વારલી ચિત્રકળા
વારલી ચિત્રકળા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે.
આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરતા હોય છે. આ અદ્ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળા, હાલના સમયમાં આધુનિકતાને કારણે ધીરે ધીરે લુપ્ત થતી હોવાનું જાણવા મળે છે.[૧][૨] આ ચિત્રકળામાં મોટેભાગે ત્રિકોણ, ચોરસ, વર્તુળ જેવા પાયાના આકારનો ઉપયોગ કરી સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, પ્રાણીઓ, પક્ષીઓ માણસ, નદી, સરોવર, પર્વતના ચિત્રો બનાવવામાં આવે છે. નૃત્ય, લગ્ન, તહેવાર-ઉજવણી, ધાર્મિક પૂજા, ખેતીકામ જેવા પ્રસંગોનું નિરુપણ કરતાં ચિત્રો પણ જોવા મળે છે.[૩]
યશોધરા દાલમિયાના ધ પેઈન્ટેડ વર્લ્ડ ઓફ ધ વારલીઝ (The Painted World of the Warlis) પુસ્તક મુજબ આ ચિત્રકળાની પરંપરા ઈ.પૂ. ૨૫૦૦-૩૦૦૦ના સમયકાળની છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "આદિવાસીઓની બેનમૂન ચિત્રકળા વારલી પેઈન્ટિંગ". સંદેશ. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫. મૂળ માંથી ૨ માર્ચ ૨૦૧૫ પર સંગ્રહિત.
- ↑ "વારલી ચિત્રકાળને સતાવી રહ્યો છે ભૂંસાઈ જવાનો ભય". દિવ્ય ભાસ્કર. ૩૦ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૯ મે ૨૦૧૭.
- ↑ Tribhuwan, Robin D.; Finkenauer, Maike (૨૦૦૩). Threads Together: A Comparative Study of Tribal and Pre-historic Rock Paintings. Delhi: Discovery Publishing House. પૃષ્ઠ ૧૩-૧૫. ISBN 81-7141-644-6.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |