સનેડો

ગુજરાતી લોકગીતનો પ્રકાર

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે, જે ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણિરાજ બારોટ નામના કલાકારના ગીતોથી ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો.[૧]

સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ ભાતિગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડો લોકપ્રિય છે. ગુજરાતી લોકો ઉપરાંત ગુજરાત બહાર પણ સનેડો પ્રખ્યાત થયો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Saving the sanedo". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. મેળવેલ 2018-10-22.