રાજકોટ બ્રિટીશ રાજના સમયગાળા દરમિયાન ભારતના રજવાડાંઓમાંનું એક રજવાડું હતું. બોમ્બે પ્રેસિડેન્સીની પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીનું તે ૯ તોપોની સલામી ઝીલતું રાજ્ય હતું.[૧] તેની રાજધાની રાજકોટમાં હતી, જે આજી નદીના કાંઠે સૌરાષ્ટ્રના ઐતિહાસિક હાલાર પ્રદેશમાં સ્થિત છે. વર્તમાનમાં રાજકોટ ગુજરાત રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે. આ જાડેજા વંશ શાસિત ૬ઠ્ઠું સૌથી મોટું રાજ્ય હતું.

રાજકોટ રજવાડું
બ્રિટીશ ભારત

૧૬૨૦–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
રાજકોટનું સ્થાન
સૌરાષ્ટ્રમાં રાજકોટનું સ્થાન
ઐતહાસિક તવારીખ મુઘલ યુગ, બ્રિટીશ રાજ
 •  સ્થાપના ૧૬૨૦
 •  ભારતીય સંઘમાં જોડાણ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૯૩૧ ૭૩૦ km2 (૨૮૨ sq mi)
વસ્તી
 •  ૧૯૩૧ ૭૫,૫૪૦ 
વસ્તી ગીચતા ૧૦૩.૫ /km2  (૨૬૮ /sq mi)
રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજ બીજા.

રાજકોટ રજવાડાંની સ્થાપના ઇ.સ.૧૬૨૦માં વિભોજી અજોજી જાડેજાએ કરી હતી, જેઓ નવાનગરના જામ સતાજીના પૌત્ર હતા. તેમની સ્થાપના પહેલાં આ પ્રદેશ સરધાર નામના રજવાડાંનો ભાગ હતો. વર્ષ ૧૯૪૭માં ભારતના બ્રિટન થી આઝાદ થયા બાદ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ કાઠિયાવાડના જાડેજા રાજ્યોની સાથે રાજકોટે પણ ભારત સંઘ સાથે વિધીવત જોડાણ કર્યું હતું.[૨]

સંદર્ભોફેરફાર કરો