વલ્લભસૂરી
આચાર્ય વિજય વલ્લભસૂરી જૈન સાધુ હતા. તેઓ પંજાબ કેસરી તરીકે જાણીતા છે. તેઓ વિજયાનંદસૂરીના શિષ્ય હતા. તેમણે ધાર્મિક તેમજ સમાજ સુધારણા માટે કાર્યો કર્યા હતા. તેઓ પંજાબમાં સક્રિય હતા.[૧]
આચાર્ય વિજય વલ્લભસૂરી | |
---|---|
અધિકૃત નામ | આચાર્ય વિજય વલ્લભ સૂરી |
અંગત | |
જન્મ | છગન ૨૬ ઓક્ટોબર ૧૮૭૦ વડોદરા, ગુજરાત |
મૃત્યુ | ૨૨ સપ્ટેમ્બર ૧૯૫૪ (૬૩ વર્ષ) ભાયખલ્લા, મુંબઈ |
ધર્મ | જૈન |
માતા-પિતા | દીપચંદ, ઇચ્છાબાઇ |
પંથ | શ્વેતાંબર |
કારકિર્દી માહિતી | |
અનુગામી | સમુદ્ર સુરી |
દિક્ષા | વલ્લભવિજય ૫ મે ૧૮૮૭ રાધનપુર વિજયાનંદસૂરી (આત્મારામ) વડે |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૮૭૦ના રોજ (કારતક સુદ ૨, વિક્રમ સંવત ૧૯૨૭) વડોદરા, ગુજરાત ખાતે થયો હતો. તેમને છગન નામ આપવામાં આવ્યું હતું. તેમના પિતા દીપચંદ અને ઇચ્છાબાઇ તેઓ બાળક હતા ત્યારે જ અવસાન પામ્યા હતા.[૧][૨][૩]
તેઓ જૈન સાધુ વિજયાનંદસૂરીને જાનીસેરી ઉપાશ્રય, વડોદરામાં મળ્યા હતા. ૧૭ વર્ષની ઉંમરે ૫ મે ૧૮૮૭ના રોજ તેમણે જૈન સાધુ મુનિ વલ્લભવિજય તરીકે વિજયાનંદસૂરી હેઠળ દીક્ષા લીધી અને મુનિ હર્ષવિજયના શિષ્ય બન્યા. માગશર સુદ પ, વિક્રમ સંવત ૧૯૮૧ના રોજ સુમતિવિજય દ્વારા લાહોર ખાતે તેમને આચાર્યની પદવી આપવામાં આવી હતી. જૈન સંઘ દ્વારા તેમને પટ્ટધર તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨][૪][૩]
૧૯૪૭માં વલ્લભસૂરી ચાતુર્માસ માટે ગુજરાનવાલામાં હતા. ભારતના ભાગલાના કારણે ગુજરાનવાલા પાકિસ્તાનમાં ગયું. બંને દેશો વચ્ચે ભારે કોમી હિંસા ફાટી નીકળી હતી. તેમણે ભારત સરકાર દ્વારા પૂરી પડાયેલી હવાઇ સેવા ઉપયોગ કરવાની ના પાડી, કારણ કે જૈન સાધુઓ કોઇપણ વાહનનો ઉપયોગ કરતા નથી. તેમણે ગુજરાનવાલાના અન્ય જૈનો સાથે વાઘા સરહદ સુધી વિના વિધ્ને પગપાળા પ્રવાસ કર્યો અને ભારતમાં પ્રવેશ્યા.[૨][૩]
તેમના જીવનકાળમાં તેમણે શિક્ષણ પર ભાર મૂક્યો અને જૈનોને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે પ્રેરિત કર્યા. તેમણે મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ, વડોદરા, પુણે), પાર્શ્વનાથ ઉમેદ મહાવિદ્યાલય (ફાલના), આત્માનંદ જૈન કોલેજ (અંબાલા, માલેરકોટલા), આત્માનંદ જૈન હાઇસ્કૂલ (લુધિયાણા, અંબાલા, માલેરકોટલા, બગવાડા, હોશિયારપુર, જાંડિયાલા ગુરુ) અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે હિન્દી, ગુજરાતી, પંજાબી ભાષામાં કેટલાક પુસ્તકો અને ધાર્મિક ગ્રંથો લખ્યા છે. તેમણે આત્માનંદ જૈન સભાની સ્થાપના કરી હતી. મહાત્મા ગાંધીની ભારતના સ્વતંત્રતા માટેની અહિંસક ચળવળને તેમણે ટેકો આપ્યો હતો.[૫]
તેઓ મંગળવાર, ૨૨ સપ્ટેમ્બર ૧૯૫૪ (આસો વદ ૧૧, વિક્રમ સંવત ૨૦૧૧)ના રોજ ૨.૩૨ વાગે ભાયખલ્લા, મુંબઈ ખાતે અવસાન પામ્યા હતા.[૧][૨][૩] પાછળથી તે સ્થળ પર તેમનું એક સ્મારક બાંધવામાં આવ્યું હતું.
સન્માન
ફેરફાર કરોતેમના સન્માનમાં દિલ્હીમાં વિજય વલ્લભ સ્મારક બાંધવામાં આવ્યું હતું. તેનું સંચાલન શ્રી આત્મા વલ્લભ જૈન સ્મારક શિક્ષણ નિધિ દ્વારા થાય છે. ભારતીય ટપાલ વિભાગે ૨૧ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ તેમની છબી તેમજ પાશ્વ ભાગમાં વિજય વલ્લભ સ્મારક દર્શાવતી ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
નોંધ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ "Acharya Vijay Vallabh Suri". herenow4u.com. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Kasturchand M. Jhabak (1974). The Life & Work of Acharya Vijaya Vallabh Suriji.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Muni, Punjyavijayji (1956). Acharya Shri Vijay Vallabh Suri Smrak Granth [Acharya Vijay Vallabhsuri Commemoration Volume]. Bombay: Shri Mahavir Jain Vidyalaya Prakashan. પૃષ્ઠ 40–75. મૂળ માંથી 2017-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-02-21.
- ↑ Peter Fl Gel; Peter Flügel (1 February 2006). Studies in Jaina History and Culture: Disputes and Dialogues. Routledge. પૃષ્ઠ 372. ISBN 978-1-134-23552-0.
- ↑ Titze, Kurt (૧૯૯૮). Jainism: A Pictorial Guide to the Religion of Non-Violence. Motilal Banarsidass Publ. પૃષ્ઠ ૧૩૬. ISBN 9788120815346. મેળવેલ ૨૮ ડિસેમ્બર ૨૦૧૨.
સંદર્ભ ગ્રંથ
ફેરફાર કરો- Natubhai Shah (૧૯૯૮). Jainism: The World of Conquerors. Sussex Academic Press.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- Atma Vallabh Smarak Jain Mandir
- Postage stamp સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન