રણછોડદાસ પગી
રણછોડદાસ પગી, જેઓ રણછોડદાસ રબારી (૧૯૦૧- ૧૭ જાન્યુઆરી ૨૦૧૩) તરીકે પણ ઓળખાય છે, જેમણે ભારતીય ભૂમિસેનાને યુદ્ધોમાં ભોમિયા તરીકે મદદ કરી હતી.
રણછોડદાસ પગી | |
---|---|
જન્મ | ૧૯૦૧ બનાસકાંઠા જિલ્લો |
મૃત્યુ | ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ |
જીવન
ફેરફાર કરોતેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વતની હતા.[૧]
કારકિર્દી
ફેરફાર કરોભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુદ્ધ પહેલાં પાકિસ્તાની લશ્કરે કચ્છ વિસ્તારના ઘણાં ગામો કબ્જે કરી લીધાં હતાં.[૨] રણછોડદાસે આ વિસ્તારોની મુલાકાત લઇને[૩][૪] ગ્રામ્યજનો અને પોતાના સંબંધીઓ પાસેથી મહત્વની જાણકારી મેળવીને ભારતીય સૈન્યને ઘણી મહત્વની મદદ કરી હતી.[૫] તેમણે કરેલા ઉત્તમ કાર્યોમાં ઘોર અંધારા જંગલમાં છુપાયેલા ૧૨૦૦ જેટલા દુશ્મન સૈનિકોની શોધનો સમાવેશ થાય છે.[૧] તેમના પ્રયત્નોના કારણે ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધો દરમિયાન હજારો સૈનિકોનો બચાવ થયો હતો એમ મનાય છે.
અવસાન
ફેરફાર કરોતેઓ ૧૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ૧૧૨ વર્ષની વયે અવસાન પામ્યા હતા.[૧][૬]
સન્માન
ફેરફાર કરોભારતના સીમા સુરક્ષા બળે (બીએસએફ) તેમના નામ પરથી એક ચોકીને નામ આપ્યું છે. તેમને પોલીસ અને સીમા સુરક્ષા દળ બંને દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭] તેમને સંગ્રામ મેડલ, પોલીસ મેડલ અને સમર સેવા સ્ટાર પુરસ્કારો એનાયત કરાયા હતા.[૮][૫] ૨૦૦૭માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડે પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.[૫]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "કચ્છના રણમાં એકલા રણછોડ પગી પાકિસ્તાની સેના ઉપર ભારી પડ્યા". Ba Bapuji. મૂળ માંથી 2020-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-17.
- ↑ R. D. Pradhan (૨૦૦૭). 1965 War, the Inside Story: Defence Minister Y.B. Chavan's Diary of India-Pakistan war. પૃષ્ઠ ૨૩. ISBN 81-269-0762-2.
- ↑ General Harbakhsh Singh, War Despatches: Indo-Pak Conflict, 1965, page 122
- ↑ "Unheard story of the 112 year old hero of Indian Army. - KenFolios". KenFolios (અંગ્રેજીમાં). ૨૧ જૂન ૨૦૧૫. મૂળ માંથી 2017-02-06 પર સંગ્રહિત. મેળવેલ ૬ ફેબ્રુઆરી ૨૦૧૭.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ "Centenarian Tracker Ready to Serve Army Again". મેળવેલ 2020-06-16.
- ↑ "1200 पाकिस्तानी सैनिकों पर भारी पड़ गया था यह हिंदुस्तानी हीरो". મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૬.
- ↑ "Ranchhod Rabari: The Grand Old Pagi". The Times of India. ૨૫ મે ૨૦૧૪. મૂળ માંથી 2016-08-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૬.
- ↑ "This Unsung Rabari Herder From Kutch Played a Key Role in Two Indo-Pak Wars". The Better India (અંગ્રેજીમાં). 2018-06-20. મેળવેલ 2020-06-16.