રણજીત સિંઘ દયાલ
રણજીત સિંઘ દયાલ એ ભારતીય ભૂમિસેનાના સેવાનિવૃત્ત જનરલ અને વહીવટકર્તા હતા. તેમણે સૈન્ય અધિકારી તરીકે ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન હાજી પીરનો ઘાટ કબ્જે કરવાની કાર્યવાહીનું નેતૃત્વ કર્યું હતુ. તેમણે ઓપરેશન બ્લુ સ્ટારની યોજના પણ બનાવી હતી અને ભૂમિસેનાના દક્ષિણ કમાન્ડનું જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ ના હોદ્દા પર રહી અને નેતૃત્વ કર્યું હતું. સૈન્યમાંથી નિવૃત્તિ મેળવ્યા બાદ તેઓ પોંડિચેરી અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના ઉપરાજ્યપાલના હોદ્દા પર પણ રહ્યા હતા.
રણજીત સિંઘ દયાલ એમવીસી | |
---|---|
જન્મ | તુકાર બોધની, પંજાબ, અંગ્રેજ ભારત (હાલમાં હરિયાણામાં સ્થિત) | 15 November 1928
મૃત્યુ | ૨૯ જાન્યુઆરી ૨૦૧૨ પંચકુલા, હરિયાણા, ભારત |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
હોદ્દો | લેફ્ટનન્ટ જનરલ |
યુદ્ધો | ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | મહાવીર ચક્ર પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક |
પત્નિ | બરિન્દર કૌર દયાલ |
અન્ય કાર્યો | પુડ્ડુચેરીના રાજ્યપાલ (૧૯૮૮-૧૯૯૦) અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના (૧૯૯૦-૧૯૯૩) |
શરુઆતનું જીવન
ફેરફાર કરોદયાલનો જન્મ અંગ્રેજ તાબા હેઠળના ભારતના પંજાબ રાજ્યમાં (હાલમાં કુરુક્ષેત્ર જિલ્લો, હરિયાણા) શીખ પરિવારમાં થયો હતો.[૧] તેમના પિતા સરદાર બહાદુર રિસાલદાર રામ દયાલ સિંઘ અને ભાઈ રત્તન સિંઘ દયાલ પણ સૈન્યમાં હતા. તેમના ભાઈને શ્રેષ્ઠ સેવા ચંદ્રક એનાયત થયો હતો.[૨]
સૈન્ય કારકિર્દી
ફેરફાર કરોદયાલનો શાળાકીય અભ્યાસ રાષ્ટ્રિય સૈન્ય શાળા, ચૈલ ખાતેથી થયો. તેમણે ૧૯૪૨માં સ્નાતકની પદવી હાંસલ કરી અને ૧૯૪૬માં રાષ્ટ્રિય સૈન્ય અકાદમિ, દહેરાદુન ખાતે જોડાયા. તેઓ તાલીમના અંતે પંજાબ રેજિમેન્ટમાં નિયુક્ત થયા જે પાછળથી પેરાશુટ રેજિમેન્ટમાં બદલવામાં આવી અને તેને ૧લી પલટણ પેરાશુટ રેજિમેન્ટ (ખાસ દળો) નામ અપાયું. આ પલટણ ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ૫૦મી સ્વતંત્ર પેરાશુટ બ્રિગેડના નેજા હેઠળ લડી. ૧૯૫૯થી ૧૯૬૨ દરમિયાન દયાલ તેમની પલટણ સાથે નેફા (હાલનું અરુણાચલ પ્રદેશ)માં નિયુક્ત હતી. ત્યારબાદ તેમણે રક્ષા સેવા સ્ટાફ મહાવિદ્યાલય ખાતે તાલીમ મેળવી અને ૫૦મી સ્વતંત્ર છત્રીદળ બ્રિગેડમાં બ્રિગેડ મેજરના પદ પર નિયુક્તી મેળવી. ત્યારબાદ ૧લી પેરાશુટ રેજિમેન્ટ પલટણ ઉરી વિસ્તારમાં તૈનાત થઈ અને દયાલના હાથમાં તેનું ઉપસુકાન આવ્યું. અ પલટણના કમાન અધિકારીનું પદ તેમણે ૧૯૬૫-૧૯૬૮ વચ્ચે સંભાળ્યું. તે દરમિયાન પલટણ આગ્રા અને જમ્મુ અને કાશ્મીર ખાતે તૈનાત હતી.
૧૯૬૫ના યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ ૧લી પેરાશુટ રેજિમેન્ટ પલટણની ટુકડીએ હાજી પીરનો ઘાટ કબ્જે કર્યો જે યુદ્ધના અંતે તાશ્કંદ સમજૂતી અંતર્ગત પાછો પાકિસ્તાનને સોંપવામાં આવ્યો.[૩] પશ્ચિમ કમાન્ડના વડા હરબક્ષ સિંઘની મૂળ યોજના અનુસાર સેનાએ હાજી પીરના ઘાટના માર્ગમાં પડતા રુસ્તાન અને બડોરી કબ્જે કરવાના હતા. રણજીત સિંઘની પલટણને ઓપરેશન જિબ્રાલ્ટર અંતર્ગત થઈ રહેલી દુશ્મનોની ઘૂસણખોરી રોકવા માટે શંક, સર અને લેડવાલી ગલી કબ્જે કરવા આદેશ આપાયો હતો. પરંતુ, ૨૫/૨૬ ઓગષ્ટની રાતમાં શંક પર કરવામાં આવેલ હુમલો અસફળ રહ્યો અને ભારતે ૧૮ સૈનિકો ગુમાવ્યા.[૪] રણજીત સિંઘની ટુકડીએ આ સ્થળને આગામી રાત્રિએ પોતાના કબ્જામાં સફળતાપૂર્વક લીધું અને ૨૭/૨૮ની રાત્રિએ પોઇન્ટ ૧૦૩૩ને કબ્જે કર્યો. તે દરમિયાન રુસ્તાન અને બેદોરી પરના અન્ય પલટણો દ્વારા કરાયેલા ચાર હુમલા નિષ્ફળ રહ્યા. રણજીત સિંઘે આ કાર્યવાહીને પાર પાડવા તૈયારી બતાવી અને ૨૭ ઓગષ્ટના રોજ તેમને આ જવાબદારી સોંપાઈ. તેમની ટુકડી ખોરાક સ્વરુપે ફક્ત શક્કરપારા અને બિસ્કુટ લઈ અને હૈદરાબાદ નાલાના માર્ગે આગળ વધી.[૩] તેમની ટુકડી પર પાકિસ્તાનીઓએ ગોળીબાર કર્યો પણ અણધારા વરસાદને કારણે તેમનો બચાવ થઈ ગયો. તે દરમિયાન તેઓએ એક ઘરમાંથી કેટલાક પાકિસ્તાની સૈનિકોને બંદી બનાવ્યા અને તેમના હથિયારો લઈ અને તેમને ભાર ઉંચકવાના કામ પર લગાવ્યા. ૨૮ ઓગષ્ટની રાત્રિએ ટુકડીએ આશરે ૪,૦૦૦ ફુટની ચઢાઈ કરી અને આખરી હુમલો કર્યો. આ હુમલો સફળ રહ્યો અને હાજી પીર ઘાટ પર ભારતનો કબ્જો થયો. આ કાર્યવાહી માટે દયાલને મહાવીર ચક્ર (પુરસ્કાર) એનાયત કરવામાં આવ્યો.
૧૯૮૪માં ઓપરેશન બ્લુ સ્ટારની કાર્યવાહી માટે દયાલને પંજાબના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમને સંપૂર્ણ કાર્યવાહીના વડા બનાવવામાં આવ્યા.[૫] તે સમયે તેઓ સૈન્યના પશ્ચિમ કમાન્ડના ઉપવડા હતા. તેમણે કુલદીપ સિંઘ બ્રાર અને કૃષ્ણાસ્વામી સુંદરજી સાથે મળી અને અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ખાલિસ્તાની આતંકવાદીઓને મારી હટાવવા યોજના તૈયાર કરી હતી. ૨૦૦૫માં બબ્બર ખાલસા આતંકવાદી જૂથના વડા જગતાર સિંઘ હવારા દ્વારા મોકલાયેલ બે આતંકવાદીઓને ઓપરેશન બ્લુ સ્ટાર માટે દયાલની હત્યા કરવા મોકલવામાં આવ્યા જેમની ધરપકડ ચંદીગઢ પોલીસ દ્વારા કરવામાં આવી.[૬]
રણજીત સિંઘ દક્ષિણ કમાન્ડના વડા બન્યા અને તેઓ પંજાબ રેજિમેન્ટના અફસર મંડળના વડા ૨૦૦૮માં બન્યા.[૭]
વહીવટી કારકિર્દી
ફેરફાર કરોરણજીત સિંઘ પુડ્ડુચેરી અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહના ઉપરાજ્યપાલના હોદ્દા પર પણ નિયુક્ત રહ્યા છે.[૧]
આખરી દિવસો
ફેરફાર કરોતેમના જીવનના આખરી દિવસોમાં જનરલ સિંઘને કર્કરોગનું નિદાન કરવામાં આવ્યું. તેમનું મૃત્યુ કમાન્ડ હોસ્પિટલ, પંચકુલા ખાતે ૨૯ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ થયું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Lt. Governor condoles death of Lt Gen (Retd) Ranjit Singh Dyal, PVSM, MVC" (પ્રેસ રિલીઝ). Andaman and Nicobar Administration. 2012-01-30. http://db.and.nic.in/pressarchives/fileuploaded/file.php?id=300112.
- ↑ "Lt. Gen. Ranjit Singh Dyal (obituary)". The Times of India. 2012-02-03. મેળવેલ 2012-02-06.Check date values in:
2012-02-03
(help) - ↑ ૩.૦ ૩.૧ "Haji Pir conqueror says handing it back to Pak was a mistake". rediff.com. 2002-12-22. મેળવેલ 2012-02-06.Check date values in:
2002-12-22
(help) - ↑ "Hajipir Pass victory, it's only in history". The Times of India. 2002-09-08. મેળવેલ 2012-02-06.Check date values in:
2002-09-08
(help) - ↑ "Temple Raid: Army's Order was Restraint". The New York Times. 1984-06-15. મેળવેલ 2012-02-06.Check date values in:
1984-06-15
(help) - ↑ "Bluestar general on hit list". 2005-07-17. મૂળ માંથી 2014-02-25 પર સંગ્રહિત. મેળવેલ 2012-02-06.Check date values in:
2005-07-17
(help) - ↑ "Punjab Regt Officers' Assn set up". Chandigarh: The Tribune. 2008-03-28. મેળવેલ 2012-02-06.Check date values in:
2008-03-28
(help)