વિકિપીડિયા ચર્ચા:સંદર્ભ વિનિમય પરિયોજના

છેલ્લી ટીપ્પણી: Archives વિષય પર Gazal world વડે ૪ વર્ષ પહેલાં

મુખ્ય પાનાં પર..

ફેરફાર કરો

@Dsvyas:, @Aniket:, આ પરિયોજનાની કડી મુખ્ય પાનાં પર મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૧૧, ૩ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

No reply from admins. Why ? -Gazal world (ચર્ચા) ૨૨:૪૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
@Dsvyas:, @Aniket:!! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૨, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
મુખ્યપાનુ એટલે શું? મુખપૃષ્ઠની વાત છે? ગુજરાતી વિકિ પર પરંપરાગત રીતે કોઈ પરીયોજનાની કડી મુખપૃષ્ઠ પર મુકવામાં આવતી નથી. માટે સહુ વિકિજનોએ મળીને એ માટે પહેલા તો એક સ્પષ્ટ નિતિ ઘડવી જોઈએ.--A. Bhatt (ચર્ચા) ૧૧:૦૦, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
અહીં માત્ર મુખપૃષ્ઠ પર કડી મૂકવાની વાત છે. વધુ કંઇ નહીં. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૨૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
હા, હું પણ એની જ વાત કરી રહયો છું. આખી પરીયોજનાતો મુખપૃષ્ઠ પર કોઈ ના જ મૂકે ને. છતા પણ વધુ સ્પષ્ટતા ખાતર મારૂ વાક્ય સુધારી નાખ્યું છે. --A. Bhatt (ચર્ચા) ૨૦:૪૮, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
હવે સ્પષ્ટ થયેલ હોવાથી કડી મૂકવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૪, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
બિલકુલ, આ એક ઉપયોગી પાનુ છે. અને ઘણાને તે મદદરૂપ થઈ શકે છે. -Gazal world (ચર્ચા) ૨૨:૪૫, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
પરિયોજનાની ઉપયોગીતા વિષે મેં કોઈ શંકા કરી જ નથી. આપણે બધી જ પરીયોજનાઓ ખુબ ઉપયોગી લાગ્યા પછી જ શરૂ કરીએ છીએ. પણ ગુજરાતી વિકિ પર પરંપરાગત રીતે કોઈ પરીયોજનાની કડી મુખપૃષ્ઠ પર મુકવામાં આવતી નથી. માટે સહુ વિકિજનોએ મળીને એ માટે પહેલા તો પરીયોજનઓને મુખપૃષ્ઠ પર ક્યાં મુકવી અને કેવી રીતે મુકવી એ બાબત એક સ્પષ્ટ નિતિ ઘડવી જોઈએ. એ હું એકલો કરી શકુ નહી. નહીતર વળી પાછુ આપણામાંથી જ કોઇ કહેશે કે એડમીન મનમાન્યું પરીવર્તન કરે છે. --A. Bhatt (ચર્ચા) ૧૦:૩૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
ઓકે. આટલી સરળ વાત ધાર્યા કરતા પણ વધુ સંકીર્ણ થતી જતી હોવાથી મુખ્ય પાનાં પર કડી મૂકવાની મારી વિનંતી હું પાછી લઉં છું. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૦૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
Well. આપણે તે રહેવા દઈએ. -Gazal world (ચર્ચા) ૧૩:૦૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
ભલે, આપ સહુની મરજી. --A. Bhatt (ચર્ચા) ૨૦:૧૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
મોડેથી આવવા બદલ ક્ષમા ચાહું છું પણ સૌકોઈ ચોતરા પર ચર્ચાની શરુઆત કરી શકો છો. મારો મત અહીં જ વ્યક્ત કરું તો મારા વિચાર મુજબ પરિયોજનાની કડી મુખપૃષ્ઠ પર ક્યાં મૂકવા ધારો છો તે અનંતભાઈ થોડી સ્પષ્ટતા સાથે જણાવો તો જગ્યાની ઉપલબ્ધતા અને તે વિભાગની અન્ય કડીઓ સાથે પરિયોજનાની સુસંગતતા હોય તો અન્ય સભ્યો વધુ સ્પષ્ટતાથી વિચાર વ્યક્ત કરી શકશે.--Vyom25 (ચર્ચા) ૨૦:૩૩, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
