આભાર ફેરફાર કરો

ભાઈશ્રી/બહેનશ્રી,
આપે તાજેતરમાં કરેલાં આ ફેરફારો માટે આપનો આભાર. કદાચ આપ જો આ સ્થાયી (સ્ટૅટીક) આઇ.પી. એડ્રેસ 150.129.55.204 વાપરતા હશો તો તમને મારો આ સંદેશો જોવા મળશે, મેં નોંધ્યું છે કે તમે ઘણા સારા ફેરફાર કરી રહ્યાં છો. માટે આપને એક સુચન કરવું હતું કે, જો શક્ય હોય તો આપ પોતાનું એક ખાતું ખોલીને વિધિવત ફેરફારો કરવાનું રાખો તો સારૂં. ખાતું ખોલવાથી ફાયદો એ છે કે તમે આ એકજ કોમ્પ્યૂટર સિવાય અન્ય કોઇ પણ કોમ્પ્યૂટર પરથી વિકિપીડીયા વાપરશો તો પણ પોતે કરેલા ફેરફારો ઉપર તમે નજર રાખી શકશો, આ ઉપરાંત મારા જેવા અન્ય સભ્યોએ તમારો સંપર્ક કરવો હોય તો પણ અમને સરળતા રહેશે તથા આપ પણ ચોતરા પર કે અન્ય જગ્યાઓએ ચર્ચામાં વધુ સક્રિય પણે ભાગ લઇ શકશો.
વિચારી જુઓ અને યોગ્ય લાગે તો અમલમાં મુકો. --ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૨૩ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

આભાર ધવલભાઇ. હું સ્ટેટીક અને ડાયનેમિક બન્ને પ્રકારના આઇ.પી.નો ઉપયોગ કરું છું. મતલબ ઓફિસના નેટનું આઇ.પી.સ્થાયી છે અને બીજા અસ્થાયી. આ આઇ.પી.સ્થાયી છે પણ એ દ્વારા હું ઘણું ઓચ્છુ સંપાદન કરું છું કારણ કે ઑફિસમાં કામ્ સમયે કામન્ વફાદર રહેવું જોઇએ. મેં નોંધ્યું છે કે, પાના ખસેડવા સિવાય્ બધું જ કામ આઇ.પી.થી થઈ શકે છે. લેખો બનાવી શકાય છે. બીજા કામો પણ થઈ શકે છે. રહી વાત ફેરફારો પોતાના નામે છડાવવાની તો એવો હિસાબ ન રાખવો એ જ સારું નહિતર આ મેં કર્યું એવું કર્તાપણાનું અભિમાન આવે, જે વિનાશ તરફ લઈ જનારું છે. એટલે હું સભ્યખાતુ ખોલ્યા વગર પણ મારું યોગદાન આપી શકુ છું અને આપે એ ફેરફારોને ઘણા સારા તરીકે લેખાવ્યા છે એ મારા માટે ખુશીની વાત છે. આઇ.પી. સરનામાવાળા યોગદાનકર્તાઓ લેખો પણ બનાવીને સારુ યોગદાન આપે એથી ભવિષ્યમાં પાનાઓ સુરક્ષિત કરો કે અંગ્રેજી વિકિની જેમ આઇ.પી. સરનામાઓને સંપાદન કરવા પર નિયંત્રણો મૂકવાનું મન થાય્ તો મને યાદ કરી જોજો એ જ વિનંતી. આભાર.-150.129.55.204 ૧૭:૫૫, ૨૩ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર
જાણ ખાતર, અંગ્રેજી વિકિપીડિયામાં જો ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવે તો જ આઇ.પી. સરનામાં પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, નહિતર - સભ્ય અને આઇ.પી. - બંનેનું યોગદાન સરખી દ્રષ્ટિએ જોવામાં આવે છે, એવું જ અહીં રહેશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૮:૫૬, ૨૪ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર
આભાર કાર્તિકભાઇ. જો કે અહીં નિયંત્રણ એટલે પ્રતિબંધની વાત નથી પણ અંગ્ર્જી વિકિ પર ગુપ્ત યોગદાન કરનારાઓ લેખ બનાવી શકતા નથી. એ માટે ખાતુ બનાવવું ફરજિયાત છે. ગુજરાતી વિકિ પર ખૂબ સારી સ્થિતિ છે. આમ તો સભ્યનામ સાથે પણ ગુપ્ત યોગદાન આપી શકાય છે પણ આઇ.પી.માં અસ્થાયી આઇ.પી. હોય એક્ જ સભ્યએ યોગદાન આપ્યું એ પણ ગુપ્ત રહે છે.-150.129.55.230 ૧૩:૦૭, ૨૪ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.