શિયાળબેટ (તા. જાફરાબાદ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

શીયાલબેટ (તા. જાફરાબાદ) કે શિયાળબેટ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા જાફરાબાદ તાલુકામાં આવેલ એક ટાપુ છે. તે તેના નૈસર્ગિક, પ્રા‍ચીન અને ઘાર્મિક સ્‍થળો માટે ઘણો જાણીતો છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર, દરગાહ સહિત અનેક ધાર્મિક સ્‍થાનો આવેલા છે.[]

શિયાળબેટ
—  ગામ  —
શિયાળબેટનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°52′00″N 71°22′00″E / 20.8667°N 71.3667°E / 20.8667; 71.3667
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો જાફરાબાદ
વસ્તી ૫,૦૯૬[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો ગ્રામપંચાયત, સ્મશાન

આ ગામની વસ્તી મોટાભાગે માછીમારોની છે, જે લગભગ ૫,૦૯૬ જેટલી છે.[] ગામમાં સાક્ષરતા દર ૩૧.૦૨% અને જાતિ પ્રમાણ ૯૧૧ છે.[]

સાહિત્યમાં

ફેરફાર કરો

ધ્રુવ ભટ્ટની નવલકથા સમુદ્રાન્તિકે શિયાળબેટની પાશ્વભૂમિકા ધરાવે છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Shiyalbet Village Population, Caste - Jafrabad Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-17. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "અમરેલી જિલ્લાનું નિરાળું અને ન્યારું શિયાળબેટ". khabarchhe.com. મૂળ માંથી 2021-07-30 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ મે ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "શિયાળ બેટ – કુદરતની અનોખી કારીગરી". Aksharnaad.com. ૧૫ ડિસેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૭ મે ૨૦૧૮. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)