શામળદાસ ગાંધી

ભારતીય સ્વતંત્રતાસંગ્રામી

શામળદાસ ગાંધી એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ તત્કાલીન જૂનાગઢ રજવાડાંની આરઝી હકૂમતના વડા હતા.[]

શામળદાસ ગાંધી
જન્મની વિગત૧૮૯૭
મૃત્યુ૧૯૫૩
જીવનસાથીવિજ્યાબેન
સંતાનોપુષ્પા, કિશોર, મંજરી, હેમંત
માતા-પિતા
  • લક્ષ્મીદાસ ‍(કાલિકાસ કરમચંદ ગાંધી‌) (પિતા)
  • નંદકુંવર (માતા)

શરૂઆતનું જીવન

ફેરફાર કરો

શામળદાસ મહાત્મા ગાંધીના નાના ભાઈ લક્ષ્મીદાસ કરમચંદ ગાંધીના પુત્ર હતા. તેઓ તેમના કાકા મોહનદાસના નજીકના અનુયાયી હતા.

જૂનાગઢનો ભારતમાં વિલય

ફેરફાર કરો

ઈસ ૧૯૪૭માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસને બનાવ્યા.

જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના તાબા હેઠળના માંગરોળ (જૂનાગઢ) અને માણાવદરમાં પ્રવેશ્યા ત્યારે નવાબના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ શામળદાસને જૂનાગઢનું સુકાન સંભાળવા આમંત્ર્યા, પરંતુ તેમણે તે પ્રસ્તાવ ભારત સરકારની તરફેણમાં જતો કર્યો.

યાદગીરી

ફેરફાર કરો

આજે પણ શામળદાસ ગાંધીને જૂનાગઢ અને ગુજરાત રાજ્યમાં એક લોકનાયક અને દેશભક્ત તરીકે યાદ કરાય છે. અનેક શાળાઓ, સાર્વજનિક કાર્યો અને દવાખાનાં તેમના નામ હેઠળ ચલાવાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Arzi Senanis of Junagarh to be honoured". ૨૮ મે ૨૦૦૮. મૂળ માંથી 2016-03-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ ઓગસ્ટ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો