રાવ રાયધણ તૃતીયજાડેજા રાજપૂત વંશના કચ્છના રાજા (રાવ) હતા. તેઓ ૧૭૭૮માં કચ્છના રાજ્યની ગાદી પર આવ્યા [] અને ૧૭૮૬માં તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા ત્યાં સુધી શાસન કર્યું હતું. તેમણે ફરીથી ૧૮૦૧થી ૧૮૧૩ સુધી બાર ભાયાતની જમાતના વડા તરીકે કચ્છના રાજવી તરીકે શાસન કર્યું.

રાયધણ તૃતીય
કચ્છના મહારાજા, કચ્છના રાઓ
પહેલો શાસન કાળ૧૭૭૮ – ૧૭૮૬
પુરોગામીગોડજી દ્વિતીય
અનુગામીરાવ પૃથ્વીરાજજી
બીજો શાસન કાળ૧૮૦૧ − ૩૦ ઑક્ટોબર ૧૮૧૩
પુરોગામીરાવ પૃથ્વીરાજજી
અનુગામીબાર ભાયાતની જમાત
બાર ભાયાતોની જમાતના કારભારીફતેહ મોહમ્મદ
જન્મ૧૭૬૩
મૃત્યુ૩૦ ઑક્ટોબર ૧૮૧૩
વંશજાડેજા રજપૂત

શાસન કાળ

ફેરફાર કરો

પ્રથમ શાસનકાળ (૧૭૭૮-૧૭૮૬)

ફેરફાર કરો

૧૭૭૮માં જ્યારે કચ્છ રાજ્યમાં અસ્થિરતા હતી અને યુદ્ધને કારણે આવક સંપૂર્ણ વ્યય થઈ ગઈ હતી ત્યારે પંદર વર્ષની વયે રાયધણ તૃતીય તેમના પિતા ગોડજી દ્વિતીયના અનુગામી બની ગાદીએ આવ્યા. તેમની માતાના પ્રભાવ હેઠળ, તેમણે લોહાણા જ્ઞાતિના દેવચંદને મંત્રી તરીકે નિયુક્ત કર્યા. તેમણે ભૂતપૂર્વ શાસનમાં પન કચ્છ રાજ્યનું સંચાલન કર્યું હતું. એક દિવસ રાવના અંગ રક્ષક દ્વારા શંકાના આધારે દેવચંદને ધરપકડ કરવામાં આવી અને તેના થોડા સમય પછી, અંજાર, મુન્દ્રા અને રાપર પર વ્યવસ્થાપન ધરાવતા તેના ત્રણ ભાઈઓને પકડીને ભુજ લાવવામાં આવ્યા. અહીં દેવચંદ સહિત આખા પરિવારને મૃત્યુ દંડ આપવામાં આવ્યો. ત્યાર બાદ રાવની માતાનું ટૂંક સમયમાં અવસાન થયું અને રાજ્યમાં ફરીથી અરાજકતા છવાઈ. [] રાવે ભુજના રાજ્યપાલ સીદી મેરીચને પોતાના મંત્રી તરીકે નિયુક્ત કર્યા. ત્યારે વાઘા પારેખ નામના વાણિયાએ પત્રીના વડા જાડેજા પર હુમલો કરી તેની હત્યા કરીને તેનો કિલ્લો કબજે કર્યો. [] સીદી મેરીચે રાયધણના વર્તન થકી પારેખના આ પગલાને ગંભીર અપરાધ માન્યો અને લોકોમાં અણગમતા રાવે પારેખની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસ નિષ્ફળ ગયો. છેવટે ઉમરાવો અને મહેલની મહિલાનું મન જીતનાર વાઘા પારેખે ભાડૂતી સીદી સૈનિકોના આખા રસાલાને દેશવટો અપાવ્યો. પરંતુ વાઘાની આ સફળતા અલ્પજીવી રહી. મસુદ નામનો એક સિદી રાવનો પ્રિય હતો અને તેને કચ્છમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. જેની મદદ વડે વાઘા પારેખને કેદ અને હત્યા કરાવવામાં આવી. []

