વિકિપીડિયા:દૂર કરવા વિનંતી/ગોપાલ ઈટાલીયા

Not notable. Looks like COI editing. હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૩૨, ૨ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

નમસ્કાર હર્ષીલભાઈ, જે વ્યક્તિ કોઈ રાષ્ટ્રીય પક્ષના મોટા રાજનીતિક પદ પર હોઈ એ કઈ રીતે notable ના હોઈ શકે? રાજનીતિ સિવાય પણ આ વ્યક્તિ પોતાના કામના લીધે notable છે એની વધારે માહિતી માટે તમે ગૂગલ કરી શકો. તમને આ આર્ટિકલ "COI એડિટિંગ" લાગતો હશે પરંતુ આ વ્યક્તિ સાથે મારે કોઈ પણ જાતનો સંબંધ નથી. બધા ફકરાઓ માટે યોગ્ય સંદર્ભો ટાંક્યા છે જે સાર્વજનિક છે અને કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે. Wikilanemak (ચર્ચા)
@Wikilanemak: આમ આદમી પાર્ટી રાજ્ય સ્તરનો પક્ષ છે ન કે રાષ્ટ્રીય સ્તરનો. દિલ્હી અને પંજાબ સિવાય અન્ય કયાં ૪ રાજ્યોમાં તેમના ધારાસભ્યો છે તે જણાવવા વિનંતી; જેથી માની શકાય કે પક્ષ કોઈ રાષ્ટ્રીય સ્તરનો છે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૫૯, ૨૦ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Brihaspati: હર્ષીલભાઈ, "બે મત" રાષ્ટ્રીય સ્તરનો પક્ષ છે. દિલ્હી અને પંજાબ સિવાય એમના ધારાસભ્યો નથી પરંતુ બિહાર, ચંદીગઢ, હરિયાણા, ગોવા, ગુજરાત, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી લડી ચુક્યા છે ભલે એમને હાર મળી હોઈ (સંદર્ભ). પક્ષના લોકસભા અને રાજ્યસભામાં પણ સભ્યો છે. (સંદર્ભ). જો આ સિવાય પણ કંઈ માહિતી જોતી હોઈ તો બેશક પૂછજો, આશા રાખું છું કે જવાબ યોગ્ય લાગે.
@Wikilanemak:, ઇલેક્શન કમિશનમાં અરજી કરો અને પહેલાં આપનું આ રાષ્ટ્રીય પાર્ટીમાં લિસ્ટીંગ કરાવો.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૨૧:૧૪, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
પક્ષ મહત્વનો નથી. બેશક, ગોપાલ ઈટાલીયા વિકિપીડિયામાં સ્થાન પામી શકે તેવા નોંધપાત્ર નથી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૧, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@KartikMistry: કાર્તિકભાઈ જવાબ દેતા પેલા આગળનો પ્રશ્ન તો વાંચી લેવો હતો. મેં હર્ષીલભાઈ એ પૂછેલા સવાલનો જવાબ આપ્યો છે. મેં પણ તમને નીચેની વાતચીતમાં પ્રશ્ર્ન પૂછેલા છે એનો 'બેશક' જવાબ પણ આપવા વિનંતી. :) --Wikilanemak (ચર્ચા) ૨૦:૩૫, ૨૧ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Brihaspati:@KartikMistry: એક બાજુ તમે તટસ્થતાની વાત કરો છો અને બીજી બાજુ જાણ્યા જોયા વગર કોઈ વ્યક્તિને "પેઈડ પ્રચારક અને કોઈ પાર્ટીના સમર્થક" કઈ રીતે કહી શકો? હું શા માટે અરજી કરું અથવા રાષ્ટ્રીય પાર્ટીમાં લિસ્ટીંગ કરાવું? હા હું ખોટો હોઈ તમે સાચા સંદર્ભ જોડી ધ્યાન દોરી શકો છો. મેં પહેલા પણ કીધું છે અને હજી પણ કહું છું કે મારે કોઈ પણ રાજનીતિક પાર્ટી સાથે કોઈ સંબંધ નથી તો મહેરબાની કરીને આપની ભાષા સુધારશો.

@Aniket:@Dsvyas:@Nizil Shah: --Wikilanemak (ચર્ચા) ૧૩:૩૭, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

