કુંભારીયા (તા. દાંતા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કુંભારીયા (તા. દાંતા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક ગામ છે. કુંભારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

કુંભારીયા
—  ગામ  —
કુંભારીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°11′35″N 72°45′57″E / 24.193029°N 72.765868°E / 24.193029; 72.765868
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો દાંતા
વસ્તી ૩,૪૮૨ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

આ ગામ ૧૫મી સદીના મેવાડના રાણા કુંભા દ્વારા સ્થાપિત થયેલું અને તેમના પરથી નામકરણ કરાયું હોવાનું મનાય છે.[૨]

ભૂગોળ ફેરફાર કરો

કુંભારિયા અંબાજીથી ૧.૭ કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન આબુ રોડ ૨૪ કિમી અને નજીકનું બસ સ્ટેશન અંબાજી છે.

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

કુંભારિયા જૈન મંદિરો ફેરફાર કરો

નદી કિનારે ૨૧મા તીર્થંકર ભગવાન નેમિનાથનું ઐતિહાસિક જૈન મંદિર અહીં આવેલું છે, જે ૧૩મી સદીનું ગણાય છે.[૩][૪] તે ઇ.સ. ૧૦૩૨માં વિમલશાએ બંધાવેલા ૩૬૦ મંદિરોમાંનું એક ગણાય છે. મંદિરોના નાશ વિશેની વાર્તા એવી છે કે, જ્યારે માતા અંબા ભવાનીએ વિમલશાને પૂછ્યું કે કોણે તેને મંદિરો બાંધવામાં મદદ કરી છે, ત્યારે વિમલશાએ ત્રણ વખત કહ્યું કે 'મારી અંતરાત્માએ' ત્યારે માતાએ ગુસ્સે થઇ તેને પોતાનો જીવ બચાવવા કહ્યુું અને તેના ૩૬૦માંથી માત્ર ૫ જ મંદિરો બાકી રહ્યા. મંદિરના સમય વિશે માત્ર બે લખાણો મળી આવ્યા છે. ઇ.સ. ૧૨૨૩ (વિ.સં. ૧૨૭૯) અને નેમિનાથના મંદિરમાં રહેલું લખાણ સોલંકી વંશના કુમારપાળના (૧૧૪૩-૧૧૭૪) મંત્રી ચહાડના પુત્ર બ્રહ્મદેવનો ઉલ્લેખ કરે છે.[૨][૫]

કુંભેશ્વર મહાદેવ મંદિર ફેરફાર કરો

કુંભેશ્વર મહાદેવનું મંદિર રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-11) છે. આ મંદિર જૈન અસર ધરાવે છે અને કુમારપાળના સમયમાં બન્યું હોવાનું જણાય છે.

તેના લગભગ ૧ કિમીના અંતરે અંબા-ચામુંડા અને શિવને સમર્પિત ચામુંડા માતાનું મંદિર અને સોમેશ્વર મહાદેવ મંદિર નદીની નજીક આવેલા છે.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Kumbhariya Population - Banaskantha, Gujarat".
  2. ૨.૦ ૨.૧ Land and People of Indian States and Union Territories: In 36 ..., Volume 33 edited by Shankarlal C. Bhatt. ૨૦૦૬. પૃષ્ઠ ૧૪૨. મેળવેલ ૮ માર્ચ ૨૦૧૫.
  3. "Jain Temple in Kumbhariya, Ambaji". મૂળ માંથી 2014-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-28.
  4. Jain Heritage centre at village Kumbhariya, Near Ambaji સંગ્રહિત ૨૦૧૪-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન .
  5. Gazetteer of the Bombay Presidency: Cutch, Pálanpur, and Mahi Kántha (Public Domain text). Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૪૩૮.
  6. "Kumbhariya, Taranga hills, North Gujarat, Tourism Hubs, Gujarat, India". www.gujarattourism.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-16.