રીંછડીયા મહાદેવ, અંબાજી
ગુજરાત રાજ્યના દાંતા તાલુકામાં આવેલું મંદિર
રીંછડીયા મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં અંબાજી નજીક આવેલ ભગવાન શિવને સમર્પિત મંદિર છે. અંબાજી થી ખેડબ્રહ્મા જતા ધોરી માર્ગ ઉપર કુંભારીયા દેરાસરથી ર કિલોમીટર જેટલા અંતરે અંતરિયાળ વિસ્તારમાં આ પૌરાણિક મંદિર આવેલ છે. ડુંગરાઓ અને જંગલ વિસ્તારમાં આવેલ આ મંદિરની આસપાસનું વાતાવરણ પણ સુંદર છે. ઘણા યાત્રાળુઓ અહી દર્શનાર્થે આવે છે. વિશેષ કરીને શ્રાવણ માસમાં વધુ ભીડ રહે છે. આ સ્થળ પર લોકો પિકનીક કરવા પણ આવે છે. બાજુમાં એક તળાવ પણ છે.[૧]
મેળો
ફેરફાર કરોદર વર્ષે ભાદરવા મહિનાની પુનમે અહીં ભવ્ય મેળો ભરાય છે. દર માસની પુનમના દિવસે પણ અહીં મોટો પ્રમાણમાં માનવ-મહેરામણ દર્શનાર્થે ઉમટી પડે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "બનાસકાંઠા જીલ્લા પંચાયત | જીલ્લા વિષે | જોવાલાયક સ્થળો | રીંછડીયા મહાદેવ". banaskanthadp.gujarat.gov.in. મૂળ માંથી 2011-09-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.