રૂબિન ડેવિડ

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સ્થાપક

રૂબિન ડેવિડ ‍(૧૯ સપ્ટેમ્બર ૧૯૧૨[] - ૨૪ માર્ચ ૧૯૮૯) એ ભારતીય પ્રાણીવિદ્દ અને કાંકરિયા તળાવ, અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમ જ બાલવાટિકાના સ્થાપક હતા.[][]

રૂબિન ડેવિડ
જન્મની વિગત૧૯ સપ્ટેમ્બર ૧૯૧૨
મૃત્યુ૨૪ માર્ચ ૧૯૮૯
અમદાવાદ
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયપ્રાણીવિદ્દ
પ્રખ્યાત કાર્યકાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા
જીવનસાથીસારાહ ડેવિડ
સંતાનોએસ્થર ડેવિડ
પુરસ્કારોપદ્મશ્રી (૧૯૭૫)

તેઓ પશુપંખી પ્રેમી એવા પર્યાવરણવિદ્ હતા. ઈ. સ. ૧૯૭૫માં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે કરેલ યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[] એમણે નિવૃત્ત થયા પછી પણ એમના પૂર્ણ સમયની સેવાનો લાભ સંગ્રહાલયને આપ્યો હતો. એમનાં પત્ની સારાહ શિક્ષક હતાં તેમ જ એમનાં પુત્રી એસ્થર ડેવિડ ગુજરાતી સાહિત્યકાર છે.

તેઓએ કેટલાંક જંગલી પ્રાણીઓને પકડ્યાં પણ હતાં. તેઓ આ પ્રકારનાં બચાવ-કાર્ય દરમ્યાન બેભાન કરવાની દવા કે ઇંજેક્શન આપવાનું પણ ટાળતા.[] તેઓ વધારે વય હોવા છતાં પ્રાણીઓ સાથેના સતત સહવાસના કારણે ગળાના કેન્સરનો ભોગ બન્યા હતા અને અંતે એમનું ૨૪ માર્ચ, ૧૯૮૯ના રોજ અવસાન થયું હતું.

પુસ્તકો

ફેરફાર કરો
  • માધવ રામાનુજ (૧૯૯૦). પિંજરની આરપાર. - રૂબિન ડેવિડનું જીવનવૃત્તાંત.
  1. "Reuben David (1912 -1989) - Esther David". Esther David (અંગ્રેજીમાં). મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭.
  2. "Ahmedabad zoo architect Reuben David remembered on 100th birth anniversary". indianexpress.com.
  3. "The Zoo on the Road to Nablus". google.com.
  4. News, TNN (૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "World hailed his experiments at zoo". The Times of India. મેળવેલ ૮ ઓક્ટોબર ૨૦૧૨.
  5. "અમદાવાદ હજુ રૂબિનને ભૂલ્યું નથી!". દિવ્ય ભાસ્કર. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭.