વિકિપીડિયા:વિશેષાધિકાર નિવેદન

વિશેષાધિકાર માટે નિવેદન


પ્રશાસક

પ્રબંધક

રોલબૈકર

આંતરવિકિ આયાતક

સ્વયં-પ્રહરીત

બોટ ફ્લેગ

વિકિપીડિયામાં કેટલાક મુખ્ય સભ્ય અધિકારોની યાદી નીચે મુજબ છે:

આ પરિયોજના જુદા-જુદા સભ્યોને વિકિપીડિયામાં ઉપલબ્ધ સભ્ય અધિકારો આપવા માટે છે. જેનાથી તેઓ પોતાનું કાર્ય વધુ કુશળતાથી અને સારી રીતે કરી શકાશે.

  • પ્રશાસક: તેના અધિકારો જાણવા માટે અહીં જુઓ
  • પ્રબંધક: તેના અધિકારો જાણવા માટે અહીં જુઓ
  • સ્વતઃ પરીક્ષિત સભ્ય (Autopatrolled): તેઓ વિકિપીડિયાના વિશ્વસનીય સભ્યો છે. તેના દ્વારા કરાયેલા સંપાદનો યોગ્ય ગણવામાં આવે છે, જેની ચકાસણી કરવાની જરુર નથી.
  • પુનરીક્ષક (Reviewers): તે નવા સભ્યો તેમજ સ્વયંચલિત માન્ય સભ્યોના સંપાદનોની ચકાસણી કરે છે. તેમના દ્વારા અંકિત કરાયેલા અન્ય સભ્યોના સંપાદનો ચકાસેલા ગણાય છે. તેને રોલબૈકર્સ પૂર્વવત કરતા નથી.
ઉદ્દેશ અને કાર્ય

વિકિપીડિયા દ્વારા કુશળ સભ્યો માટે જુદા-જુદા સદસ્યસ્તરો નક્કી કરાયા છે. યોગ્યતા ધરાવતા વધુ ને વધુ સભ્યો વિશેષાધિકારોનો ઉપયોગ કરે તો તઓ વધુ ઉત્સાહથી કામ કરી શકશે અને વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવામાં વધુ મદદરૂપ થઈ શકે. આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ યોગ્યતા ધરાવતા સભ્યોને વિકિપીડિયા દ્વારા અપાતા વિશેષ અધિકારો ઉપલબ્ધ કરાવવાનો છે જેથી સભ્યો પોતાનું કાર્ય વધુ કુશળતાથી અને સારી રીતે કરી શકશે. જે તે અધિકાર પ્રાપ્ત કરવા માટે તે અધિકારના નિવેદનના પૃષ્ઠ પર નામાંકન કરી શકાશે. કુશળ સભ્યો અન્ય લાયકાત ધરાવતા સભ્યોના નામાંકન કરશે અને મતદાનમાં પણ સક્રિયતાથી ભાગ લેશે. સભ્ય જે તે અધિકાર પ્રાપ્ત કરવા માટે લાયકાત ધરાવતા હોય તો જાતે પણ પોતાનું નામાંકન કરશે. પ્રબંધકો મતદાનનું પરિણામ જાહેર કરીને જે તે અધિકાર આપશે અથવા નામાંકન અસફળ જાહેર કરશે અથવા પ્રબંધક કે પ્રશાસક જેવા અધિકારો માટે સ્ટીવર્ડનો સંપર્ક કરશે. ગુજરાતી વિકિપીડિયામાં આ તમામ અધિકારો સક્રિય કરવા માટે સ્ટીવર્ડનો સંપર્ક કરશે. મતદાનમાં અન્ય સભ્યો પણ ભાગ લઈ શકશે પરંતુ આ પરિયોજના સાથે જોડાયેલા સભ્યો યોગ્ય લાયકાત ધરાવતા સભ્યોના નામાંકન અને મતદાનમાં સક્રિયતાથી ભાગ લેશે.

મતદાનના નિયમો
  • આ કોઇ પદ નથી પરંતુ વિકિપીડિયાના યોગ્યતા ધરાવતા સભ્યોને તઓ વિકિપીડિયાનું કામ વધુ કુશળતાથી અને સારી રીતે કરી શકે તે માટે અપાતી વિશેષ સવલત છે.
  • ખાસ સંજોગોને બાદ કરતા વિકિપીડિયામાં કોઇપણ વિશેષાધિકાર મેળવવા માટે મતદાન પ્રક્રિયાને અનુસરવાનું રહેશે.
  • મતદાન પ્રક્રિયાથી વિશેષાધિકારો આપી શકાય છે અને પરત પણ લઈ શકાય છે.
  • જે વ્યક્તિનું નામાંકન થયું હોય તે સિવાયના સભ્યો મતદાન કરશે.
  • આઇપી સરનામા, નવા સભ્યો, અસક્રિય સભ્યો કે નગણ્ય યોગદાન કરનારા અને માત્ર મતદાન કરવા માટે જ અહીં આવ્યા હોય તેવા સભ્યો તેમજ કઠપૂતળી ખાતાઓના મતને ધ્યાને લેવાશે નહીં.
  • કોઇપણ નવા સદસ્યને મત આપવા માટે ગુજરાતી વિકિપીડિયામાં ઓછામાં ઓછું મહિના જૂનું ખાતુ અને છેલ્લા 30 દિવસોમાં 100 કે વધુ સંપાદનો હોવા જરુરી છે.
  • પ્રબંધક કે અન્ય વિશ્વસનીય સભ્યોના મત કે ટિપ્પણીને વધુ મહત્વ અપાશે પરંતુ તે ટિપ્પણી તટસ્થ હોવી જરુરી છે.