બારડોલી સુગર ફેક્ટરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સુધારો}} {{સંદર્ભ આપો}}
લીટી ૨૬:
આ સાથે બાબેનજીનના મહારથીઓ સ્વ. ગોપાળદાદા, સ્વ. નારણજીકાકા, બાબેનજીન ના સેક્રેટરી સ્વ. પરભુભાઈ ભીખાભાઈ-ગાંગપુર જેવા સહકારી આગેવાનો અને પ્રાણવાન કાર્યકર્તાઓએ જાહેમત ઉઠાવી તેના ફળસ્વરૂપે ઈ.સ ૧૯૫૫માં મંડળી રજીસ્ટર થઇ. [[ડો. દયારામભાઈ પટેલ]]-વણેસા કે જેમણે અમેરિકાની વિસ્કોન્સિત વિશ્વવિદ્યાલય માંથી P.H.D. કર્યું હતું, પરંતુ સરકારશ્રી સાથે કરબદ્ધ હોય, સરકારે તેમને સુગર કેઈન રીસર્ચ સ્ટેશન, પાંડેગાવ ખાતે ફરજ –સેવાર્થે પર મુક્યા હતા પણ આ મંડળીના આગેવાનો સરકારને આગ્રહભરી વિનંતી કરીને લોન રૂપે ડો. દયારામભાઈ પટેલને બારડોલી સુગર ફેક્ટરી ખાતે લઇ આવ્યા. ડો. દયારામભાઈ પટેલ જેવા સમર્પિત અને કર્મઠ મેનેજીનીગ ડાયરેક્ટર ની મદદથી ખાંડ ઉદ્યોગનો ઉદય દક્ષીણ ગુજરાતમાં થયો.
 
તા. ૫ માર્ચ ૧૯૫૬ના રોજ ત્યારના મુંબઈ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે બારડોલી સુગર ફેક્ટરીનો શિલાન્યાસ વિધિ કરાયો. ૧૯૫૫ ના ઓગસ્ટ મહિનામાં પશ્ચિમ જર્મનીની M/s. Buckau wolf પાસેથી ખાંડની મશીનરી ખરદી ત્યારે સંસ્થા પાસે શેરભંડોળ, સરકારશ્રી નું શેર ભંડોળ, લોન વિગરે મળીને કુલ ૮૮ લાખ રૂપીયાની મૂડી હતી. તા. ૨૧ એપ્રિલ ૧૯૫૭ ના રોજ સમગ્ર ભારતમાં ત્રીજું અને ગુજરાત પ્રદેશનું સહકારી ક્ષેત્રનું ખાંડનું પહેલું કારખાનું ૮૦૦ મેં.ટન દૈનિક પીલાણ ક્ષમતાવાળું બાબેન-બારડોલીમાં શરૂ થયું<ref>http://bardolisugar.com/AboutUs.aspx</ref>.
 
=== શરૂઆતની અડચણો ===
પ્રારંભમાં શેરડીના રોપાણ માટે નહેરનું પાણી ન મળતા કારખાનાની ઉત્પાદન અંગે વિકટ પરિસ્થિતિ થઇ. તેમાં કાકરાપાર યોજનાનું નહેરનું પાણી જે સને ૧૯૫૫માં મળનાર હતું તે ઉપલબ્ધ થયું નહિ જે ખરેખર ૧૯૫૯-૬૦ માં થયું જેથી કારખાનાની શરૂઆત પછી પહેલી ચાર સીઝન સુધી શેરડીનો પુરવઠો ન મળતા સંસ્થાનું આર્થિક માળખું હાલી ઉઠ્યું. પરંતુ સંસ્થાના કાર્યકર્તાઓ ની હિમંત, સાહસિકતા અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠા અને વિસ્તારના ખેડૂતોના અભૂતપૂર્વ સહકારને લીધે આ કારખાનું આજે એશિયાખંડના ખાંડ ઉદ્યોગમાં શિરમોર શિખર પર પહોચેલ છે.
 
== હાલની સ્થિતિ ==