હું તો એટલો મોડો પડ્યો કે ચર્ચા જ સંકેલાઈ ગઈ, માફી ચાહું છું. વિનંતિને કોઈ પ્રતિસાદ ન મળતા કેમ? એવો પ્રશ્ન ઉઠ્યો, એની સામે હું કેમ? એવો પ્રશ્ન ઉઠાવું છું. આવો શક મનમાં લાવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ? આપણે સૌ સ્વયંસેવકો છીએ અને પોતાને મળતા સમય પ્રમાણે અહિં યોગદાન કરીએ છીએ, હા એ વાત જૂદી છે કે અમારે પ્રબંધકોને થોડી વધારે જવાબદારી હોવાથી અમારે સમયસર જવાબ આપવો જોઈએ, ખાસ કરીને ત્યારે કે જ્યારે અમારા નામ સાથે સંદેશો મૂક્યો હોય. પરંતુ કોઈ કારને અમે ઉત્તર ન આપી શક્યા હોઈએ તો વોટ્સએપ દ્વારા કે અમારા ચર્ચાના પાના પર કે સભ્યને ઇમેલ કરો કડીનો ઉપયોગ કરીને પણ અમારો સંપર્ક કરી શકો છો, હું તો કોઈ કાળે કોઈને અવગણતો નથી જ, અને સાથી પ્રબંધક ભટ્ટભાઈ પણ પોતાની પ્રબંધક તરીકેની જવાબદારીમાંથી નહિ છટકે એની ખાતરી છે. માટે મહેરબાની કરીને ભવિષ્યમાં આવો No reply from admins. Why ? જેવો શક મનમાં લાવવો નહિ.
હવે વાત મૂળ વિનંતિની તો, ઉપર વ્યોમભાઈએ કહ્યું છે તેમ મુખપૃષ્ઠ પર ક્યાં એ સ્પષ્ટતા જો થોડી થાય તો કદાચ સમજવામાં સરળતા રહે. પણ ઉપરછલ્લી રીતે તો હું A. Bhattજી સાથે સહમત છું કે વિકિપીડિયામાં આપણે પરિયોજનાઓની કડીઓ મુખપૃષ્ઠ પર મૂકતા નથી. ભૂતકાળમાં પણ ઘણી પરિયોજનાઓ કરી, જેમાંથી અમુક તો હજુ ચાલુ છે/હશે, પરંતુ તે પરિયોજનાઓના પાના પૂરતી જ મર્યાદિત રહે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
@Dsvyas: મુખપૃષ્ઠ પર 'વિકિપીડિયા અન્ય'માં મારા ખ્યાલથી આ કડી મૂકી શકાય. ત્યાં જગ્યા છે. એડમીન તરફથી લાંબા સમયબાદ કોઈ પ્રત્યુત્તર ન મળતા મેં No reply from admins. Why ? એવું લખ્યું હતું, જે ઘણો સ્વાભાવિક પ્રશ્ન હતો. અન્ય મિત્રો પણ કડી મૂકવાની આ વાત સાથે સહમત હોય તો આપણે તે માટે આગળ વધી શકીએ. -Gazal world (ચર્ચા) ૧૫:૦૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
સ્વાભાવિક પ્રશ્ન બાબતે સમજાયું, પણ ભવિષ્યમાં વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને પણ ધ્યાન દોરી શકો છો એ વાત ધ્યાને રાખશો. હું અહિં અનિકેતભાઈ સાથે સંમત છું કે પરિયોજનાની કડી તમે જણાવ્યું છે તે વિભાગમાં પણ મૂકવી યોગ્ય લાગતી નથી. જો કે મારો નિર્ણય એ આખરી નિર્ણય હોતો નથી અને માટે બહુમત લોકો જો પરિયોજનાની આવી કડીઓ મુખપૃષ્ઠ પર મૂકવાની તરફેણમાં હોય તો બધી જ પરિયોજનાઓની યાદિ બનાવવાનું કામ આરંભવું જોઈએ. પણ પહેલા મત લઈ જોઈએ. જો કે ઉપરના સંદેશાઓ વાંચ્યા તો ત્યાં કાર્તિકભાઈએ અને તમે બંન્નેએ આ વાત પડતી મૂકવાનો મત વ્યક્ત કર્યો છે, તો હવે આગળ કાંઈ ખાસ વિચારવાનું રહેતું નથી લાગતું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૦, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

પ્રકાશન અધિકાર

ફેરફાર કરો

આપણે જે પુસ્તકોનો લેખમાં સંદર્ભ તરીકે ઉપયોગ કરીએ છીએ તેમાં મૂળ સ્રોત (પુસ્તક)નું લખાણ ફેરફાર કરી મૌલિક ભાષાનો ઉપયોગ કરવાનો હોય છે નહિ કે પુસ્તકના લખાણને સીધું જ ઉતારવાનું. તો આ વસ્તુથી બચવા આપણી પાસે કોઈ વ્યવસ્થા છે અથવા તો કેવી રીતે ઉભી કરવી. સૌ વિચાર જણાવશો.--Vyom25 (ચર્ચા) ૨૦:૨૯, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

