રાજની ટાંક
સ્વાગત
ફેરફાર કરોસ્વાગત!
ફેરફાર કરોભાઈશ્રી રાજની ટાંક, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
અક્ષાંશ-રેખાંશ
ફેરફાર કરોશ્રી.રાજનીભાઈ, આપે માણામોરા (તા. જોડિયા)માં સુંદર રીતે ઈન્ફોબોક્ષ મુક્યું. ધન્યવાદ. આપ કદાચ અન્ય લેખો પર પણ આવી સુંદર સેવા આપી શકો તેમ ધારી "અક્ષાંશ-રેખાંશ" સંબંધે જરા તકનિકી માહીતિનું આદાન-પ્રદાન કરું. (આપે જોયું જ હશે કે પ્રથમ એ ચોકઠાંમાં ક્ષતિ દર્શાવાતી હતી.)
- આપ અક્ષાંશ કે રેખાંશ લખો (કે મેળવો) ત્યારે ખાસ એ જોવાનું કે એ ડિગ્રી-મિનિટ-સેકન્ડ ફોર્મેટમાં છે કે માત્ર ડિગ્રી (પરંતુ દશાંશ પદ્ધત્તિમાં) છે. જો દશાંશ પદ્ધત્તિમાં માત્ર ડિગ્રી જ હોય તો ઈન્ફોબોક્ષમાં |latd = 22.81 આ પ્રમાણે લખાશે. અને ડિગ્રી તથા મિનિટનાં અલગ અંક હોય તો ||latd = 22||latm = 81 એ રીતે લખાશે. (આપે જોયું હશે કે ઉપરોક્ત લેખમાં મેળવેલા અંક માત્ર ડિગ્રી જ હોવાથી latd = 22.81 લખ્યા તેથી, આપોઆપ જ, ઈન્ફોબોક્ષમાં ૨૨°૪૯′N, ૨૨ ડિગ્રી અને ૪૯ મિનિટ ઉત્તર એમ અક્ષાંશ દર્શાવે છે. જે સાચું સ્થળ છે.) પારામીટર્સની વધુ સમજ માટે આપ અહીં Geography વિભાગ પણ જોઈ શકો છો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
- અરે રાજનીભાઈ, આપે આભાર માનવાનો ન હોય, અને આમે આપણે તો વળી ક્યાં અજાણ્યા છીએ ! આ તો અમારી ફરજ છે. વિકિ પર યોગદાન વિષયે કોઈપણ માહીતિની જરૂર હોય ત્યારે આપ નિઃસંકોચ મારો કે ધવલભાઈનો કે અન્ય જુના સભ્યશ્રીઓનો ચર્ચાનાં પાને સંપર્ક કરી શકો છો.. ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૨૮, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
લેખ ફોર્મેટ અને વિકિનીતિ
ફેરફાર કરોશ્રી.રાજનીભાઈ, સુંદર કાર્ય. થોડું પેટા મથાળા અને ક્રમ વિષયે;
- "સ્ટબ" ઢાંચો ({{સ્ટબ}}) કાં તો લેખમાં સાવ ઉપર અને કાં તો સાવ અંતમાં (પણ શ્રેણીઓ અને આંતરવિકિ લિંક્સની પહેલાં) રહેશે.
- ઢાંચો:reflist ({{reflist}}) મુકતા પહેલાં પેટામથાળું "સંદર્ભો" ( ==સંદર્ભો== ) મેલાશે. આ સંદર્ભયાદી બાહ્ય કડીઓ પછી રાખવી, શ્રેણીઓ તથા આંતરવિકિ લિંક્સ સાવ અંતે આવશે.
બીજું, લેખ માણામોરા (તા. જોડિયા)#ધાર્મિક કાર્યક્રમોમાં કાર્યક્રમોની યાદી વગેરેમાં વ્યક્તિગત નામોલ્લેખ ક્યારેક વિવાદાસ્પદ બની શકે. (સંદર્ભની સમસ્યા પણ થાય) આથી શક્ય ત્યાં સુધી વ્યક્તિગત/જાતિ/જ્ઞાતિ વગેરે નામોલ્લેખ આપણે ટાળીએ છીએ. (સિવાય કે બહુજાહેર વ્યક્તિત્વ, ઐતિહાસિક ઘટનાઓ હોય) છતાં હું અન્ય પ્રબંધકશ્રી ધવલભાઈને આ વિષયે માર્ગદર્શન કરવા વિનંતી કરીશ. અન્યથા આપ આ મુદ્દાને ટૂંકમાં નીચે પ્રમાણે પણ લખી શકો છો કે:
"ગામમાં ભાગવત સપ્તાહ, રામાયણ કથા, દેવી ભાગવત કથા, તુલસી વિવાહ, પ્રાણ પ્રતિષ્ઠા,કથા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો થતા રહે છે." વગેરે...અથવા કોષ્ટકમાં "કાર્યક્રમ" અને "વર્ષ" (બહુ તો કથાકારનો ઉલ્લેખ) પણ રાખી શકાય.