આ સમયની આસપાસ (૧૭૮૩) જોધપુરના રાજા, લશ્કરના પ્રમુખ બની, અબ્દુલ નબ્બી ખાનને સિંધમાં પુનઃસ્થાપિત કરવા માટે કચ્છમાંથી પસાર થયા, નબ્બી ખાનને તાલપુરાઓએ તેમના રાજ્યમાંથી હાંકી કાઢ્યા હતા. રાજાએ રાવને તેમની મદદ કરવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તે સમયે ભુજમાં ઘણી અરાજકતા હોવાથી રાવે સહાયની મંજૂરી ન આપી અને બીજું કંઈપણ થાય તે પહેલાં, જોધપુરની સેનાને, ચોબારી ખાતે મીર ફતેહ અલી સાથેની આથડામણ પછી વિખરાઈ છિન્ન ભિન્ન થઈ ગઈ અને પીછે હટ કરી. રાયધણને તેની વર્તણૂકને કારણે લોકોમાં નાપસંદ હતો આવામાં તેમના મંત્રી વાઘા પારેખ અચાનક અંજારથી સૈનિકોની ટોળી સાથે ભુજ મહેલના પ્રાંગણમાં ત્રાટક્યા. તેમના આગમનના સમયસર સમાચાર મેળતા, રાવ, તેમના અંગરક્ષકને સંદેશો મોકલીને, મહેલની ટોચ પર ભાગી ગયો, અને સીડી કાપી નાખી. આમ તેના પઠાણોને ભેગા થવા અને તેના બચાવમાં આવવાનો સમય મળ્યો. આ પઠાણોની મદદથી વઘા પારેખની આખી સૈનિક ટોળીનો સંહાર કરી નાખવામાં આવ્યો. આ ક્ષણે રાવ સફળ થયા છતાં આ ઘટના પછી રાવના વર્તને તેના તમામ નોકરો તેમનાથી વિમુખ થઈ ગયા, ત્યારથી કોઈ તેમની સત્તાનો સ્વીકાર ન કરતું. રામજી ખવાસ હેઠળ માંડવી, મેઘજી શેઠના નેતૃત્વમાં અંજાર, અને અન્ય નેતાઓ હેઠળ મુંદ્રા, લખપત જેવા અન્ય કેટલાક નગરો સ્વતંત્ર સ્વતંત્ર બની ગયા. [] મિયાણાઓએ, વિશાળ સંસ્થાઓમાં એકઠા થઈને, બલિયારીમાં (બનીયારી) પોતાનું ઠાણું બનાવ્યું અને, બહાર નીકળીને ચારે બાજુએ લૂંટ ચલાવી. []

રાવે, ભંડોળની અછતમાં, તેના મનપસંદ દરબારી મોહમ્મદ સૈયદ અને સીદી મસુદ દ્વારા એકઠી કરેલી સંપત્તિ કબજે કરી બંનેને ભુજમાંથી કાઢી મૂક્યા. આ પછી તરત જ અંજારના મેઘજી શેઠે મહેલના દરવાજા કબજે કર્યા અને રાવને શરણે થવાની ફરજ પાડી, તેને નજરકેદમાં મૂકવામાં આવ્યા (૧૭૮૬). રાયધણ ધાર્મિક કટ્ટરપંથી બની ગયા હતા અને તેઓ પ્રજાને ઇસ્લામમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરતા જેણે તેમની વિરુદ્ધના બળવોને વધુ વેગ આપ્યો. []

જમાદારો અને મેઘજી શેઠે, રાયધણના નાના ભાઈ પૃથ્વીરાજજીને ઉછેર્યા. તેઓ પુખ્ત વયે પહોંચે ત્યાં સુધી રાજ કાર્ભાર ચલાવવા મેઘજી શેઠ અને ડોસલ વેણે સાથે મળી બાર ભાયાતની જમાત (બાર ભાઈઓની જમાત) તરીકે ઓળખાતી એક પરિષદની નિમણૂક કરી. આ પરિષાદે ૧૭૮૬ થી ૧૮૦૧ સુધી ફતેહ મોહમ્મદ હેઠળ રાજ્ય પર શાસન કર્યું. પરિષદે રાજ્યને સ્થિર કર્યું. ૧૮૦૧માં જ્યારે પૃથ્વિરાજજી પુખ્ત વયના થયા અને વહીવટ સંભાળ્યો ત્યારે ફતેહ મોહમ્મદ અંજારમાં નિવૃત્ત થયા.

દ્વિતીય શાસનકાળ (૧૮૦૧-૧૮૧૩)

ફેરફાર કરો

પૃથ્વીરાજજીના મૃત્યુ પછી તેમના ભાઈ રાયધણ તૃતીયએ ફરી સત્તા પર આવવાનો આગ્રહ રાખ્યો. તેણે મંત્રી હંસરાજને મારી નાખવાનો પ્રયાસ કર્યો, જેમણે તેમને માંડવી ભાગી જવા મદદ કરી તેનો જીવ બચાવ્યો હતો. રાયધણ છેવટે સ્વતંત્ર રાજા બન્યા પરંતુ તેમની પાસે કોઈ ભંડોળ નહોતું, અને થોડા સમયમાં જ, હંસરાજને મદદ માટે બોલાવવાની તેમને ફરજ પડી. હંસરાજ આવ્યા, અને રાયધણને મર્યાદામાં રાખી ભુજ ખાતે સરકાર ચલાવી. આ સમય (૧૮૦૨)ની આસપાસ, તેમણે રાવ રાયધણ અને તેમના સંબંધોને ભરણપોષણ આપવાની શરતે બ્રિટિશ સરકાર હસ્તક કચ્છને સોંપી દેવાનો પ્રસ્તાવ કર્યો. []

