આજી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની મહત્વની નદી છે. આજી નદી રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના લોધિકા ગામ પાસેના ડુંગરામાંથી નીકળી, જામનગર જિલ્લાના જોડિયા તાલુકા નજીક કચ્છના અખાત (અરબી સમુદ્ર)માં ભળી જાય છે.[૧]

આજી નદી
નદી
રેલ્વે પુલ પરથી દેખાતી આજી નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
વિસ્તાર સૌરાષ્ટ્ર
જિલ્લાઓ રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો
ઉપનદીઓ
 - ડાબે ડોન્ડી નદી, ન્યારી નદી
 - જમણે લાલપરી નદી
શહેર રાજકોટ
સ્થળ સીમાચિહ્નો આજી બંધ ૧ (આજી બંધ ૨) ( આજી બંધ ૩)
સ્ત્રોત
 - સ્થાન લોધિકા, રાજકોટ જિલ્લો, ગુજરાત, ભારત
મુખ કચ્છનો અખાત, અરબી સમુદ્ર
 - સ્થાન રણજીતપર, જામનગર, ગુજરાત, ભારત
લંબાઈ ૧૦૨ km (૬૩ mi)
રાજકોટ શહેરમાંથી વહેતી આજી નદી

કુલ ૧૦૨ કિલોમીટર લંબાઇ ધરાવતી આજી નદી રાજકોટ જિલ્લામાં ૬૩ કિલોમીટર અને જામનગર જિલ્લામાં ૪૨ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડે છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પુરું પાડતી આજી નદી પર ચાર નાના-મોટા બંધ બાંધવામાં આવેલા છે. જે પૈકી મુખ્ય બંધ આજી ડેમ રાજકોટ શહેર પાસે આવેલો છે.

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદી જળશુધ્ધીકરણ યોજનાની શરુઆત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા આજી નદીની આસપાસ પાકા પાળાનું બાંધકામ તેમ જ વૃક્ષોના વાવેતરનું કાર્ય પણ શરુ કરવામાં આવ્યું છે.

સંદર્ભફેરફાર કરો

  1. "આજી નદી". Retrieved ૧૫ માર્ચ ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)