આપ આ વિસ્તારનાં અન્ય ગામોની આવી સ્થાનિક માહીતિઓ અને ઈન્ફોબોક્ષથી વિકિપીડિયાને સમૃદ્ધ કરશો એવી આશા સાથે આ થોડી માર્ગદર્શનાત્મ વિગતો જણાવી છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૨૨, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)
- વ્યક્તિગત નામ અને કાર્યક્રમની યાદી મેં પણ જોઈ અને આવી યાદીને પ્રોત્સાહન ટાળવું જોઈએ. Vkvora2001 (talk) ૧૯:૪૯, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)
^^
- Vkvora2001 અને અશોક મોઢવાડીયા વાત સાચી છે. પણ શ્રી ધવલભાઈનો અભિપ્રાય આવ્યા પછી માણામોરા (તા. જોડિયા)#ધાર્મિક કાર્યક્રમોની યાદીમાં ફેરફાર કરીશું તો વધુ યોગ્ય રહેશે. - રજની ટાંક
- રજનીભાઈ, હું અશોકભાઈની સાથે અને માટે જ વોરા સાહેબની સાથે શત-પ્રતિ-શત સહમત છું. જ્યાં જોઈ ચોક્કસ સંદર્ભ હોય, અત્યંત પ્રસિદ્ધ વ્યક્તિ હોય અને નામોલ્લેખ ટાળવાથી ઘટનાનું અવમુલ્યન થતું હોય કે લેખને પુરતો ન્યાય ના આપી શકાતો હોય તેવા સમયે જ નામોલ્લેખ કરવો. અને જાતિ-જ્ઞાતિ આધારીત માહિતી તો ન જ ઉમેરવી. વધુમાં અહિં બધું જ યોગદાન જ્ઞાનકોશને અનુલક્ષીને થતું હોવાથી તેને આપણે વિકિશૈલી તરીકે ઉલ્લેખીએ છીએ. અન્ય લખાણો, જેમકે સમાચાર, કથા-વાર્તા કે બ્લૉગલેખનથી આ શૈલી ધડમૂળથી જુદી પડે છે. અમુક પ્રકારની માહિતી પણ માહિતીકોશને અનુરૂપ ના લાગે તે શક્ય છે. ઉપરના લખાણનો જ સંદર્ભ લઈએ તો, હું વ્યક્તિગત રીતે કોઈ પણ લેખમાં કે જેમાં એવું લખ્યું હોય કે આ ગામમાં કૃષ્ણ ભગવાનનું મંદિર અને એક શિવ મંદિર આવેલું છે.' તેમાં એવું લખવાનું ટાળીશ કે આ ગામમાં કૃષ્ણ જન્માષ્ટમિ અને મહાશિવરાત્રીની ઉલ્લસભેર ઉજવણી કરવામાં આવે છે. અથવા દર સોમવારે શિવ મંદિર ભાવિક ભક્તોથી ઉભરાઈ જાય છે. કેમકે સ્વાભાવિક જ છે કે જો કૃષ્ણ મંદિર હોય તો ફક્ત આ જ ગામમાં નહિ દુનિયાના ગમે તે સ્થળે કૃષ્ણ મંદિર હોય ત્યાં જન્માષ્ટમિની ઉજવણી થવાની જ છે. આ એક અત્યંત સામાન્ય અને સાહજિક હકીકત થઈ, તેને વિકિપીડિયા જ નહિ, અન્ય કોઈ પણ જ્ઞાનકોશમાં સ્થાન ન હોય. પણ હા, વૃંદાવનના કોઈ કૃષ્ણ મંદિરની કે દ્વારકાના મંદિરની કે એકલિંગજી અથવા મહાકાલેશ્વરના કોઈ શિવ મંદિરનો લેખ હોય તેમાં જન્માષ્ટમી અને મહાશિવરાત્રીની ઉજવણીનો ઉલ્લેખ યોગ્ય ગણાય. આશા રાખું કે આપના યોગદાનનો લાભ અમને મળતો રહે અને ચર્ચામાં મોડેમોડેથી જોડાવા બદલ ક્ષમાપ્રાર્થી છું.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૪, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- Vkvora2001 અને અશોક મોઢવાડીયા વાત સાચી છે. પણ શ્રી ધવલભાઈનો અભિપ્રાય આવ્યા પછી માણામોરા (તા. જોડિયા)#ધાર્મિક કાર્યક્રમોની યાદીમાં ફેરફાર કરીશું તો વધુ યોગ્ય રહેશે. - રજની ટાંક
^^
- વિ.કે વોરા, અશોકભાઈ ,ધવલભાઈ માણામોરા (તા. જોડિયા)#ધાર્મિક કાર્યક્રમોની યાદીમાં યોગ્ય ફેરફાર કરવામાં આવ્યો છે.અભ્યાસ કરવા વિનંતી. - રજની ટાંક
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
ફેરફાર કરોGreetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.