રોશન સિંહ

ભારતીય ક્રાંતિકારી

ઠાકુર રોશન સિંહ (૨૨ જાન્યુઆરી ૧૮૯૨ – ૧૯ ડિસેમ્બર ૧૯૨૭) એક ભારતીય ક્રાંતિકારી હતા, જેનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. તેમને ૧૯૨૧-૨૨ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી. બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ૧૯૨૪માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા. તેમણે ઓગસ્ટ ૧૯૨૫ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર ૧૯૨૪માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી ૧૯૨૬માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો.[૧] રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. અલ્હાબાદ જિલ્લાની મલકા/નૈની જેલમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

રોશન સિંહ
રોશન સિંહ
જન્મની વિગત(1892-01-22)22 January 1892
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ19 December 1927(1927-12-19) (ઉંમર 35)
સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
સંસ્થાહિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

અલ્હાબાદમાં મૂર્તિ ફેરફાર કરો

અમર શહીદ ઠાકુર રોશન સિંહની પ્રતિમા મલાકા જેલ, નૈની, અલ્હાબાદના ફાંસી ઘરની સામે સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલમાં આ જગ્યાએ એક હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે, જેનું નામ સ્વરૂપ રાની હોસ્પિટલ છે. સ્વરૂપ રાની હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે તેમની પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમાની નીચે ઠાકુર સાહેબે કહેલી આ પંક્તિઓ પણ અંકિત છે -

જિંદગી ઝિંદા-દિલી કો જાન એ રોશન!
વરના કિતને હિ યહાં રોજ ફના હોતે હૈ।

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. The Quarterly Review of Historical Studies. Institute of Historical Studies. 1994. પૃષ્ઠ 75.

બાહ્ય કડીઓ ફેરફાર કરો