વલ્લભી વિશ્વવિદ્યાલય

વલ્લભી વિશ્વવિદ્યાલય અથવા વલભી વિદ્યાપીઠ એ ૬૦૦ અને ૧૨૦૦ના સૈકાઓ દરમ્યાન બૌદ્ધ ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. આ સંસ્થા બૈદ્ધ ધર્મના હિનયાન ફિરકા દ્વારા સંચાલિત હતી. વલ્લભીએ ૪૮૦થી ૭૭૫ સુધી મૈત્રક સામ્રાજ્યની રાજધાની હતી. તે સૌરાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વપૂર્ણ બંદર પણ હતું, હાલમાં તેને પશ્ચિમ ભારતના ગુજરાતના ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર કહેવામાં આવે છે, જે વળા રજવાડું રાજ્યની હેઠળ હતું. થોડા સમય માટે, આ વિદ્યાપીઠ શિક્ષણના ક્ષેત્રમાં, બિહારની, નાલંદા વિદ્યાપીઠની પ્રતિસ્પર્ધી માનવામાં આવતી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭માં, ભારતની કેન્દ્ર સરકારે આ પ્રાચીન વિશ્વવિદ્યાલયને પુનર્જીવિત કરવાની દરખાસ્ત પર વિચાર કરવાનું શરૂ કર્યું.[૧]

અભ્યાસક્રમ ફેરફાર કરો

વલભીએ હિનયાન બૌદ્ધ ધર્મના અભ્યાસ કરાવતી હોવાનું જાણવા મળે છે, પણ ન તો તે એક માત્ર અભ્યાસ હતો કે ન તો તે અન્ય સાથે શીખવો જ પડે એવો અભ્યાસ હતો. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની સાથે અહીં બ્રાહ્મણવાદી વિજ્ઞાન પણ શીખવવામાં આવતું હતું. ગંગાના મેદાનોથી આ વિશ્વવિદ્યાલયમાં શીખવા આવેલા બ્રાહ્મણ વિદ્યાર્થીઓના સંદર્ભો મળી આવ્યા છે. ધાર્મિક વિજ્ઞાન ઉપરાંત, અહીંના અભ્યાસક્રમોમાં અન્ય વિષયો પણ શામેલ હતા જેમ કે:

  1. નીતિ (રાજકીય વિજ્ઞાન, રાજ્યોની વ્યવસ્થા)
  2. વાર્તા (વેપાર, કૃષિ)
  3. વહીવટ
  4. ધર્મશાસ્ત્ર
  5. કાયદો
  6. અર્થશાસ્ત્ર અને નામું

વલ્લભીથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રાજાઓ દ્વારા તેમના રાજ્યની સરકારમાં મદદ કરવા માટે નિયુક્ત કરવામાં આવતા હતા.

ખ્યાતિ અને પ્રભાવ ફેરફાર કરો

વલ્લભીની પ્રગતિ આખા ઉત્તર ભારતમાં પ્રસરેલી હતી. કથાસરીતસાગર એક બ્રાહ્મણની કથા સંભળાવે છે, જેણે નિશ્ચય કર્યો હતો કે તે નાલંદા અથવા બનારસ કરતાં તેના પુત્રને વલ્લભી મોકલશે. ગુણમતી અને સ્થિરમતી અહીંના બે પંડિતો હતા; અહીં રહેતા અન્ય પ્રખ્યાત શિક્ષકો અને વિદ્વાનો વિશે બહુ ઓછી જાણકારી છે. તે એકદમ નિશ્ચિત છે કે વલ્લભીના પંડિતો દ્વારા પાંડિત્ય કે વિદ્વાન તરીકેની મંજૂરી, ઘણા રાજ્યોની વિદ્વાન વિદ્વાનસભાઓમાં ખૂબ મૂલ્યવાન ગણાતી. ૭ મી સદીમાં એક ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે અને તે સદીના અંતમાં યીજિંગ નામના અન્ય ચીની યાત્રાળુએ પણ વલ્લભીની મુલાકાત લીધી હતી. યીજિંગે વિશ્વવિસ્યાલયને બૌદ્ધ મઠના કેન્દ્ર નાલંદાની સમાન ગણાવી હતી.

વહીવટ અને નાણાં ફેરફાર કરો

જ્યારે હ્યુ-એન-ત્સાંગે ૭ મી સદીના મધ્યમાં વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી, ત્યારે તે જગ્યાએ ૬૦૦૦ થી વધુ સાધુઓ અભ્યાસ કરતા હતા. તેમના રહેઠાણ માટે ૧૦૦ જેટલા મઠો પૂરા પાડવામાં આવ્યા હતા. વલ્લભીના ઘણા શ્રીમંત અને ઉદાર નાગરિકો આ સંસ્થા ચલાવવા માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવતા હતા. દેશ પર શાસન કરનારા મૈત્રક રાજાઓ વિશ્વવિદ્યાલયના આશ્રયદાતા તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેઓએ સંસ્થાના કામકાજ અને તેની પુસ્તકાલયો સજ્જ કરવા માટે પ્રચંડ અનુદાન આપ્યું હતું.

પડતી અને અંત ફેરફાર કરો

ઈ. સ. ૭૭૫માં, આશ્રયદાતા રાજાઓ પર આરબોએ હુમલો કર્યો. આનાથી વિશ્વવિદ્યાલયને હંગામી ફટકો લાગ્યો. તે પછી પણ, વિશ્વવિદ્યાલયનું કાર્ય અવિરતપણે ચાલુ રહ્યું, કારણ કે મૈત્રકા વંશના અનુગામીઓએ પુષ્કળ દાનથી તેનું સમર્થન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન અને પછી વિશ્વવિદ્યાલયને લાગતી ઘણી માહિતી પ્રાપ્ત થઈ નથી. તેના આશ્રયદાતા રાજાઓની ૧૨ મી સદીમાં હાર, સંસ્થાની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓને ધીમા મૃત્યુ તરફ દોરી ગઈ.

સંદર્ભ ફેરફાર કરો

  1. Prashant Ruperal: Ancient Vallabhi University to be revived, The Times of India, September 24, 2017, accessed on September 25, 2017.

ગ્રંથ સૂચિ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો