વીંજ કે નાનું વણીયર (Viverricula indica), સમગ્ર દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઇન્ડોનેશીયામાં જોવા મળે છે.

વીંજ, નાનું વણીયર
સ્થાનિક નામવીંજ, કસ્તુરી, વણીયર
અંગ્રેજી નામSmall Indian Civet
વૈજ્ઞાનિક નામViverricula indica
આયુષ્ય૧૦ થી ૧૫ વર્ષ
લંબાઇ૯૦ સેમી.
ઉંચાઇ૧૫ સેમી.
વજન૩ થી ૪ કિલો
સંવનનકાળવર્ષમાં કોઇ પણ સમયે, ૪ થી ૫ બચ્ચા
દેખાવટુંકા પગ,શરીર પર લંબાઇમાં ટપકાં તથા પુંછડી પર કાળી ગોળ પટ્ટીઓ.
ખોરાકઉંદર, ખિસકોલી, નાના પક્ષીઓ, કાચિંડા, જીવાત, મરઘાં વગેરે.
વ્યાપસમગ્ર ગુજરાત
રહેણાંકઆછા જંગલ અને ઘાસીયા વિસ્તાર, રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે.
ઉપસ્થિતિ ના ચિન્હોટીક ટીક જેવો સતત અવાજ, પગનાં નિશાન, ગામનાં છેવાડાનાં ઘરોમાંથી ગોળ ખાઇ જવાની ટેવ.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૨૦ ના આધારે અપાયેલ છે.

વર્તણૂક

ફેરફાર કરો

વીંજ ઝાડી,દર કે પોલાણોમાં રહે છે. આ પ્રાણી પસાર થાય ત્યાં વિચિત્ર વાસ છોડતું જાય છે. નિશાચર પ્રાણી છે. વૃક્ષ કે ખડક નીચે દર બનાવી બચ્ચાં આપે છે. બોર પાકે ત્યારે બોરડી પાસે જોવા મળી શકે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો