સત્યપ્રકાશ એ એક ગુજરાતી ભાષાનું સાપ્તાહિક હતું જે સમાજ સુધારણાના હેતુથી સમાજ સુધારક અનેપત્રકાર કરસનદાસ મૂળજી દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. તેનું પ્રકશન ૧૮૫૫ માં શરૂ થયું અને તે ૧૮૬૧ સુધી ચાલ્યું. ત્યાર બાદમાં મુંબઈથી પ્રકાશિત થનારા અન્ય અખબાર રાશ્ત ગોફ્તારમાં તેને વિલિન કરી દેવામાં આવ્યું.

સત્યપ્રકાશ
સંપાદક(કો)કરસનદાસ મૂળજી
આવૃત્તિઅઠવાડીક
સ્થાપકકરસનદાસ મૂળજી
પ્રથમ અંક૧૮૫૨
છેલ્લો અંક૧૮૬૧
દેશબ્રિટિશ રાજ , ભારત
ભાષાગુજરાતી

ઇતિહાસ ફેરફાર કરો

કરસનદાસ મૂળજી, એ એક સમાજ સુધારક અને પત્રકાર હતા. સ્ત્યપ્રકાશ અગાઉ તેઓ રાશ્ત ગોફતાર અને સ્ત્રીબોધ સામયિકોમાં લખતા હતા, પરંતુ આ સામયિકોનો વાચકવર્ગ મોટાભાગે પારસી સમુદાય સુધી મર્યાદિત હતો. [૧] તેથી તેમણે મંગળભાઈ નથ્થુભાઈની મદદથી ૧૮૫૫ માં સત્યપ્રકાશની સ્થાપના કરી. [૨] રુસ્તમજી રાની તેના પ્રકાશક હતા જ્યારે તેનું સંપાદન કરસનજી જાતે સંભાળતા હતા. [૩] તેમના લેખોમાં ઊંચી મનાતી હિન્દુ જ્ઞાતિના નેતાઓને સંબોધવામાં આવતા અને તેમાં તેઓ સામાજિક અને ધાર્મિક કુરિવાજો અને કુપ્રથાઓ પર હુમલો કરતા. મૂળજીભાઈએ વિવિધ સામાજિક મુદ્દાઓ જેવા કે સ્ત્રી શિક્ષણ, ભભકાદાર ખર્ચાળ લગ્નો, લગ્નો દરમિયાન ગવાતા અભદ્ર ગીતો અને અંતિમવિધિ દરમ્યન છાતી કૂટી રડવાની વિધિ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું હતું. જ્ઞાતિ નેતાઓ તેમના આ લેખો પર નાખુશ હતા અને મૂળજી તેની કપોળ વાણીયા જ્ઞાતિથી બાકાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ સમુદાયમાં સમર્થન મેળવી શક્યા નહીં. સત્યપ્રકાશ ૧૮૬૧ માં રાશ્ત ગોફ્તારમાં વિલિન થયું, [૪] અને તે પછીના રાશ્ત ગોફ્તાર નામથી જ ૧૯૨૧ સુધી તેનું પ્રકાશન ચાલુ રહ્યું. [૫]

નોંધપાત્ર લેખો ફેરફાર કરો

મૂળજીએ સાપ્તાહિક માટે જે નોંધપાત્ર લેખો લખ્યા હતા તેમાંથી એકનું નામ ગુલામીખત હતું, આમાં તેમણે વૈષ્ણવો દ્વારા સહી અભિયાન ચલાવી અને કાયદા ઘડવાની પ્રક્રિયાની ટીકા કરી હતી જે થકી ધાર્મિક દરજ્જાને કારણે મહારાજે (ધાર્મિક વડાઓ) ન્યાયાલયમાં જવાની જરૂર ન રહેતી. [૧] આ લેખના પ્રકાશન પછી, મૂળજીને મોટા પ્રમાણમાં પૈસા આપીને ખુશ કરવાના કેટલાક પ્રયત્નો થયા, પરંતુ આ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. આ ઘટના પછી, મૂળજીએ થોડા લેખો લખ્યા - મહારાજો ને વિનંતિ અને ધર્મગુરુની સત્તા જેમાં તેમણે ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. હિંદુઓનો અસલી ધર્મ અને અત્યારના પાખંડી મતો નામનો એક લેખ ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૦ ના દિવસે (પ્રકાશિત થયો. આ લેખમાં વૈષ્ણવ આચાર્યોની તેમની વર્તણૂક માટે ટીકા કરવામાં આવી, જેના પરિણામે ૧૮૬૨ માં મહારાજ લલાયબલ કેસ થયો.

પ્રતિભાવ ફેરફાર કરો

વૈષ્ણવ ધાર્મિક વડાઓએ સ્વધર્મવર્ધક એને સંશયછેદક નામના ચોપાનિયા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આ ચોપાનિયામાં તેઓએ મૂળજી અને અન્ય સમાજ સુધારકોને લોભી, નાસ્તિક અને મૂર્ખ લોકોની ઉપાધી આપી. તેના જવાબમાં, સત્યપ્રકાશ ધાર્મિક વડાઓ પર છેતરપિંડી કરતા હોવાનો આરોપ લગાવ્યો અને તેમના ધાર્મિક પુસ્તકોને ઝેરી ગણાવ્યા. વૈષ્ણવ ધાર્મિક વડા, જદુનાથ મહારાજે ચાબુક નામનો એક જ્વલંત લેખ લખ્યો અને તેના જવાબમાં, હિંદુઓનો અસલી ધર્મ અને અત્યારના પાખંડી મતો લખવામાં આવ્યો. [૧] મૂળજીના લેખથી મહારાજ લાયબલ કેસ થયો, જે મૂળજીભાઈ જીતી ગયા. [૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Mehta, Hasit (2012). Sahityik Samyiko. Ahmedabad: Rannade Prakashan. પૃષ્ઠ 50.
  2. Yagnik, Achyut; Sheth, Suchitra (2005). Shaping Of Modern Gujarat : Plurality, Hindutva, and Beyond. New Delhi: Penguin Books India. પૃષ્ઠ 77–79. ISBN 978-0-14-400038-8.
  3. ૩.૦ ૩.૧ Motivala, Bhavanidas Narandas (1935). Karsondas Mulji: A Biographical Study. Karsondas Mulji Centenary Celebration Committee. પૃષ્ઠ 111. OCLC 473907. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ ":3" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  4. Parikh, R.D. (1962). Press and society a sociological study with special reference to the nature and growth of the gujarati press (PDF). પૃષ્ઠ 78.
  5. J. NATARAJAN (1955). History of Indian Journalism. Publications Division Ministry of Information & Broadcasting. પૃષ્ઠ 107.