ખેડબ્રહ્મા

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું એક નગર

ખેડબ્રહ્મા (audio speaker iconઉચ્ચાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.[૨] તે ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ, જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે જાણીતું છે.

ખેડબ્રહ્મા
—  નગર  —
બ્રહ્મા મંદિર, ખેડબ્રહ્મા
બ્રહ્મા મંદિર, ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°1′42″N 73°2′29″E / 24.02833°N 73.04139°E / 24.02833; 73.04139
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
વસ્તી ૨૫,૦૦૧[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૧.૦૯૧૭૦૩૦૫૬૭૬૮૬ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
 • • પીન કોડ • ૩૮૩૨૫૫
  • ફોન કોડ • +૯૧ ૨૭૭૫
  વાહન • GJ 9

એવી માન્યતા છે કે બ્રહ્મા એ અહીં ખેડાણ કર્યું હતું, જેમાંથી હાલની હરણાવ નદી પ્રગટ થઇ હતી.[૩]

 
મહીકાંઠા એજન્સીમાં ખેડબ્રહ્મા, બ્રિટિશ ભારત, ૧૮૭૮

પદ્મપુરાણ મુજબ આ સ્થાન સતયુગમાં બ્રહ્મપુર, ત્રેતાયુગમાં અગ્નિખેત, દ્વાપરયુગમાં હિરણ્યપુર અને કળિયુગમાં તાલુખેત તરીકે ઓળખાતું હતું. પુરાતન બ્રહ્મક્ષેત્ર મુજબ અહી દિગંબર જૈન મંદિરો હોવાનો ઉલ્લેખ મળે છે.[૪][૫]

અહીંનો ઇતિહાસ ૧૨મી સદીથી જાણી શકાય છે જ્યારે બ્રહ્માનું મંદિર અને અંબિકા મંદિર કદાચ બાંધવામાં આવ્યા હતા. બ્રહ્મા વાવ આશરે ૧૪મી સદીમાં બંધાયેલી હતી.[૬]

ભૂતકાળમાં અહીં ફેબ્રુઆરી માસમાં મોટો મેળો ભરાતો હતો જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી લોકો આવતા હતા. કાઠિયાવાડના વેપારીઓ હરણાવ નદીના દક્ષિણ કાંઠા પર હાટડીઓ લગાવીને અફીણ, કપડાં, તાંબાના વાસણો, આભૂષણો, કરિયાણું અને ઘોડાઓનો વેપાર કરતા હતા. આ મેળો પંદર દિવસ ચાલતો હતો. તેમાં લગભગ લાખ રૂપિયાનો વેપાર થતો હતો. ઇડર રાજ્યના રાવ કાલિનમલ (લગભગ ૧૬૩૦)ના સમયમાં અંધાધૂધી વ્યાપતા આ મેળાનું મહત્વ નષ્ટ પામ્યું.[૭]

બ્રિટિશ શાસન સમયે ખેડબ્રહ્મા ૧૯૩૩ સુધી મહી કાંઠા એજન્સી હેઠળ હતું અને ત્યારબાદ સાબર કાંઠા એજન્સીમાં આવ્યું. ૧ સપ્ટેમ્બર ૧૯૪૩ના રોજ સાબર કાંઠા એજન્સીને પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં વિલિન કરી દેવાઇ, જે પછી ૧૯૪૪માં પશ્ચિમ ભારત રાજ્ય એજન્સીમાં ભળી ગઇ અને ૧૯૪૭માં તે બરોડા, પશ્ચિમ ભારત અને ગુજરાત રાજ્ય એજન્સી (BWIGSA) બની. ભારતની સ્વતંત્રતા પછી BWIGSA મુંબઈ રાજ્યમાં વિલિન થઇ અને ખેડબ્રહ્માનો સમાવેશ સાબરકાંઠા જિલ્લામાં થયો. ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થતા, સાબરકાંઠા ગુજરાતનો ભાગ બન્યું.

 
હરણાવ નદી પરનો પુલ

અહી હિરણાક્ષિ, ભીમાક્ષી અને કોસાંબી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ આવેલ છે જે આગળ જઈને હરણાવ નદી બને છે.[૮] આગળ જતા હરણાવ નદી સાબરમતીમાં મળે છે. આ નદી નગરને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વહેંચે છે.[૯][૨] હરણાવ નદી પહેલાં હિરણ્યાક્ષ અથવા હરણી નદી તરીકે જાણીતી હતી.[૭][૯]

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ખેડબ્રહ્માની વસ્તી ૨૫,૦૦૧ હતી. ૧૧.૬૧% વસ્તીની વય ૬ વર્ષથી ઓછી હતી. સાક્ષરતાનું પ્રમાણ ૮૦.૭૮% હતું.[૧]

નગરવહીવટ

ફેરફાર કરો
 
નગર સેવા સદન, ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા એ નગરપાલિકા અને તાલુકામથક છે. નગરપાલિકામાં ૯ વિભાગો અને ૨૭ બેઠકો છે. તે પૈકીની ૧૫ બેઠકો આરક્ષિત અને ૧૨ બેઠકો બિનઅનામત છે.[૧૦][૧૧]

અગત્યના સ્થળો

ફેરફાર કરો
 
આરાધના સિનેમા

બ્રહ્માનું મંદિર અને વાવ

ફેરફાર કરો
 
મંદિરમાં બ્રહ્માની મૂર્તિ
 
બ્રહ્મા વાવ

૧૨મી સદીમાં બંધાયેલું બ્રહ્માનું મંદિર પુષ્કર પછી બીજા ક્રમનું ગણાય છે. બ્રહ્માનાં મંદિરો ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે.[૨][૧૨] તે સંભવિતપણે ૧૧મી સદીના ઉત્તરાર્ધ માં બંધાયેલ પણ હોઈ શકે છે.[૧૩]

