શારદા સિંહા (ગાયિકા)
ભારતીય ગાયિકા
શારદા સિંહા બિહારના લોકપ્રિય શાસ્ત્રીય ગાયિકા છે. એમનો જન્મ ૯ ઓક્ટોબર, ૧૯૫૩ના દિવસે થયો હતો. તેણીએ મૈથિલી, વજ્જિકા, ભોજપુરી ભાષાનાં ગીતો સિવાય હિંદી ચલચિત્રો માટે પણ ગીત ગાયેલાં છે.
શારદા સિંહા | |
---|---|
પુરસ્કારો |
|
મૈંને પ્યાર કિયા તથા હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય નીવડેલી ફિલ્મોમાં એમના દ્વારા ગવાયેલાં ગીતો ખુબ જ પ્રચલિત થયાં હતાં. તેમના દુલ્હિન, પીરિતિયા, મેંહદી જેવાં કેસેટ આલ્બમ પણ ખુબ જ મોટા પ્રમાણમાં વેચાયેલાં છે. બિહાર તેમ જ આસપાસના રાજ્યોમાં પણ દુર્ગા-પૂજા, વિવાહ-સમારોહ કે અન્ય સંગીત સમારોહમાં શારદા સિંહા દ્વારા ગવાયેલાં ગીતો લોકપ્રિય છે.
સન્માન
ફેરફાર કરોતેણીને સંગીતમાં યોગદાન માટે બિહાર-કોકિલા અને પદ્મશ્રી અને પદ્મભૂષણ (૨૦૧૮) સન્માનો વડે વિભૂષિત કરવામાં આવ્યા હતા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |