વિશ્વેશ પરમાર
વિશ્વેશ પરમાર એક ભારતીય પ્લેબેક સિંગર/ રેકોર્ડીંગ આર્ટીસ્ટ અને સંગીતકાર છે. તેઓ અર્બન ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશ? ના પોતાનાં ગીત "પંખીડા" માટે જાણીતા છે.[૧][૨] તેઓ આ ગીત માટે બીનાની બિગ ગુજરાતી "મોસ્ટ એન્ટર્ટેઈનીંગ સૉન્ગ 2012" નો પુરસ્કાર જીતેલો છે.
વિશ્વેશ પરમાર | |
---|---|
વ્યવસાય | પાર્શ્વગાયક |
શૈલી | rock music |
શરુઆતનું જીવન
ફેરફાર કરોવિશ્વેશ પરમાર નો જન્મ ગુજરાતના આણંદમાં 28 નવેમ્બર 1983 ના રોજ થયો, તેઓ નડિયાદ શહેરમાં સ્થાયી થયા છે. તેઓ એ નડિયાદની સેન્ટ મેરિસ સ્કૂલ માં અભ્યાસ કર્યો અને 2001 માં તેઓ એન્જિનિરીંગ ભણવા માટે પાસેના શહેર વલ્લભ વિદ્યાનગરમાં આવેલ એ.ડી. પટેલ ઈંસ્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કૉલેજ માં દાખલ થયા.
કારકિર્દી
ફેરફાર કરોફેબ્રુઆરી 2007 માં તેઓ અમદાવાદ ગયા , ત્યાં તેમણે કાફેમાં અને કોલેજમાં સોલો પર્ફોર્મસ આપવાનું શરુ કર્યું. જુલાઈ 2008માં તેઓ સાઉન્ડ એન્જિનિરીંગ અને રેકોર્ડિંગ આર્ટસ ભણવા માટે મુંબઈ ગયા. ડિપ્લોમા પતાવ્યા પછી તેઓએ બોલિવૂડ ફિલ્મોમાં સાઉન્ડ એન્જીનીર તરીકે કામ ચાલુ કર્યું. 2012 માં તેઓ એ સંગીતકાર તરીકે "કેવી રીતે જઈશ" ફિલ્મમા પોતાના ગીતો "પંખીડા" અને "ખરેખર" આપ્યા.
પંખીડાને મળેલ પ્રતિસાદ
ફેરફાર કરો"પંખીડા" એ વિશ્વેશ પરમારે ફિલ્મ માટે આપેલું સૌ પ્રથમ ગીત છે,આ ગીત રિલીઝ થયાના થોડા કલાકોમાંજ ઘણું પ્રખ્યાત થયું. ગીતને ડાઉનલોડ કરવા માટે ખુલ્લું મુકવામાં આવતા (26 મેં , 2012) , ઓફિશ્યિલ વેબસાઇટ ઉપરથી ફક્ત ચાર દિવસમાં 100 000 વખત ડાઉનલોડ થયું. રાજ્યના પ્રમુખ છાપાઓએ આ ગીત ને વાયરલ હિટ જાહેર કર્યું [૩][૪]
ફિલ્મો
ફેરફાર કરોવર્ષ | શીર્ષક | નોંધ |
2010 | રંણ |
બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર |
2010 | ફૂંક 2 | બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર |
2010 | પે બેક | બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર |
2010 | રક્ત ચરિત્ર | ગાયક - મીલા તો મરેગા , સહાયક સંગીતકાર ,બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર [૫] |
2010 | રક્ત ચરિત્ર 2 | ગાયક - મીલા તો મરેગા (ઇલેક્ટ્રો મિક્સ ), સહાયક સંગીતકાર,બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિક્સિંગ એન્જીનીર |
2012 | કેવી રીતે જઈશ |
ગાયક અને સંગીતકાર - "પંખીડા" અને " ખરેખર " |
2014 | ગેંગ ઓફ ધોસ્ટસ |
ગાયક - ઇશ્ક બહેન કા ધીન્ના [૬] |
2014 | ચાચી'સ ફ્યુનરલ |
સંગીતકાર[૭] |
પુરસ્કારો
ફેરફાર કરો2012: "કેવી રીતે જઈશ" ના ગીત "પંખીડા" માટે બીનાની બિગ ગુજરાતી એવોર્ડ - " દ મોસ્ટ એન્ટરટેઈનીંગ સોન્ગ 2012" ના વિજેતા
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Vishvesh Parmar". Stay.com. મૂળ માંથી 2016-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
- ↑ "What is 'urban music'?". dnasyndication.com. મૂળ માંથી 2016-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
- ↑ "Rock version of Pankhida goes viral - Cinema & Entertainment - News - News Syndication - Content Syndication". dnasyndication.com. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-18.
- ↑ "Gujarati rock song; a viral hit". The Times of India.
- ↑ "Vishvesh Parmar celebrates World Music Day". The Times of India.
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/music/Gang-Of-Ghosts-Vishvesh-Parmars-new-song/articleshow/30660291.cms
- ↑ "Vishvesh Parmar composes music for Chachi's Funeral". The Times of India.