રેવતી
રેવતી હિન્દુ ધર્મ અનુસાર, રાજા કાકુદમીની પુત્રી અને કૃષ્ણના મોટા ભાઇ બલરામના પત્ની હતા. તેમનો ઉલ્લેખ મહાભારત અને શ્રીમદ્ ભાગવતમ્ જેવા અનેક પૌરાણિક ગ્રંથોમાં મળી આવે છે.
રેવતી | |
---|---|
બલરામ સાથે રેવતી (જમણે) | |
રહેઠાણ | ગોલોક |
જીવનસાથી | બલરામ |
બલરામ સાથે મુલાકાત
ફેરફાર કરોભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ રેવતીની કથા વર્ણવે છે.
રેવતી રાજા કાકુદમીની એકમાત્ર પુત્રી હતી. તેને કકૂદમિન, રેવત અથવા રૈવત તરીકે પણ ઓળખવામાં આવે છે. કાકુદમી એક શક્તિશાળી રાજા હતો જેમણે કુશસ્થલી પર શાસન કર્યું હતું, કુશસ્થલી સમુદ્ર હેઠળ એક સમૃદ્ધ અને અદ્યતન રાજ્ય હતું. તે સિવાય આનર્ત રાજ્ય સહિત જમીન પણ મોટા ક્ષેત્ર પર તેનું નિયંત્રિણ હતું. તેને એવું લાગતું હતું કે તેની પ્રેમાળ અને પ્રતિભાશાળી પુત્રી સાથે લગ્ન કરવા લાયક હોય તેવો કોઈ પણ યોગ્ય મનુષ્ય મળી શક્શે નહિ, આથી રેવતીને માટે યોગ્ય પતિ શોધવા તે ભગવાન બ્રહ્માની સલાહ પૂછવા માટે બ્રહ્મલોક (બ્રહ્માનો ઘર) ગયો.
જ્યારે તે બન્ને ત્યાં પહોંચ્યા, ત્યારે બ્રહ્મા ગાંધર્વો દ્વારા રજૂ થતું એક સંગીત વાદન સાંભળી રહ્યા હતા, તેથી રજૂઆત પૂર્ણ થાય ત્યાં સુધી કાકુદમીએ ધીરજથી રાહ જોઈ. રજૂઆત બાદ, કાકુદમીએ નમ્રતાપૂર્વક નમન કરી, તેમને વિનંતી કરી અને ઉમેદવારોની ટૂંકી સૂચિ રજૂ કરી. બ્રહ્માએ જોરથી હસ્યા અને સમજાવ્યું કે વિભિન્ન લોકોમાં સમય જુદી જુદી ગતિએ ચાલે છે. તેમણે બ્રહ્મલોકમાં સંગીત રજૂઆત પૂર્ણ થવાની રાહ જોઈ ત્યાં સુધી ૨૭ ચતુર-યુગ (ચતુર્યુગ = ચાર યુગનું એક ચક્ર, તેવા ૨૭ ચતુર્યુગ એટલે કે કુલ્લે ૧૦૮ યુગ, જ્યારે ગર્ગ સંહિતા અલગ મત ધરાવે છે તે અનુસાર કે [૧] કુલ ૨૭ યુગ હતા) પૃથ્વી પર પસાર થઈ ગયા અને તેમની યાદિના બધા ઉમેદવારો ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. [૨] બ્રહ્માએ ઉમેર્યું કે, કાકુદમી હવે એકલા હતા કારણ કે તેના મિત્રો, પ્રધાનો, સેવકો, પત્નીઓ, સગાઓ, સૈન્ય અને ખજાનો હવે પૃથ્વી પર રહ્યા નથી અને કળિયુગ નજીક હોવાથી તેણે જલ્દીથી પુત્રીને પરણાવી દેવી જોઈએ.[૩]
આ સમાચાર મળતાં રાજા કાકુદમી આશ્ચર્ય પામ્યા અને સાવધ થઈ ગયા. [૩] જો કે, બ્રહ્માએ તેમને દિલાસો આપ્યો અને ઉમેર્યું કે રક્ષક ભગવાન વિષ્ણુ, હાલમાં કૃષ્ણ અને બલરામ સ્વરૂપમાં પૃથ્વી પર હયાત હતા અને તેમણે બલરામની રેવતી માટે યોગ્ય પતિ તરીકે ભલામણ કરી.
ત્યારબાદ કાકુદમી અને રેવતી પૃથ્વી પર પાછા ફર્યા, તેમના મતે તો તેઓ થોડા સમય પહેલા જ છોડીને આવ્યા હતા પરંતુ પૃથ્વી પર આવી અને અહીંના પરિવર્તનો જોઈ તેઓ ચોંકી ગયા. ફક્ત ભૂગોળ અને વાતાવરણ નહિ, પરંતુ ૨૭ ચતુર્યુગ વિતતા લોકોની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ પહેલાની સમયની તુલનામાં વિકાસના નીચલા સ્તરે હતી. ભાગવત પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે કે તેઓને જોવા મળ્યું કે માનવ જાતિની ઊંચાઈ, ઉત્સાહ અને બુદ્ધિમાં ઘટાડો આવ્યો હતો.
પાછલો જન્મ
ફેરફાર કરોગર્ગ સંહિતા અમુક વિવિધતા સાથે રેવતી વિશેની વિગતવાર વાર્તા જણાવે છે; પાછલા જન્મમાં રેવતી રાજા ચક્ષુશ મનુની પુત્રી હતી તેનું નામ જ્યોતિશ્મતી હતું. રાજાએ વિશેષ યજ્ઞમાં આહુતિ આપી હતી જેમાંથી એક દૈવી બાલિકા, તેમની પુત્રી જ્યોતિષમતી તરીકે જન્મી હતી. તેના પિતા દ્વારા લગ્ન માટે પૂછવામાં આવતા, તેણીએ કહ્યું કે, તે સૌથી વધુ શક્તિશાળી પુરુષ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી. ઇન્દ્રે (વાદળો અને વરસાદના સ્વામી) રાજાને કહ્યું કે પવન વાયુ તેના કરતા શક્તિશાળી છે. વાયુએ મનુને પર્વત તરફ દોર્યો, પર્વતે કહ્યું હતું કે પૃથ્વી-દેવ, ભૂમંડલ તેના કરતા વધારે શક્તિશાળી છે. આખરે, પૃથ્વીએ કહ્યું કે શેષ નાગ પોતાની ફેણ પર પૃથ્વીનું વહન કરે છે, આથી તે સૌથી શક્તિશાળી છે; બલરામ શેષનાગનું સૌથી શક્તિશાળી સ્વરૂપ છે. જ્યોતિશ્મતિ વિંધ્ય પર્વત પર ગઈ બલરામ સાથે લગ્ન કરવા માટે તપ કર્યું. અસંખ્ય દેવતાઓએ તેને પરાજિત કરી તેને પત્ની તરીકે જીતવાનો પ્રયાસ કર્યો, પણા તેણીએ તે બધાને શાપ આપ્યો. પ્રતિ-શ્રાપમાં, ઇન્દ્રએ જ્યોતિષ્મતીને શ્રાપ આપ્યો હતો કે તેને પુત્રો નહીં થાય. છેવટે, બ્રહ્માએ તેની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યો કે તે શેષનાગ સાથે લગ્ન કરી શક્શે, પરંતુ ચેતવણી આપી કે શેષનાગનો બલરામ અવતાર ૨૭ યુગ પછી જન્મ લેશે. ક્રોધિત જ્યોતિષ્મતીએ બ્રહ્માને પણ શ્રાપ આપવાની ધમકી આપી. ત્યારે તેણે જ્યોતિશ્મતિને એક અન્ય વરદાન આપીને શાંત પાડી તે અનુસાર તે રાજા કાકુદમીની પુત્રી રેવતી તરીકે જન્મે લેશે, જ્યાં એક ઘટનામાં, અમુક જ ક્ષણમાં ૨૭ યુગો પસાર થયેલા લાગશે.[૧]
બલરામ સાથે લગ્ન
ફેરફાર કરોકાકુદમી અને રેવતીએ બલરામને શોધીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રેવતી પહેલાના યુગની હોવાને કારણે, તેણી બલરામ કરતાં ઘણી ઊંચી અને મોટી હતી, પરંતુ બલારામએ તેનો હળ (તેનું લાક્ષણિક હથિયાર) રેવતીના માથા અથવા ખભા પર ટાપાર્યો અને તેણીની ઉંચાઈ બલારામની ઉંમરના લોકોની સામાન્ય ઊંચાઇ સુધી ટૂંકી થઈ. ત્યારબાદ લગ્નની યોગ્ય ઉજવણી કરવામાં આવી હતી.
બાળકો
ફેરફાર કરોરેવતી અને બલરામે બે પુત્રો નિશથ અને ઉલમુક અને એક પુત્રી વત્સલાને જન્મ આપ્યો.
મૃત્યુ
ફેરફાર કરોબલરામના બંને તેના પુત્રો નિશથ અને ઉલ્મુક યાદવાસ્થળી (યાદવોનું પારિવારિક યુદ્ધ)માં માર્યા ગયા ત્યાર પછી બલરામે સમુદ્રમાં સમાધિ લઈ તેના નશ્વર દેહનો અંત આણ્યો.[૪] તેની પાછળ રેવતી સતી થઈ હતી. [૫]
આ પણ જુઓ
ફેરફાર કરોનોંધો અને સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ A. Whitney Sanford (January 2012). Growing Stories from India: Religion and the Fate of Agriculture. University Press of Kentucky. પૃષ્ઠ 73–6. ISBN 0-8131-3412-9.
- ↑ Bhag-P, 9.3.32 (see texts 29-32)
- ↑ ૩.૦ ૩.૧ Vishnu-Purana (see Book IV, chap I)
- ↑ Bhag-P 11.30.26 સંગ્રહિત ૨૦૦૭-૦૩-૨૬ ના રોજ વેબેક મશિન
- ↑ http://www.equalityforwomen.org/genocide-of-women-in-hinduism-ch-5-sati/[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- ભાગવત પુરાણ
- www.mythfolklore.net
- www.mypurohith.com/encyclopedia
- ખગોળીય સમજૂતી સંગ્રહિત ૨૦૦૯-૦૧-૩૦ ના રોજ વેબેક મશિન .