આ સમય દરમિયાન, ફતેહ મોહમ્મદ, અંજારમાં શાંત રહીને, પોતાના વેપારને વિસ્તારવામાં અને તુણા ખાતે બંદર સ્થાપવામાં વ્યસ્ત હતો. આ યોજનાઓમાં અને ભાડૂતી સૈનિકોના મોટા જૂથને જાળવવામાં તેણે તેની આવક કરતાં વધુ ખર્ચ કર્યો અને નાણાં એકત્ર કરવા માટે કોઈ માર્ગ શોધીતો હતો. તેણે તેના અનુયાયી આસકરણ પાસેથી મોટી રકમની માંગણી કરી. આથે તેમણે હંસરાજ સાથે ગુપ્ત વાતચીતમાં ચાલુ કરી અને તેમને અંજાર પર હુમલો કરવા આમંત્રણ આપ્યું અને પોતે શહેરમાંથી ભાગીને આવેલા સૈનિકો સાથે જોડાયો. તેઓ એકસાથે અંજાર સામે આગળ વધ્યા; પરંતુ નગર બહાર કેટલાક દિવસો રહ્યા બાદ તેમને ભુજ પરત ફરવાની ફરજ પડી. થોડા સમય પછી, ભુજ ખાતે, આસકરણે હંસરાજની ગેરહાજરીનો લાભ લઈને, મંત્રી પદ મેળવવાના વચનની શરતે, રાવ રાયધણને મુક્ત કર્યો. પરંતુ કચ્છના કોઈ પણ સુબાઓએ આસકરણીની સત્તા ન સ્વીકારી અથવા તેને કરવેરા ન ચૂકવ્યા. તે અંજાર પરના બીજો હુમલો લઈ ગયો પણ તેમાં ફરી નિષ્ફળ જતાં તેણે ફરીથી ભુજ જવું પડ્યું હતું. તેની વસૂલીની રીતોને કારણે લોકો તેની વિરુદ્ધ ઉભા થયા, અને રાવે, તેની વિરુદ્ધની ફરિયાદો સાંભળીને, તેને પકડી મૃત્યુદંડનો આદેશ આપ્યો. આસકરણે મોહમ્મદ પન્નાની મસ્જિદમાં આશ્રય લઈને પોતાનો જીવ બચાવ્યો અને પછી માત્ર બે ઘોડેસવારો સાથે ભાગી ગયો.[] ફતેહ મોહમ્મદે, આસકરણ પરની જીત પછી, ભુજ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું, અને રાવના ભાડૂતી સૈનિકોને તે મૈત્રીપૂર્ણ લાગતા, તેને રાત્રે ગુપ્ત રીતે શહેરમાં દાખલ કરવા દેવામાં આવ્યો. ફતેહ મોહમ્મદને પ્રત્યે સખત અણગમો ધરાવતા રાયધણ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમના સૈનિકો ગુપ્તરીતે શહેરમાં પ્રવેશ્યા હતા, અને ફતેહ મહોમ્મદે ભુજ પર તેનો દાવો મક્કમ કર્યો. ત્યાર બાદ થયેલી લડાઈમાં રાવ રાયધણ ઘાયલ થયા. [] ફતેહ મોહમ્મદે ૧૮૦૪માં ફરીથી સત્તા સંભાળી અને ૫ ઓક્ટોબર ૧૮૧૩ના તેમના મૃત્યુ સુધી જમાત હેઠળ રાજ્યનું સંચાલન કર્યું []

જ્યારે ફતેહ મોહમ્મદનું અવસાન પછી રાયધણે ફરીથી એક મહિના કરતાં ઓછા સમય માટે શાસન કર્યું. તેઓ તાવથી બીમાર થયા અને ૩૦ ઓક્ટોબરે તેમનું અવસાન થયું. મુસ્લિમ રિવાજો સાથે તેમને દફનાવવામાં આવે એવી રાવની ઇચ્છા હતી, પરંતુ તેમના પરિવારે તેમના મૃતદેહનો હિંદુ રીતિ રિવાજ પ્રમાણે અગ્નિસંસ્કાર કર્યો. []

રાજકીય કાર્યાલય

ફેરફાર કરો
રાયધણ તૃતીય
Born: ૧૭૬૩ Died: ૧૮૧૩
રાજવી હોદ્દાઓ
પુરોગામી {{{title}}} અનુગામી
{{{after}}}
પુરોગામી
રાવ પૃથ્વીરાજજી
{{{title}}} અનુગામી
{{{after}}}
પુરોગામી
બાર ભાયાતની જમાત
{{{title}}} અનુગામી
{{{after}}}
  1. ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Cutch" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 147.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, pp. 147–148.
  4. ૪.૦ ૪.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 148.
  5. ૫.૦ ૫.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 149.
  6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 151.
  7. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, pp. 151–152.
  8. ૮.૦ ૮.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 152.
  9. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. 155.

ગ્રંથસૂચિ

ફેરફાર કરો