લખપત ગુરુદ્વારા સાહિબ અથવા ગુરુદ્વારા પહેલી પતશાહી એ એક ગુરુદ્વારા છે. આ શીખોનું એક ધર્મસ્થળ છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના લખપતમાં આવેલું છે. ગુરુ નાનક મક્કા જતી વખતે તેમની બીજી (1506-1513) અને ચોથી (1519-1521) પ્રચાર યાત્રા જેને ઉદાસી કહેવાય છે, તે દરમિયાન નગરમાં રોકાયા હતા. એવું માનવામાં આવે છે કે તેમણે તેમની ચોથી યાત્રા દરમિયાન સ્થળની મુલાકાત લીધી હતી. આ યાત્રાનાં યજમાનના વંશજોએ 19મી સદીની શરૂઆતમાં અહીં ગુરુદ્વારાની સ્થાપના કરી હતી. આ ગુરુદ્વારામાં લાકડાના પગરખા અને પાલખી જેવા તેમની વસ્તુઓ તેમજ ઉદાસી સંપ્રદાયના બે મહત્વપૂર્ણ વડાઓની હસ્તપ્રતો અને નિશાનો છે. આ સ્થળે પૂજા ઉદાસી સંપ્રદાય દ્વારા કરવામાં આવે છે અને શરૂઆતમાં તેની જાળવણી પણ તેમના દ્વારા જ કરવામાં આવતી હતી. હવે તેની જાળવણી સ્થાનિક શીખ સમુદાય અને ગાંધીધામના ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક સિંઘ સભા દ્વારા કરવામાં આવે છે. ગુરુદ્વારા રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્ય સંરક્ષિત સ્મારક (S-GJ-65) છે. તેને 2001 માં ભૂકંપ પછી સંરક્ષણ માટે 2004[] માં યુનેસ્કો એશિયા-પેસિફિક એવોર્ડ મળ્યો છે.[][][][][][]

લખપત ગુરુદ્વારા સાહિબ
  1. "Asia Pacific awards files 2004-winners" (PDF). Bangkok UNESCO.org. મૂળ (PDF) માંથી 14 એપ્રિલ 2020 પર સંગ્રહિત. મેળવેલ 2 November 2019.
  2. BOTTOMLINE - THE AWARD COMES AS A GIFT FOR LOCAL RESIDENTS, NONE OF THEM SIKH, WHO PARTICIPATED IN THE RESTORATION PROJECT. Stone by stone, they restored gurudwara to bag UNESCO award સંગ્રહિત ૨૦૧૩-૧૧-૧૦ ના રોજ વેબેક મશિન; by Rupam Jain Nair; 9 September 2004; The Indian Express
  3. A gurdwara in no man's land; With Sunil Raghu in Lakhpat; 3 January 2006; CNN-IBN
  4. Google Books Review: History of Sikh Gurus Retold: 1469-1606 C.E; By Surjit Singh Gandhi; Published by Atlantic Publishers and Distributors (P) Ltd.; ISBN 978-81-269-0859-2
  5. Gurudwara Pehli Patshahi (Lakhpat)[મૃત કડી]; Gateway to Sikhism. Also posted at "આર્કાઇવ ક .પિ". મૂળમાંથી અહીં સંગ્રહિત 2011-07-08. મેળવેલ 2023-06-03.CS1 maint: bot: original URL status unknown (link)
  6. A year of cycling across India to save youth from drugs સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન; 31 January 2009; IANS; Bombay News.Net. Also posyed at
  7. UNESCO. "Jury members Gurmeet S Rai". મૂળ માંથી 9 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 December 2018.