું હતું. 2009માં લોકસભા ચૂંટણીમાં મળેલી હાર સંદર્ભે પક્ષની કાર્યવાહી અંગે અસંતુષ્ટ હોવાનું જાહેર કરતા તેમણે બીજેપીના ઉપ-પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.

સનદી કારકિર્દી ફેરફાર કરો

યશવંત સિન્હા 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા હતા અને તેમના આ સેવાકાળ દરમિયાન વિવિધ મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેમણે 4 વર્ષ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (વિભાગીય ન્યાયાધીશ) અને ડિસ્ટ્રિક્ટ - મેજિસ્ટ્રેટ (જિલ્લા ન્યાયાધીશ) તરીકે ફરજ બજાવી. 2 વર્ષ માટે બિહાર સરકારના નાણા મંત્રાલયમાં ઉપસચિવ અને નાયબ સચિવ રહી ચૂક્યા છે, જે બાદ તેમણે ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં નાયબ સચિવ તરીકે કામગીરી બજાવી. 1971થી 1973 સુધી જર્મનીના બૉન સ્થિત ભારતીય દૂતાવાસમાં પ્રથમ સચિવ (વાણિજ્યિક) રહ્યા હતા. ત્યાબાદ તેઓ 1973થી 1974 સુધી ફ્રાન્કફુ્ર્ટમાં ભારતના જનરલ કૉન્સલ (મહાવાણિજ્ય દૂત) રહ્યા હતા.આ ક્ષેત્રમાં સાત વર્ષની કામગીરી દરમિયાન તેમણે વિદેશ વ્યાપાર અને યુરોપના આર્થિક સમુદાયો સાથેના ભારતના સંબંધો અંગે અનુભવ મેળવ્યો. ત્યાર બાદ, બિહાર સરકારમાં ઔદ્યોગિક માળખાકીય વિભાગ તેમજ ભારત સરકારમાં ઉદ્યોગ મંત્રાલય સાથે કામ કર્યું. આ દરમિયાન તેમણે વિદેશી ઔદ્યોગિક સહયોગીઓ, તકનિકી આયાત, માનવ સંપદા અધિકારો અને ઔદ્યોગિક પરવાનાઓ સંદર્ભે મહત્વના કાર્યો કર્યા. 1980થી 1984 સુધી તેઓ ભારત સરકારમાં ભૂતળ વાહનવ્યવહાર મંત્રાલયમાં સંયુક્ત સચિવ રહ્યા હતા, આ દરમિયાન તેમની મુખ્ય જવાબદારીઓ માર્ગ વાહનવ્યહાર, બંદરો અને શિપિંગ અંગેની હતી.

રાજકીય કારકિર્દી ફેરફાર કરો

જનતા દળ ફેરફાર કરો

1984માં યશવંત સિન્હાએ ભારતીય વહીવટી સેવામાંથી રાજીનામું આપ્યું અને જનતા પક્ષના સભ્ય તરીકે સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. 1986માં તેમને પક્ષના અખિલ-ભારતીય મહાસચિવ તરીકે નિમવામાં આવ્યા, અને 1988માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા(1988માં ભારતીય સંસદની રાજ્યસભા) 1989માં જ્યારે જનતા દળની સ્થાપના થઈ ત્યારે તેઓ પક્ષના મહાસચિવ નિમાયા.નવેમ્બર 1990થી જુન 1991માં ચંદ્રશેખરના મંત્રીમંડળમાં તેમણે નાણાપ્રધાન તરીકે કામગીરી કરી.

બીજેપી (BJP) ફેરફાર કરો

જુન 1996માં તેઓ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા બન્યા. માર્ચ 1998માં તેમને નાણા પ્રધાન બનાવવામાં આવ્યા. 22 મે, 2004માં નવી સરકારનું શાસન ન આવ્યું, ત્યાં સુધી તેઓ વિદેશ પ્રધાન રહ્યા. તેમણે બિહારની લોક સભા બેઠક હજારીબાગ (હવે ઝારખંડમાં)નું પ્રતિનિધિત્વ કર્યું (ભારતીય સંસદની લોકસભા) જોકે અદ્દભૂત સમીકરણોને પગલે 2004ની ચૂંટણીમાં હજારીબાગ બેઠક પરથી યશવંત સિન્હાનો પરાજય થયો હતો. 2005માં તેમણે સંસદમાં પુન:આગમન કર્યું. 13 જુન, 2009માં બીજેપીના ઉપ-પ્રમુખ પદેથી તેમણે રાજીનામું આપ્યું.[૪]

