સભ્યની ચર્ચા:Ashok modhvadia/Archive 3
Happy New Year 2010
ફેરફાર કરોઅશોકભાઈ, જય માતાજી...સીતારામ... આપને અને આપના પરિવાર તથા સૌ પ્રિય જનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ અંગ્રેજી નવા વર્ષની શુભેચ્છા. Happy New Year 2010!
આપણા સૌ મિત્રોની મહેનતનું ફળ હવે વિકિપીડિયામાં ઝળહળી રહ્યુ હોય તેવુ મને લાગે છે. જેથી આપશ્રી આ કાર્યમાં ફરીથી સક્રીય થઈને સહયોગ આપતા રહો તેવી મારી તેમજ વિકિપીડિયાનાં સૌ મિત્રો વતી વિનંતી છે. તેમજ તમારા નાના ભાઈનું અવસાન થવાથી તમારા પરીવાર ઉપર આવેલ આફતનાં શોકમાંથી બહાર આવવા શક્તિ આપે અને નવુ વર્ષ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના સહ...સીતારામ..--જીતેન્દ્રસિંહ ૦૫:૦૫, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
અભીનંદન
ફેરફાર કરોમીત્ર જીતેન્દ્રસીંહ, સાલ મુબારક અને નુતનવર્ષ અભીનંદનનો સંદેશ મળેલ છે. હું પણ આ સંદેશ સાથે જીતેન્દ્રસીંહ અને અશોકભાઈ મોઢવાડીયાને સાલમુબારક અને નુતનવર્ષ અભીનંદન મોકલું છે. ગુરુવાર રાતે મહેર એકતા http://maherakta.wordpress.com/ પર ઘણાં પાનાનું વાંચન કરેલ. જે જાણ ખાતર.--Vkvora2001 ૧૫:૫૫, ૧ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)
- મિત્ર, અહીં આવવાનો આનંદ કંઈક ઓર જ હોય છે. ઘણાં સમય પછી હું આવ્યો છું. Vkvora2001 ૧૯:૧૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
અશોકભાઈ, જય માતાજી
ફેરફાર કરો...સીતારામ..ગુજરાતી વિકિપીડિયા ના સભ્યો કુશળતાભર્યા , લેખનશૈલી,વગર ના છે.તેઓ અભણ હોય તેવા લેખો લ્ખે છે.તેમાં મારે કશો વાંધો નથી ,પ્ણ મારો મત એ છે કે ગુજરાતી ભણેલો એક બહુ બહોળો વર્ગ છે.તેઓ લેખોને વિકિને અનુરુપ કરવા પ્રયત્ન ક્ર્સે.(વાંદરાઓને પણ પોતાની આબરૂની ચિંતાતો હોયને!)આજે વાંદરા જેવા સહજ માનવી નથી .મિત્ર કદી ખરાબ નથી હોતો, ખરાબ કદી મિત્ર નથી હોતો !પ્ણ વાંદરાઓ ને પ્ણ મિત્ર બનાવી જોવો, કેહવાય છે કે જાનવરો વધારે વફાદાર હોય છે. 'પ્રેમ કોઈને તાબેદાર કરતો નથી, અને કોઈનો તાબેદાર બનતો નથી'- "ધ પ્રૉફેટ" ખલિલ જિબ્રાન.પ્ણ.પ્રેમ એજ્ તાબેદારી ,પ્રેમ એજ્ તાબેદારી સ્મ્ણપણ છે.ભુલચુક માફ કરશો --Altafpatel123 ૦૬:૨૯, ૧૨ માર્ચ ૨૦૧૦ (UTC)
નવા લોગો માટે આપનો મત
ફેરફાર કરોસુશાંતભાઈ, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૫, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)
સ્વાગત
ફેરફાર કરોશ્રી અશોકભાઇ, નમસ્કાર. લાંબા વેકેશન બાદ આપની મુલાકાત આનંદદાયક બની રહી. આશા છે કે આપ આપની અહીંની વિકિસફર આગળ ધપાવશો.--સતિષચંદ્ર ૧૧:૧૩, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)
સીતારામ
ફેરફાર કરોભાઇ શ્રીઅશોકભાઇ.... ઘણા સમય થી સંપર્ક સધાયો ન હતો તો આશા રાખું આપ આપ સહઃ પરિવાર કુશળ હશો. બાકી અત્યારે તો વરસાદની મોસમ જામી હશે. એમા ગિરનારની શોભા તો નસીબદારને જ જોવા મળે. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૧:૨૦, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)
સીતારામ - જય માતાજી
ફેરફાર કરોમિત્ર અશોકભાઈ, હું આપણા ગુજરાતી વિકિપીડિયા પરિવારનાં સભ્યમિત્રોથી ઘણા દિવસથી દુર છુ. તે માટે ક્ષમા માંગુ છુ. તમને બધાને ખ્યાલ જ છે કે, મે "સીતારામ ટ્રેડીંગ કંપની" નામે લોખંડનાં સ્ક્રેપનો નવો ધંધો શરૂ કર્યો છે. જેથી તેનાં સેટીંગમાં નવરાશ નથી મળતી. તમારી બધાની યાદ તો આવે જ છે. પણ અહીં વાત કરી શકાતી નથી. બીજુ કે, મેં વિકિપીડિયામાં જે લેખથી શરૂઆત કરી હતી તે જગ્યા એટલે શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધારનો એક બ્લોગ બનાવેલ છે જે આપલોકો વાંચજો અને તેમાં આપની કોમેન્ટ અને સજેશન આપશો તેવી મારી વિનંતી છે. જેની અહીં કડી આપેલ છે. [શ્રી નાથજીદાદા.વર્ડપ્રેસ.કોમ] મારો સંપર્ક મારા ઈમેઈલ ઉપર કરતા રહેજો...જય માતાજી --જીતેન્દ્રસિંહ ૧૬:૦૫, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)