સપ્ટેમ્બર ૬
તારીખ
૬ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૩૧૧૪ ઇ.પૂ. – જુલિયન પંચાંગ અનુસાર, માયા પંચાંગમાં હાલનો યુગ શરૂ થયો. (અપ્રમાણભૂત વ્યાખ્યા)
- ૧૫૨૨ – "વિક્ટોરીયા", ફર્ડિનાન્ડ માગેલનનાં સાહસિક કાફલાનું એકમાત્ર બચેલું વહાણ, સ્પેનનાં 'સાન્લ્યુકર દ બાર્રામેડા' બંદરે પાછું ફર્યું. તે વિશ્વની સંપૂર્ણ પ્રદક્ષિણા કરનાર પ્રથમ જહાજ બન્યું.
- ૧૮૦૩ – બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટને વિવિધ તત્વોના પરમાણુઓનું ઉલ્લેખ કરવા માટે પ્રતીકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
- ૧૯૬૫ – પાકિસ્તાનનું ઓપરેશન ગ્રાન્ડ સ્લેમ ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પરિણમ્યું, તાશ્કંદ સમજૂતી પર હસ્તાક્ષરથી આ ગતિરોધ સમાપ્ત થયો.
- ૧૯૬૮ – સ્વાઝીલેન્ડ સ્વતંત્ર થયું.
- ૧૯૯૧ – સોવિયેત યુનિયને બાલ્ટિક રાજ્યો ઈસ્ટોનિયા, લાટવિયા અને લિથુઆનિયાની સ્વતંત્રતાને માન્યતા આપી.
- ૨૦૧૮ – ભારતીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા સમલૈગિંક યૌન સંબંધોને કાયદાકીય માન્યતા મળી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૨૯ – યશ જોહર, ભારતીય ચલચિત્ર નિર્માતા, ધર્મા પ્રોડક્શન્સના સ્થાપક (અ. ૨૦૦૫)
- ૧૯૭૧ – દેવાંગ ગાંધી, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૧૯૭૨ – ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, ભારતીય સરોદ વાદક, સંગીતકાર અને ભારતીય શાસ્ત્રીય સંગીતના નોંધપાત્ર સંગીત શિક્ષક (જ. ૧૮૬૨)
- ૧૯૮૬ – સુરેશ જોષી, ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક (જ. ૧૯૨૧)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- પાકિસ્તાન – સંરક્ષણ દિવસ (પાક-થલસેના દિન) ૧૯૬૫ થી
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૯ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર September 6 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.