@Vyom25: અંગ્રેજી વિકિ પર તો Wikipedia:Close paraphrasing નામનું પાનું છે જ, જે Paraphrasing વિશે વિસ્તૃત માહિતી આપે છે. આપણે પણ આવું એક પાનું બનાવી શકીએ. જોકે આપણા ગુજરાતી વિકિ પર મોટી સંખ્યામાં એવા પાના છે કે જેના પર માહિતી ક્યાકથી કૉપી - પૅસ્ટ કરીને મૂકવામાં આવી હોય. દા.ત.; ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ પરથી લીધેલ લેખકોની બાયૉગ્રાફી. જે મૂળ 'ગુજરાતી સાહિત્યકોશ' (ભાગ: ૧, ૨ અને ૩) માંથી લેવામાં આવી છે. -Gazal world (ચર્ચા) ૨૦:૪૭, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
એ વાત સાચી છે. પણ આપણે કોઈક ટૂંકી નોંધ મૂકવી જોઈએ જેથી ભવિષ્યમાં જે તે સંદર્ભ ઉમેરનાર પર તે જવાબદારી આવે અને ન કે પરિયોજના પર. કોઈ ignorance હોવાનો દાવો ન કરે.--Vyom25 (ચર્ચા) ૧૧:૨૩, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
સાચું. એ સૂચના મૂકવી જોઈએ. તમે અને કાર્તિક મળીને આવી એક નાની અને વ્યવસ્થિત સૂચના મૂકી દેશો. અંગ્રેજી વિકિ પર જોઈ લેશો જેથી ખ્યાલ આવે. -Gazal world (ચર્ચા) ૧૨:૫૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
ગુજરાતમાં Close paraphrasing માટે શબ્દ ખરો? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
  કામ થઈ ગયું. હાલમાં એક નાની નોંધ મૂકી છે. જોઇ લેવા અને યોગ્ય સુધારાઓ કરવા વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
@KartikMistry: 'પુન:લેખન' શબ્દ ચાલે. મૂળ સ્ત્રોતમાં આપેલ માહિતીનું પુન:લેખન કરી, પોતાના મૌલિક શબ્દોમાં રજૂ કરવી. આમ ચાલે, મારા ખ્યાલથી. -Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
Nizil is also expert in writing this type of stuff. -Gazal world (ચર્ચા) ૧૫:૦૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
સરસ, કાર્તિકભાઈ, અનંતભાઈ; મારા મતે જવાબદારી ખસેડવા અને જાણકારી આપવા માટે આટલું લખાણ યોગ્ય છે. વધુ કોઈ જરુર નથી પણ કોઈ વિસ્તરણ કરવા ચાહે તો કોઈ વાંધો નથી. આભાર.--Vyom25 (ચર્ચા) ૧૭:૧૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
'પુન:લેખન' કરતા ધ્યાન રાખવું પડે અને જ્યાં જ્યાં એવું છે તે સાફ કરવું પડે. ગુજરાતી સાહિત્ય પરિષદે તો જાણીને લખાણ મુકેલ તેથી અત્યારે વાંધો નથી. એ લેખોને અપડેટ અને વીકી મુજબ કરીએ ત્યારે ઘણું ખરું જુદું થઇ જ જતું હોય છે પણ છતાય જેટલું વધુ અલગ એટલું સારું. આ માટેનું નોટીસ ટેમ્પ્લેટ પણ વાપરી શકાય.-Nizil Shah (ચર્ચા) ૨૦:૦૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
હા, એક ઢાંચો બનાવી દઉં છું. કાલે કે શનિ-રવિમાં અહીં મૂકી દઇશ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૨૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
એક ઢાંચો {{સંદિગ્ધ}} મળ્યો છે. તેને સુધારીને ફરી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

