વાકબારસ

હિંદુ તહેવાર દિવાળીના પાંચ દિવસોમાંનો એક દિવસ

વાકબારસ, વાક્ બારસ કે વાક બારસદિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. આ તહેવારને ભૂલમાં વાઘ બારસ કહેવામાં આવે છે. વાકબારસ શબ્દમાં વાક એટલે વાણી [][], આ દિવસે વાણીની દેવી સરસ્વતિની આરાધના થતી હોવાથી તેને વાકબારસ નામ આપવામાં આવ્યું છે.

ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.

આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "વાઘ બારસ કે વાક્ બારસ! જાણો કઇ રીતે આ નામ પડ્યું? ના જાણતા હોવ તો જાણી લેજો, જાણો ઐતિહાસિક કથા". VTV ગુજરાતી. ૨૧ ઓક્ટોબર ૨૦૨૪. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૨૪.
  2. "શું તમને ખબર છે કે આસો વદ બારસને શા માટે કહે છે વાઘ બારસ ? જાણો ગોવત્સદ્વાદશીનો મહિમા". TV9 ગુજરાતી. ૧૦ ઓક્ટોબર ૨૦૨૨. મેળવેલ ૨૩ ઓક્ટોબર ૨૦૨૪.
  3. swaminarayan.org પર 'વાઘ બારસ'