લીલુડી ધરતી
લીલુડી ધરતી એ ચુનીલાલ મડિયા લિખિત ૧૯૫૭માં પ્રકશિત થયેલ એક ગુજરાતી નવલકથા છે.[૧] આ નવલકથા આમ તો બે ભાગમાં લખાયેલી છે તેમ છતાં તેની પૃષ્ઠભૂમિ અને પાત્રોના વારસદારોને લઈ એક બીજી અલગ નવલકથા શેવલણા શતદલ (૧૯૬૦) નામે પ્રકાશિત થઈ હતી.[૨]
૧૯૮૯ની આવૃત્તિનું મુખપૃષ્ઠ | |
લેખક | ચુનીલાલ મડિયા |
---|---|
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાર | નવલકથા |
પ્રકાશિત | ૧૯૫૭ |
પ્રકાશક | નવભારત સાહિત્ય મંદિર |
માધ્યમ પ્રકાર | મુદ્રિત |
OCLC | 39130215 |
દશાંશ વર્ગીકરણ | 891.473 |
પછીનું પુસ્તક | 'શેવલણા શતદલ (૧૯૬૦) |
મૂળ પુસ્તક | લીલુડી ધરતી વિકિસ્રોત પર |
આ નવલકથા પરથી ૧૯૬૮ માં વલ્લભ ચોક્સી દ્વારા તે જ નામે એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી હતી.
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોલીલુડી ધરતીને સૌ પ્રથમવાર ૧૫ નવેમ્બર ૧૯૫૬ થી ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૭ સુધી ગુજરાતી વર્તમાનપત્ર જન્મભૂમિમાં સાપ્તાહિક ધારાવાહિક તરીકે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જન્મભૂમિના સંપાદક સોપનના આગ્રહ પર ચુનીલાલ મડિયાએ આ નવલકથા લખી હતી. પુસ્તકની પ્રસ્તાવનામાં, લેખકે ઉલ્લેખ કર્યો છે કે તેઓ ચાર કે પાંચ મહિનામાં આ ધારાવાહિક પૂર્ણ કરશે તેવી અપેક્ષા રાખતા હતા, પરંતુ આ ધારાવાહિક વધુ સમય ચાલી.[૩]
નવકથાનું શીર્ષક તેના મુખ્ય પાત્ર સંતુની પ્રકૃતિ પર આધારિત છે.
આ નવલકથામાં સૌરાષ્ટ્ર ક્ષેત્રની સ્થાનિક બોલીઓને સાહિત્યિક રૂપે લેખકે સમાવિષ્ટ કરી છે કારણ કે તેઓ જે ક્ષેત્રના વતની હતા તેવા જ ભોગોલિક ક્ષેત્રમાં આ નવલકથા નિર્ધારિત કરેલી છે. તેમના વર્ણનો સ્વદેશી અને જોશથી ભરેલા લાગે છે. નવલકથામાં ભીમ અગીયારસનો પ્રદેશ વિશિષ્ટ ઉત્સવ અને નાળિયેર ફેંકવાની રમત વર્ણવવામાં આવી છે.
કથાવસ્તુ
ફેરફાર કરોઆ નવલકથા વિચિત્ર સંજોગોમાં ફસાયેલી અને મૂંઝાયેલી સંતુ નામની સ્ત્રીનું જીવન અને તેની દયનીય સ્થિતિનું વર્ણન કરે છે. વાર્તા ગિરનાર પર્વત નજીક ગુંદાસર નજીકના અંતરિયાળ ગામમાં ગોઠવવામાં આવી છે. મુખ્ય વાર્તા હાદા પટેલના ખેડૂત પરિવારની આસપાસ ફરતી હોવા છતાં, તેમાં અન્ય સહાયક પાત્રોના નાના વાર્તાઓ શામેલ છે, જેમાં ખાસ કરીને ગામડાના જીવનનું ચિત્રણ આપવામાં આવ્યું છે. વિસ્તૃત નકારાત્મક પાત્રો અને તેમની નકારાત્મકતા નવકાથાનું એક પાસું છે. હાદા પટેલને ત્રણ પુત્રો છે. મોટો પુત્ર ગામ છોડીને સાધુ બન્યો છે, બીજો અમુક રોગને કારણે મૃત્યુ પામ્યો છે અને છેલ્લો પુત્ર ગોબર અને તેની પરણેતર સંતુ સાથે વાર્તા શરૂ થાય છે. આ વાર્તા સગર્ભા સંતુના સંઘર્ષને દર્શાવતી આગળ વધે છે જેને તેના પતિની હત્યા માટે દોષી માનવામાં આવે છે.[૪]
અન્ય મુખ્ય પાત્રો માંડલ (ગોબરનો પિતરાઇ), શાદુલ (જમીનદારનો પુત્ર), બ્રાહ્મણ હોટલના માલિક રાઘા ગોર છે.