પુસ્તકાલયમાંથી ઉપયોગી પુસ્તક પુસ્તક શોધવા બાબત

ફેરફાર કરો

ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થિત પુસ્તકાલયમાં કયા કયા પુસ્તકો પ્રાપ્ય છે તે અહિં જઈને જોઈ શકાય છે. અહીંથી જોઈતુ પુસ્તક સર્ચ કર્યા પછી જે કોઈ સભ્ય યોજનાના પાને વિનંતી મૂકશે તો તે હું સ્કેન કરીને મોકલી સકીશ. હું આ લાઈબ્રેરીનો સભ્ય છુ. તો આ પુસ્તક શોધવાની વાત અને ત્યારબાદ વિનંતી મૂકવાની વાતનો ઉલ્લેખ પરિયોજનાના પાને કરી દેશો. આ ઉપરાંત હું ગુજરાત વિદ્યાપીઠ લાઈબ્રેરીનો પણ સભ્ય છુ, પણ તેનો ડેટાબેઝ આ રીતે ઑનલાઈન નથી મૂકવામાં આવ્યો. બાકી વિદ્યાપીઠ લાઈબ્રેરીમાં ખૂબ મોટી સંખ્યામાં પુસ્તકો છે. -Gazal world (ચર્ચા) ૨૦:૩૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો માહિતીકોશ Part 1

ફેરફાર કરો

ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો માહિતીકોશ (સંપાદક: જયકુમાર શુક્લ) સ્કેન કરીને ગૂગલ ડ્રાઈવ પર મૂકેલ છે. રસ ધરાવતા મિત્રો ઉપયોગ કરી શકે છે. @Sushant savla, KartikMistry, Nizil Shah, Vyom25, અને VikramVajir:. -Gazal world (ચર્ચા) ૦૧:૨૧, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

પરિયોજનાના લેખોમાં કે પ્રસ્તાવિત વિસ્તૃત કરવાના લેખોમાં મૂકવાનો ઢાંચો

ફેરફાર કરો

જુઓ: {{સંદર્ભ વિનિમય પરિયોજનાની મદદથી બનાવેલો લેખ}} --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૦:૦૧, ૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

નોંધ: વિસ્તૃત કરેલા લેખો માટે expanded=yes પરિમાણ મૂકવાનું રહેશે. દા.ત. {{સંદર્ભ વિનિમય પરિયોજનાની મદદથી બનાવેલો લેખ|expanded=yes}}

આ ઢાંચો ઉમેરતાં જે શ્રેણીમાં આપોઆપ લેખ ઉમેરાવો જોઈએ તેને સ્થાને તેનું ચર્ચાપાનું ઉમેરાય છે.--Vyom25 (ચર્ચા) ૨૧:૫૩, ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર
આ બરોબર જ છે. લેખમાં જો ઉમેરીએ તો તે મુખ્ય શ્રેણીઓ સાથે ભેળસેળ કરશે. અન્ય આવા ઢાંચાઓ ‍(દા.ત. પ્રોજેક્ટ ટાઇગર) અને અન્ય વિકિઓમાં પણ આ રીતે ઢાંચા ઉમેરાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૩૦, ૧૬ ઓક્ટોબર ૨૦૧૮ (IST)ઉત્તર

Archives

ફેરફાર કરો

@KartikMistry: Need to archive fulfilled requests. -Gazal world (ચર્ચા) ૧૬:૫૦, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

  કામ થઈ ગયું જુઓ, https://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:સંદર્ભ_વિનિમય_પરિયોજના/પૂર્ણ_વિનંતીઓ_૧ - કંઇ ગરબડ હોય તો જણાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૩૨, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
ફક્ત એવી જ વિનંતીઓ Archive કરો જેમાં 'પત્યું' ટેગ છે અથવા 'નહીં થાય' ટેગ છે. -Gazal world (ચર્ચા) ૧૮:૩૫, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
વધુમાં છેલ્લી વિનંતી (દિપક બારડોલીકર) અપૂર્ણ છે, જે ભૂલથી Archive થઈ ગઈ છે.-Gazal world (ચર્ચા) ૧૮:૩૯, ૧૮ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર
@KartikMistry: Need to archive fulfilled requests. --Gazal world (ચર્ચા) ૧૮:૩૭, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર
  કામ થઈ ગયું. નહી થાય - એના માટે અલગથી પાનું બનાવીએ? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૭, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર
હા. એના માટે અલગથી પાનું બનાવી દેશો. એક unfulfilled (સુરજબારીની રિક્વેસ્ટ) વિનંતી ભૂલથી Archivesમાં જતી રહી છે એ પાછી લાવશો. --Gazal world (ચર્ચા) ૨૦:૧૨, ૬ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

@KartikMistry: વિન્સેન્ટ વાન ગૉગ વાળી વિનંતી અપૂર્ણ છે. એને પાછી લાવવા વિનંતી. --Gazal world (ચર્ચા) ૨૨:૦૩, ૨૫ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

Return to the project page "સંદર્ભ વિનિમય પરિયોજના".