લૂક ઇસ્ટ નીતિ

દક્ષિણ-પૂર્વના દેશો સાથે સંબંધ રાખવાની ભારતની વિદેશ નીતિ

ભારતની લૂક ઇસ્ટ નીતિ એ અગ્નિ એશિયાના રાષ્ટ્રો સાથે વ્યાપક આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો કેળવવાનો પ્રયાસ છે જેથી તે એક પ્રાદેશિક શક્તિ તરીકે તેની સ્થિતિને મજબૂત કરી શકે અને ચીનના વ્યૂહાત્મક પ્રભાવ સામે પ્રતિરોધક બની શકે. ૧૯૯૧માં શરૂ કરાયેલ આ નીતિ વિશ્વના ભારતના પરિપ્રેક્ષ્યમાં વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે.[] તે વડાપ્રધાન નરસિંહા રાવ (૧૯૯૧-૧૯૯૬)ની સરકાર દરમિયાન વિકસિત કરવામાં અને ઘડવામાં આવી હતી; અને અટલ બિહારી વાજપેયી (૧૯૯૮-૨૦૦૪) અને તેમના અનુગામી વડાપ્રધાન મનમોહન સિંહ (૨૦૦૪-૨૦૧૪)ના દ્વારા સખત રીતે અનુસરવામાં આવી હતી.

ભારત, ચીન અને અગ્નિ એશિયાના દેશો દર્શાવતો રાજકીય નકશો

લૂક ઇસ્ટ નીતિની સફળતાએ ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓને આ નીતિને વધુ કાર્યલક્ષી, પ્રોજેક્ટ અને પરિણામ આધારિત નીતિમાં વિકસાવવા માટે ઉત્સાહિત કર્યા.[] બે દાયકા પછી, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ૨૦૧૪માં જાહેર કરવામાં આવી હતી, તે લૂક ઇસ્ટ પોલિસીની અનુગામી બની હતી.[][][][][][]

પૃષ્ઠભૂમિ

ફેરફાર કરો

૧૯૬૨ના ચીન-ભારત યુદ્ધ પછી ચીન અને ભારત એ અગ્નિ એશિયામાં વ્યૂહાત્મક પ્રતિસ્પર્ધી રહ્યા છે.[][] ચીને ભારતના પાડોશી દેશ પાકિસ્તાન સાથે ગાઢ વ્યાપારી અને લશ્કરી સંબંધો કેળવ્યા છે; સાથે જ નેપાળ અને બાંગ્લાદેશમાં પ્રભાવ માટે સ્પર્ધા કરી છે.[૧૦] ૧૯૭૯માં ચીનમાં ડેંગ ઝિયાઓપિંગના સત્તામાં ઉદય અને ત્યારબાદના ચીનના આર્થિક સુધારા પછી, ચીને વિસ્તારવાદના જોખમોને ઘટાડવાનું શરૂ કર્યું અને બદલામાં એશિયન રાષ્ટ્રો સાથે વ્યાપક વેપાર અને આર્થિક સંબંધો કેળવ્યાં. ૧૯૮૮માં લોકશાહી તરફી પ્રવૃતિઓના હિંસક દમનને પગલે આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી બહિષ્કૃત કરાયેલા બર્માના લશ્કરી બૉર્ડનું ચીન સૌથી નજીકનું ભાગીદાર અને સમર્થક બન્યું હતું.[૧૧][૧૨] તેનાથી વિપરિત, શીત યુદ્ધ દરમિયાન, અગ્નિ એશિયાના ઘણા રાજ્યો સાથે ભારતના પ્રમાણમાં અચકાતા સંબંધો હતા કારણ કે આવા રાજદ્વારી સંબંધોને પ્રમાણમાં ઓછી અગ્રતા આપવામાં આવતી હતી.[૧૩]


આ પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાનો નરસિંહા રાવ અને અટલ બિહારી વાજપાયી વડે ભારતની 'લૂક ઇસ્ટ પૉલિસી' ઘડવામાં અને લાગુ કરવામાં આવી. આર્થિક ઉદારીકરણની અને શીત યુદ્ધની નીતિથી દૂર થવાની સાથે જ, ભારતનું મુખ્ય ધ્યાન ગાઢ આર્થિક અને વ્યાપારિક સંબંધો બનાવવાની સાથે સાથે વ્યૂહાત્મક અને લશ્કરી સહકાર કેળવવાનું તેમજ ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ભાર મૂકવાનું હતું.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Thongkholal Haokip, "India’s Look East Policy: Its Evolution and Approach," South Asian Survey, Vol. 18, No. 2 (September 2011), pp. 239-257 સંગ્રહિત ૨૦૧૫-૧૧-૦૭ ના રોજ વેબેક મશિન.
  2. ૨.૦ ૨.૧ Jha, Pankaj (March 23, 2019). "Vietnam's Salience in India's Act-East Policy". Oped Column Syndication.
  3. "Asia Times: Myanmar shows India the road to Southeast Asia". 22 May 2001. મૂળ માંથી 22 May 2001 પર સંગ્રહિત.
  4. ૪.૦ ૪.૧ "India's 'Look East' Policy Pays off". archive.globalpolicy.org.
  5. "Asia Times Online :: South Asia news - India rediscovers East Asia". 17 May 2008. મૂળ માંથી 17 May 2008 પર સંગ્રહિત.
  6. "Asia Times Online :: South Asia news, business and economy from India and Pakistan". 8 July 2008. મૂળ માંથી 8 July 2008 પર સંગ્રહિત.
  7. "Asia Times Online :: South Asia news, business and economy from India and Pakistan". 5 September 2008. મૂળ માંથી 5 September 2008 પર સંગ્રહિત.
  8. "Asia Times Online :: South Asia news - India rediscovers East Asia". 17 May 2008. મૂળ માંથી 17 May 2008 પર સંગ્રહિત.
  9. Sino-Indian relations
  10. http://countrystudies.us/india/126.htm India-Nepal Treaty
  11. Sino-Myanmar Relations: Analysis and Prospects by Lixin Geng, The Culture Mandala, Vol. 7, no. 2, December 2006
  12. Shambaugh, David (2006). Power Shift: China and Asia's New Dynamics. University of California Press. પૃષ્ઠ 218. ISBN 978-0-520-24570-9.
  13. David Brewster. "India as an Asia Pacific Power. Retrieved 19 August 2014".