પ્રતિભાવ
ફેરફાર કરોભગવાનભાઈ એચ ચૌધરી તેમના લેખ - "ચુનિલાલ મડિયાની લીલુડી ધરતી: સૌરાષ્ટ્ર ક્ષેત્રનું જીવન વર્ણન"માં ઉલ્લેખ કરે છે કે: "ચુનીલાલ મડિયા વિવિધ ભાગો ધરાવતી નવલકથાઓ ધરાવતી શ્રેણી (ક્રોનિકલ) રચવા માંગતા હતા પણ તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા કેમકે આ નવલકથાના પાત્રો સાર્વત્રિક જીવનની પરિવર્તનશીલ પ્રકૃતિના બદલાવને સ્પષ્ટ પણે દર્શાવતા નથી. જો કે સમાજ અથવા ભાગ્યને કેન્દ્રિય તત્વો બતાવવામાં આવ્યા છે જે આખા માનવ જીવનનું સંચાલન કરે છે, તેથી નવલકથાને ક્રોનિકલ તરીકે ઓળખાતા પ્રકારનું અસ્પષ્ટ સ્વરૂપ દર્શાવે છે. વિવેચક નલિન રાવલ તેને સમય-પ્રભુત્વ ધારાવતી અથવા કાલખંડની નવલકથા માને છે.[૫]
વિવેચક દિલાવરસિંહ જાડેજાના મતે "ગ્રામીણ જીવનની એકદમ વાસ્તવિકતાનું સાચું ચિત્ર અને તેના તરફ આપવામાં આવત ભારને ગુજરાતી નવલકથાકારોમાં મડિયાની વિશેષતા માનવી જોઈએ".[૬]
આધારીત કૃતિઓ
ફેરફાર કરો૧૯૬૮માં વલ્લભ ચોક્સી દ્વારા એજ નામે - લીલુડી ધરતી - એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી હતી.[૭] તે ગુજરાતી સિનેમાની પ્રથમ રંગીન ફિલ્મ હતી.[૮]
પૂરક વાચન
ફેરફાર કરો- રાવળ, અનંતરાય (૧૯૬૨). "લીલુડી ધરતી". સમીક્ષા. વોરા. OCLC 31368356.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Jagmohan, Sarala (1996). "Chapter 4 : Twentieth-Century Gujarati Literature". માં Natarajan, Nalini; Nelson, Emmanuel Sampath (સંપાદકો). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Publishing Group. પૃષ્ઠ 117. ISBN 978-0-313-28778-7.
- ↑ જાની, બળવંત (૧૯૯૦). ચુનીલાલ મડિયા. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી. મુંબઈ: એન. એમ. ત્રિપાઠી. પૃષ્ઠ ૧૧. OCLC 25399994.
- ↑ મડિયા, ચુનીલાલ (૧૯૮૯) [૧૯૫૭]. લીલુડી ધરતી. મુંબઈ: નવભારત સાહિત્ય મંદિર. OCLC 39130215.
- ↑ ટોપીવાળા, ચંદ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ આર., સંપાદકો (૧૯૯૦). ગુજરાતી સાહિત્ય કોશ : અર્વાચીનકાળ. II. Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૫૨૭.
- ↑ Raval, Nalin (1970). Liludi Dharati: Madiyanu Manorajya. Ahmedabad: Madiya Smarak Samiti.
- ↑ દવે આર.આર & દેસાઇ પી. કે. (૨૦૦૬). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ખંડ ૬. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
- ↑ Gokulsing, K. Moti; Dissanayake, Wimal, સંપાદકો (2013). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ 94. ISBN 978-1-136-77284-9.
- ↑ Limca Book of Records. Bisleri Beverages Limited. 2006. પૃષ્ઠ 111. OCLC 609208641.