અહીં આવેલી બ્રહ્મા વાવમાં મંદિરોની જેમ કોતરણી કરવામાં આવેલી છે. તેમાં મૂર્તિઓ અને બીજા અનેક કલાત્મક શિલ્પો પણ કોતરેલા છે. આ વાવ જાળવણીના અભાવે નિરાશાજનક પરિસ્થિતિમાં છે.[૩][૧૪]

અંબિકા મંદિર

ફેરફાર કરો

અંબિકા માતાનું આ મંદિર ૧૧મી સદી આસપાસ બંધાયેલ છે.[૧૩] દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ભાદરવી પૂનમ નિમિતે મેળા દરમિયાન ઘણાં યાત્રીઓ અહીં આવે છે. તેને નાના અંબાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.[૩] કાર્તિકી પૂનમ વખતે પણ અહી મેળોભરાય છે. અહીં પોષ પુનમના મેળાનું મહત્વ છે કારણકે તે દિવસે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.[૧૫]

 
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર

અહીં લોકકથાઓ અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલ ભૃગુઋષિ આશ્રમ અને શિવાલય આવેલું છે. એક દંતકથા અનુસાર, બ્રહ્માના પુત્ર ભૃગુઋષિએ અહીં શિવને પ્રસન્ન કરવા અહીં તપસ્યા કરી હતી.

નદીકિનારે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર, ક્ષીરજામ્બા મહાલક્ષ્મી મંદિર અને પાક્ષેન્દ્રનાથ (પંખેશ્વર) મહાદેવનું મંદિર પ્રાચીન મનાય છે. નગરની ઉત્તરે આવેલ મહાવીર સ્વામીનું જૈન મંદિર ૫૦૦ વર્ષ જુનું છે.[૨][૧૨]

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમનું અહીં બસ-સ્ટેશન આવેલ છે, જે ગુજરાત ના બધા મોટા શહેરો સાથે જોડે છે. અહીં નાનું રેલ્વે સ્ટેશન પણ છે. ૨૦૧૭ના વર્ષની માહિતી મુજબ, રેલ સેવા લગભગ અઢી વર્ષથી પાટા ફેરવવાના કામને કારણ સ્થગિત કરી દેવાઇ છે.[૧૬]

અમદાવાદથી ૧૨૨ કિમી, હિંમતનગરથી ૫૨ કિમી અને અંબાજીથી ૫૦ કિમીના અંતરે ખેડબ્રહ્મા આવેલું છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
 1. ૧.૦ ૧.૧ "Khedbrahma City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૬ માર્ચ ૨૦૧૭.
 2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ "Khedbrahma Taluka Official Govt. Website". મૂળ માંથી 2012-12-18 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "taluka" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
 3. ૩.૦ ૩.૧ ૩.૨ India Guide Gujarat. India Guide Publications, 2007. પૃષ્ઠ ૧૯૧. ISBN 0978951700. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 4. રાવલ, દીપક (ઓગસ્ટ 1994). દરજી, પ્રવીણ (સંપાદક). "બ્રહ્મક્ષેત્રથી ખેડબ્રહ્મા". શબ્દસૃષ્ટિ. ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. 11 (8): 38–45.
 5. રાજગોર, શિવપ્રસાદ (1993). ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. V. અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ. પૃષ્ઠ 846.
 6. Gujarat State Gazetteers: Sabarkantha. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State, 1974. પૃષ્ઠ ૮૮, ૯૧, ૧૭૨. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 7. ૭.૦ ૭.૧ Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha (Public Domain text). Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૭–૪૩૮.
 8. Sompura, Kantilal F. (૧૯૬૮). The Structural Temples of Gujarat, Upto 1600 A.D. Gujarat University. પૃષ્ઠ ૧૭૨–૧૭૩.
 9. ૯.૦ ૯.૧ Manohar Sajnani (૨૦૦૧). Encyclopaedia of Tourism Resources in India. Gyan Publishing House. પૃષ્ઠ ૧૧૦–૧૧૧. ISBN 978-81-7835-018-9.
 10. "State Election Commission, Gujarat Official Website". મૂળ માંથી 2015-11-30 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 11. "Modi's poll knife carves out Aravali". The Times of India. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2012-09-21 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 12. ૧૨.૦ ૧૨.૧ Gujarat State Gazetteers: Sabarkantha. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State, 1974. પૃષ્ઠ ૧૭૨. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 13. ૧૩.૦ ૧૩.૧ Studies in Indian temple architecture: papers presented at a seminar held in Varanasi, 1967. પૃષ્ઠ ૧૨૮. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 14. The Stepwells of Gujarat: In Art-Historical Perspective. Abhinav Publications, 1981. પૃષ્ઠ ૫૩. ISBN 0391022849. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 15. Fairs and Festivals of India: Chhattisgarh, Dadra and Nagar Haveli, Daman and Diu, Goa, Gujarat, Madhya Pradesh, Maharashtra. Gyan Pub. House 2003. પૃષ્ઠ 106, 117, 118. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૨.
 16. "રેલ્વે લાઇનનું બ્રોડગેજમાં રૃપાંતરથી આજથી તલોદ-ખેડબ્રહ્મા તરફની ટ્રેનો બંધ". ગુજરાત સમાચાર. ૧ જાન્યુઆરી ૨૦૧૭. મૂળ માંથી ૨૪ જાન્યુઆરી ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જાન્યુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો