રાણી સિપ્રીની મસ્જીદ
રાણી સિપ્રીની મસ્જીદ અથવા મસ્જીદ-એ-નગીના, અથવા પૂર્વે રાની અસ્નીની મસ્જીદ એ મધ્યયુગીન ભારતના ગુજરાતમાં અમદાવાદ શહેરની કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદ છે. આ મસ્જીદની સ્થાપના ગુજરાતના શાસક, મહમદ બેગડાની હિંદુ મહારાણી, રાણી સિપ્રી દ્વારા ૧૫૧૪ માં કરવામાં આવી હતી. તેની દીવાલો પર જટિલ જાળીદાર કોતરણીઓને કારણે તેને મસ્જિદ-એ-નગીના (મસ્જિદના રત્ન) તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૬-૦૭ માં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના વિસ્તરણ માટે આ સ્મારકનો ભાગ તોડી નાખવાની દરખાસ્ત કરી હતી.[૧]
રાણી સીપ્રીની મસ્જીદ | |
---|---|
રાણી સીપ્રીની મસ્જીદ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′02″N 72°35′25″E / 23.017222°N 72.590278°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ |
સ્થાપત્ય શૈલી | ઇસ્લામીક વાસ્તુ અને મારુ ગુર્જર વાસ્તુ |
પૂર્ણ તારીખ | ૧૫૧૪ |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | 54 ft (16 m) |
ઊંચાઇ (મહત્તમ) | 50 ft (15 m) |
બાંધકામ
ફેરફાર કરોઆ મસ્જિદનું નામ સુલતાન મહમદ બેગડાની હિંદુ રાણી, રાણી સિપ્રિના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈ. સ. ૧૫૧૪ માં જ્યારે તેના પુત્રને કોઈ દુષ્કર્મ માટે રાજાએ મારી નાખ્યો ત્યારે રાણીએ આ મસ્જિદ શરૂ કરાવી. [૨] તેણીના મૃત્યુ પછી રાણીને આ મસ્જિદમાં દફનાવવામાં આવી હતી. મસ્જીદની અંદર, એક જનાના પણ છે, જે મહિલાઓની પ્રાર્થના માટે એક અલગ વિસ્તાર છે. [૩]
સ્થાપત્ય
ફેરફાર કરોલહેરાતા છોડ અને ઝાડ દર્શાવતી જાળીદાર કોતરણી આ સ્મારકનું મુખ્ય આકર્ષણ છે. સીદી સૈયદની જાળી અને સરખેજ રોઝા જેવા શહેરના અન્ય ઇસ્લામિક સ્થાપત્ય સ્મારકો સમાન આ જાળીનું કામ પણ જટીલ છે
ચિત્રો
ફેરફાર કરો-
રાણી સિપ્રીની મસ્જિદ
-
મકબરાનું ચિત્ર, ૧૮૯૦
-
સમાધિના પાયા પરની કોતરણી
-
મસ્જિદ અને સમાધિ
-
મસ્જિદનો દક્ષિણ છેડો, 1866
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "BJP Once Tried to Destroy the Ahmedabad Heritage It Is Now Celebrating". The Wire. મેળવેલ 2019-11-24.
In 2006-07, the Ahmedabad Municipal Corporation (AMC) under the BJP wanted to demolish sections of two Islamic monuments, both of which were over 400 years old – for road expansion. One of the mosques, the Rani Sipri mosque built in 1514, was already an Architectural Survey of India (ASI) protected monument, while the other, the Siraji Saiyed Mosque and the adjoined Dargah at Khajurivali Masjid did not figure on that list.
- ↑ "Yreach article". મૂળ માંથી 2012-06-09 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-30.
- ↑ "Web India article".