નાણા પ્રધાન ફેરફાર કરો

 
પૂર્વિય એશિયાની 2008 વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાષણ આપતા સિન્હા

જસવંત સિંહ સાથે મંત્રાલયની ફેરબદલ કરી ત્યાર બાદ, 1 જુલાઈ, 2002 સુધી યશવંત સિન્હા નાણાપ્રધાન રહ્યા હતા. સિન્હાએ તેમના કાર્યકાળ દરમિયાન સરકારની મહત્વની નીતિઓને પરત ખેંચી હતી, જે માટે વ્યક્તિગત રીતે તેમની ખૂબ ટીકા થઈ હતી[૧] સંગ્રહિત ૨૦૦૫-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન. આમ છતાં ઘણા મહત્વના સુધારાઓ માટે વ્યાપકપણે સિન્હાને શ્રેય આપવામાં આવ્યો, જેમણે ભારતીય અર્થતંત્રને મજબૂત વિકાસના પથ પર આગળ ધપાવ્યું. જેમાં વાસ્તવિક વ્યાજદરોમાં ઘટાડો, નાણાંધિરાણ પર વેરામાં ઘટાડો, ટેલિ કમ્યુનિકેશન ક્ષેત્રને મુક્તિ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંડળને ભંડોળ દ્વારા મદદ અને પેટ્રોલિયમ મંત્રાલયને નિયમન મુક્ત કરવા વિગેરે સમાવિષ્ટ હતા.

સાંજના 5 વાગ્યે ભારતીય બજેટ રજૂ કરવાની 53 વર્ષ જૂની પરંપરા તોડવાનાર સિન્હા પ્રથમ નાણા પ્રધાન હતા, બ્રિટિશ શાસન કાળથી ચાલી આવતી આ પ્રક્રિયા પ્રમાણે બ્રિટિશ સંસદને અનુકુળ સમય (1130a GMT) પ્રમાણે ભારતીય બજેટ રજૂ કરવામાં આવતું, નહિ કે ભારતીય સંસદ માટે અનુકૂળ સમયે. સિન્હાએ નાણા પ્રધાન તરીકેના પોતાના વર્ષોના વ્યાપક હિસાબ માટે શીર્ષક આપ્યું હતું "'એક સ્વદેશી સુધારકના જાહેર નિવેદનો'".[૫]

અંગત જીવન ફેરફાર કરો

યશવંત સિન્હા વાંચન, બાગકામ અને લોકોને મળવા સહિતના વિવિધ વ્યાપક વિષયોમાં રસ ધરાવે છે. તેમણે મોટા પાયે પ્રવાસ કર્યો છે, તેમજ અનેક રાજકીય અને સામાજિક પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કર્યું છે. ઘણી વાટાઘાટોમાં તેમણે દેશ તરફથી મહત્વની ભૂમિકા ભજવી છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Yashwant Sinha, a profile:Finance Minister, Government of India". મેળવેલ 2007-09-30.
  2. "Yashwant Sinha gets finance, Advani home (Indian Express)". મેળવેલ 2007-09-30.[હંમેશ માટે મૃત કડી]
  3. "Indian government reshuffled". BBC News. 2002-07-01. મેળવેલ 2007-09-30.
  4. "યશવંત સિન્હાએ બીજેપીના ઉપ પ્રમુખ પદ છોડ્યું". મૂળ માંથી 2009-06-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-03-21.
  5. Confessions of a Swadeshi reformer at publisher site. મેળવેલ 2008-11-04.[હંમેશ માટે મૃત કડી]
પુરોગામી ભારતના નાણાંમંત્રી
નવેમ્બર ૧૯૯૦–જુન ૧૯૯૧
અનુગામી
મનમોહન સિંહ
પુરોગામી ભારતના નાણાંમંત્રી
માર્ચ ૧૯૯૮–જુલાઈ ૨૦૦૨
અનુગામી
જસવંત સિંહ
પુરોગામી ભારતના વિદેશ મંત્રી
જુલાઈ ૨૦૦૨–મે ૨૦૦૪
અનુગામી
નટવર સિંહ