નરસિંહ મહેતા એવોર્ડ
નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.[૧] આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ₹૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.
નરસિંહ મહેતા પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૧૯૯૯ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૯૯ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૩ | |
કુલ પુરસ્કાર | ૨૬ | |
પુરસ્કાર આપનાર | નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ | |
રોકડ પુરસ્કાર | ₹ ૧,૫૧,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. | |
પ્રથમ વિજેતા | રાજેન્દ્ર શાહ | |
અંતિમ વિજેતા | કમલ વોરા |
નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો
ફેરફાર કરો- ૧૯૯૯ - રાજેન્દ્ર શાહ
- ૨૦૦૦ - મકરંદ દવે
- ૨૦૦૧ - નિરંજન ભગત
- ૨૦૦૨ - અમૃત ઘાયલ
- ૨૦૦૩ - જયંત પાઠક
- ૨૦૦૪ - રમેશ પારેખ
- ૨૦૦૫ - ચંદ્રકાન્ત શેઠ
- ૨૦૦૬ - રાજેન્દ્ર શુક્લ
- ૨૦૦૭ - સુરેશ દલાલ
- ૨૦૦૮ - ચિનુ મોદી
- ૨૦૦૯ - ભગવતીકુમાર શર્મા
- ૨૦૧૦ - અનિલ જોશી
- ૨૦૧૧ - ભાનુપ્રસાદ પંડ્યા[૨]
- ૨૦૧૨ - માધવ રામાનુજ
- ૨૦૧૩ - નલિન રાવળ તથા હરિકૃષ્ણ પાઠક[૩][૪]
- ૨૦૧૪ - હરીશ મીનાશ્રુ
- ૨૦૧૫ - મનોહર ત્રિવેદી
- ૨૦૧૬ - જલન માતરી[૫]
- ૨૦૧૭ - દલપત પઢિયાર તથા ગુલામમોહમ્મદ શેખ
- ૨૦૧૮ - વિનોદ જોશી
- ૨૦૧૯ - ખલીલ ધનતેજવી[૬]
- ૨૦૨૦ - જવાહર બક્ષી[૭]
- ૨૦૨૧ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'[૭]
- ૨૦૨૨ - યજ્ઞેશ દવે[૭]
- ૨૦૨૩ - ઉદયન ઠક્કર[૭]
- ૨૦૧૪ - કમલ વોરા[૮]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ નરસિંહ મહેતા એવોર્ડ - ૨૦૧૧ રૂપાયતનના બ્લોગ પર નરસિંહ મહેતા એવોર્ડ
- ↑ "નરસિંહ મહેતા એવોર્ડ ભાનુપ્રસાદ પંડ્યાને: મોરારિબાપુ અર્પણ કરશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૨૨.
- ↑ Narsinh Mehta Award 2013 સંગ્રહિત ૨૦૧૩-૧૦-૧૫ ના રોજ વેબેક મશિન Rupayatan Blog: Narsinh Mehta Award 2013
- ↑ "જૂનાગઢમાં પુ. મોરારીબાપુના હસ્તે કવિ નલિન રાવળ અને હરિકૃષ્ણ પાઠકને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત". Akilanews.com. ૨ મે ૨૦૧૫. મૂળ માંથી 2016-04-24 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૭.
- ↑ "નરસિંહ મહેતા એવોર્ડ કવિ જલન માતરીને થશે એનાયત". ૭ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૮ ઓક્ટોબર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને…." chitralekha. 3 September 2019. મેળવેલ 9 September 2019.
- ↑ ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ "ચાર કવિને અપાશે નરસિંહ મહેતા અવૉર્ડ". ગુજરાતી મિડ-ડે. 2023-09-12. મેળવેલ 2023-10-04.
- ↑ "સન્માન: આ વર્ષનો નરસિંહ મહેતા એવોર્ડ કવિ કમલ વોરાને એનાયત થશે". દિવ્ય ભાસ્કર. 18 September 2024. મેળવેલ 26 September 2024.