વલ્લભ વિદ્યાનગર
વલ્લભ વિદ્યાનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા આણંદ તાલુકામાં આવેલું એક શહેર છે. આ શહેર રાજ્યનું સૌથી મોટું શિક્ષણનું કેન્દ્ર બની ગયું છે.
વલ્લભ વિદ્યાનગર | |
— શહેર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 22°33′05″N 72°55′31″E / 22.551263°N 72.925386°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | આણંદ |
તાલુકો | આણંદ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પિનકોડ | ૩૮૮૧૨૦ |
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન હતો. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવતી હતી. પરંતુ અહીં ધીરે ધીરે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, સ્નાતક તેમ જ અનુસ્નાતક કક્ષાના વિવિધ શાખાઓના અભ્યાસક્રમો માટે સંસ્થાઓ શરુ થતાં, એની સાથે સાથે કોચિંગ ક્લાસ, શોપિંગ સેન્ટરો, દવાખાનાં, રેસ્ટોરન્ટ, બેંક વગેરે પણ આવવાથી શહેરીકરણ માટેનો જરૂરી વિકાસ થયો છે.
ઇતિહાસ
ફેરફાર કરોમૂળ સોજિત્રાના નામાંકિત ઇજનેર પુજ્ય ભાઇકાકા અને કરમસદના જાણીતા શિક્ષણવીદ શ્રી ભિખાભાઇની જોડીએ વિદ્યાનગરની સ્થાપનામાં મુખ્ય ફાળો ભજવ્યો હતો. સૌપ્રથમ ચરોતર વિદ્યા મંડળ[૧] અને ત્યારબાદ સરદાર પટેલ યુનિવર્સિટીની[૨] સ્થાપના અહીં કરવામાં આવી હતી.
વલ્લભ વિદ્યાનગર તેના ઘટાદાર વૃક્ષો અને છાયાંવાળા રસ્તાઓને લીધે વૃક્ષનગર તરીકે જાણીતું છે.[સંદર્ભ આપો]
શૈક્ષણિક સંસ્થાઓ
ફેરફાર કરો- સરદાર પટેલ યુનિવર્સિટી
- બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (ઇજનેરી કોલેજ)
- ચારુતર વિદ્યા મંડળ
અન્ય સંસ્થાઓ
ફેરફાર કરો- વિદ્યાનગર નેચર ક્લબ (૧૯૮૮ થી પર્યાવરણ શિક્ષણ, જાગૃતિ તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે કામ કરતી સ્વયંસેવી સંસ્થા)
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Charutar Vidya Mandal. "Welcome to Charutar Vidyamandal". Ecvm.net. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૩.
- ↑ "Welcome to Sardar Patel University". Spuvvn.edu. મૂળ માંથી 2019-09-10 પર સંગ્રહિત. મેળવેલ ૬ એપ્રિલ ૨૦૧૩.
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |