રૂપાયતન આશ્રમશાળા

સંસ્થા
(રૂપાયતન થી અહીં વાળેલું)


રૂપાયતન ટ્રસ્ટ કે જે રૂપાયતન નાં ટુંકા અને હુલામણા નામથી વધુ પ્રચલિત છે, તે ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ જિલ્લાનાં ભવનાથમાં આવેલી છે. આ સંસ્થા અહી રૂપાયતન આશ્રમશાળા ચલાવે છે. રૂપાયતન ટ્રસ્ટ બાલભવન પણ ચલાવે છે, જે નેશનલ બાલભવન, દિલ્હી દ્વારા નિયંત્રિત છે. અહીં શિક્ષણ ઉપરાંત ગુજરાતી સાહિત્યને લગતા ઘણા બધા કાર્યક્રમો પણ યોજાય છે. ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ અને સન્માનિય પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ છેલ્લા ચાર વર્ષથી અહીં અપાય છે. આ કાર્યક્રમ નરસિંહ મહેતા સાહિત્ય નીધી અને રૂપાયતન દ્વારા કરવામાં આવે છે.

રૂપાયતન
પ્રકારટ્રસ્ટ
પૂર્વાધિકારીકૂસૂમબેન અદાણી, શશીકાત લાખાણી, ઇદિરાબેન વ્યાસ, સંજય વ્યાસ, શશીકાત દવે
ઉત્તરાધિકારીહેમંત નાણાવટી, નીરૂપમ નાણાવટી
સ્થાપકરતુભાઇ અદાણી, નવીન ગાંધી, નીલા ગાંધી
સેવા ક્ષેત્રજૂનાગઢ

આરઝી હકૂમતના સર સેનાપતિ રહેલા સ્થાપના રતુભાઇ અદાણીએ રૂપાયતન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. રૂપાયતને તેમની યાદમાં જૂનાગઢ રેલ્વેસ્ટેશને રતુભાઈ અદાણી સર્કલ બનાવડાવ્યું છે.

રૂપાયતન બાલભવને તાજેતરમાં[ક્યારે?] ઓડિઓ-વિડિઓ થિએટર તથા સાઉન્ડ સિસ્ટમ વિકસાવ્યું છે, જેનું ઉદ્ઘાટન મોરારીબાપુ એ કરેલું.

પુરસ્કારોફેરફાર કરો

ભારત સરકારનાં માનવ સંસાધન મંત્રાલય દ્વારા સ્થપાયેલા રાષ્ટ્રીય બાલભવનનો નેશનલ વેલ્યુઝ એવોર્ડ વર્ષ ૨૦૧૦ માટે રૂપાયતનની તમામ પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઇને ૧૪ નવેમ્બરના રોજ જૂનાગઢની રૂપાયતન સંસ્થાને એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભફેરફાર કરો

  1. "જૂનાગઢની સંસ્થાને રાષ્ટ્રીય એવોર્ડ". divyabhaskar. 2010-11-20. મેળવેલ 2020-07-05.