@Wikilanemak:,જેમ મેં પહેલાં કહ્યું એમ હું ફરીથી કહું છું કે આપ કોઈ રાષ્ટ્રીય પાર્ટી નથી પણ એક પ્રાદેશિક પાર્ટી છે. કોઈ પણ સંદર્ભ એમ નથી કહેતો કે તે રાષ્ટ્રીય પાર્ટી છે; ના તો ભારતનું બંધારણ ના તો ચૂંટણી કમિશન. છતાં પણ તમે તેને રાષ્ટ્રીય સ્તરનો પક્ષ 'બેમત' રીતે માનતા હોવ તો લિસ્ટીંગ કરાવી આવો. વાતને તોડશો-મરોડશો નહીં. અને તમે જે રીતે એક પૃષ્ઠ રદ થવા પાછળ બહસ કરો છો તેના પરથી ઘણું બધું છતું થઈ જાય છે.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૪:૨૬, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Brihaspati: તમે જોડેલા સંદર્ભો પરથી હું સ્વીકારું છું કે આપ એ રાષ્ટ્રીય પાર્ટી નથી. કોઈ વાતને તોડતું-મરોડતું નથી, મહા મહેનતે લખેલા લેખ ખોટા કારણોથી દૂર થતા હોઈ કોઈને પણ સાચું કારણ જાણવાની ઈચ્છા હોઈ. સાહેબ, જે રીતે તમે એક ચર્ચાને "બહસ"નું રૂપ આપો છો એ પણ ઘણું બધું છતું કરે છે કે જે કહો તે સાંભળી લેવાનું, સામા કોઈ સવાલ ઉઠાવવાના જ નહિ. --Wikilanemak (ચર્ચા) ૧૪:૩૪, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
પહેલી વાત તો એ કે આવું કશું મેં કહ્યું જ નથી. બીજી વાત કે લેખને જ્યારે મેં સુધાર્યો ત્યારે તટસ્થ રીતે સંદર્ભો મેં જ ઉમેર્યા હતા. તમે ઉમેરેલું બધું જ લખાણ સાફ પ્રચાર જ હતું અને પછી પણ તમે તે પ્રવૃત્તિ ચાલુ રાખી ત્યારે નાછૂટકે લેખને ફરી દૂર કરવા વિનંતી કરવી પડી. ગોપાલ ઇટાલીયા નોંધપાત્ર નથી જ એવું મારું સ્પષ્ટ માનવું છે. ગુજરાતી વિકિપીડિયાએ કોઇ રાજકીય પ્રચારનો મંચ નથી. તેથી કોઇનું ગમે તે મંતવ્ય આવે - હું મારા મતમાં સ્પષ્ટ જ છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૬, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@KartikMistry: તમે જે સંદર્ભો ઉમેર્યા પછી મેં શું પ્રવૃત્તિ ચાલુ રાખી એ પણ જણાવશો. વિકિપીડિયા પરના અઢળક લેખ જોયા, વાંચ્યા પછી જ એક નોંધપાત્ર વ્યક્તિનું પાનું હોઈ એવું પાનું બનાવેલ એને તમે પેઈડ પ્રચાર અથવા સાફ પ્રચાર કેમ કહી શકો? તમે માગ્યા એ સંદર્ભો જોડ્યા. જેમ ગુજરાતી વિકિપીડિયાએ કોઇ રાજકીય પ્રચારનો મંચ નથી એમ કોઈની જાગિર પણ નથી કે પ્રબંધક હોઈ ગમે તે વ્યક્તિને ગમે તેમ કહી શકો. આમ હું પણ મારા મતમાં સ્પષ્ટ જ છું. --Wikilanemak (ચર્ચા) ૧૩:૩૭, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
FYI, અમારા બેમાંથી કોઇ પ્રબંધક નથી :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૮:૩૨, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Wikilanemak:, તમે આ ચર્ચાની શરુઆતમાં પૂછેલા મૂળ પ્રશ્ન જે વ્યક્તિ કોઈ રાષ્ટ્રીય પક્ષના મોટા રાજનીતિક પદ પર હોઈ એ કઈ રીતે notable ના હોઈ શકે? નો ટૂંકો અને સીધોસટ જવાબ આપું છું, જવાબ છે: ના, એવું જરુરી નથી. આશા રાખું કે હવે આ ચર્ચાનો અંત આણી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૨૩ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Dsvyas: આભાર ધવલભાઈ --Wikilanemak (ચર્ચા) ૨૦:૦૨, ૨૪ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]


Wikipedia:Notability (politics) અને થોડા સંશોધન મુજબ - પેઇડ પ્રચાર-લખાણને સંબંધિત લેખ. માત્ર કોઇ પક્ષના ઉપાધ્યક્ષ બનવું એ વિકિપીડિયા માટે નોંધપાત્ર નથી, ભલેને અઢળક સંદર્ભો હોય. કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૮, ૧૫ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

તમારા મત મુજબ Notable નહિ હોઈ પરંતુ છે એ મટી નથી જવાનું અને વાત રહી સંશોધનની તો કૃપા કરીને જણાવશો કે તમે એવા તો કેવા સંશોધન કરો છે જે એક સામાન્ય માણસે નિસ્વાર્થ ભાવે લખેલા લેખને "પેઈડ પ્રચાર" તરીકે ફ્લેગ કરી શકે. "વિકિપીડિયા માટે નોંધપાત્ર" બનવા માટે સંદર્ભો સિવાય શું જરૂર પડે છે એ પણ જણાવશો. આશા રાખું છું યોગ્ય જવાબ મળશે... --Wikilanemak (ચર્ચા) ૧૯:૦૧, ૧૬ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
Wikipedia:Notability (politics) વાંચ્યું? સામાન્ય માણસના યોગદાનો કોમન્સ અને અન્ય સ્થળોએ ચકાસી પછી જ આ દૂર કરવાની વિનંતી કરી છે. આભાર. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૦, ૧૬ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]
હા કાર્તિકભાઈ વાંચ્યું અને પછી જ પેજ બનાવ્યું. સામાન્ય માણસના કોમન્સ પરના યોગદાનોમાં શું ચકાસ્યું એ પણ જણાવશો. --Wikilanemak (ચર્ચા) ૨૧:૦૯, ૧૬ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]