શહીદ વીર મેઘમાયા રાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલિન હતા.

પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા સહસ્ત્રલિંગ તળાવમાં સતી જસમા ઓડણના શ્રાપને લીધે પાણી ટકતું નહોતું. સિદ્ધરાજે જ્યોતિષીઓ પાસે જોષ જોવડાવતાં તેઓએ જણાવ્યું કે કોઇ બત્રીસ લક્ષણા પુરૂષનો ભોગ-બલિદાન આપવામાં આવે તો સહસ્ત્રલિંગ તળાવમાં બારેમાસ પાણી રહેશે. ચારે તરફ તપાસ કરતાં અમદાવાદ જિલ્લામાં આવેલા ધોળકા પાસેના એક રનોડા ગામમાં માયા નામના વણકર યુવાનમાં જ્યોતિષીઓએ જણાવેલ લક્ષણો મળી આવ્યાં. આથી સંવત ૧૧૫૨માં પ્રાણીમાત્રના કલ્યાણાર્થે પાટણમાં હજારો નાગરિકોની હાજરીમાં તેઓએ યજ્ઞવેદીમાં પોતાનું બલિદાન આપ્યું.

શહીદ વીર મેઘમાયા વિશે ગુજરાતના સાહિત્યકાર તથા ઇતિહાસવિદ્દ દલપત શ્રીમાળીએ સંશોધનો કરીને સંત અને લોકસાહિત્ય (૧૯૮૯)[] નામે એક ગ્રંથ લખ્યો છે. જેની પ્રસ્તાવના વિદ્વાન કે. કા. શાસ્ત્રીજીએ લખી છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. Shrimali, Dalpatbhai (૧ જાન્યુઆરી ૧૯૮૯). Harijan Sant ane loksahitya. Gurudev Prakashan.