Jitenshastri
સ્વાગત
ફેરફાર કરોસ્વાગત!
ફેરફાર કરોપ્રિય Jitenshastri, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
હનુમાન્ ઉત્તપતિ
ફેરફાર કરોજિતેનભાઈ, માફ કરજો, તમારા લખેલા પ્રથમ જ લેખ "હનુમાન્ ઉત્તપતિ"ને મેં દૂર કર્યો છે, કારણ કે, તેમાં જે માહિતિ હતી તે સર્વ સામાન્ય હતી, અને તેને લેખનાં શિર્ષક સાથે કોઈ લેવાદેવા નહોતી, શિર્ષકની જોડણી યોગ્ય નહોતી અને વધુમાં હનુમાન શિર્ષક હેઠળ લેખ અસ્તિત્વમાં છે, અને "હનુમાન ઉત્પત્તિ" એ વિષયને તે લેખમાં અવશ્ય વણી લેવાય તેમ છે. માટે આપને વિનંતિ કે, જો આપ હનુમાનની ઉત્પત્તિ વેષે માહિતિ આપવા ઇચ્છતા હોવ તો, કૃપા કરી મૂળ લેખમાં જઇને જોઇ લેશો કે ત્યાં તે માહિતિ છે તો નહીને? અને જો ના હોય તો આપ ત્યાં આ માહિતિ ઉમેરી શકો છો અને હનુમાનની ઉત્પત્તિ સિવાયની માહિતિ ઉમેરવી હોયતો, યથાયોગ્ય મથાળા હેઠળ ઉમેરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૯, ૨૨ માર્ચ ૨૦૦૯ (UTC)
સાહિત્ય માટે વિકિસોર્સ
ફેરફાર કરોશ્રી જીતેનભાઇ,નમસ્કાર
આપે વિકિમાં જોડાઇ અને તુરંતજ સરસ લખાણકાર્ય શરૂ કર્યું છે.સ્વાગત.
અમુક બાબતે આપને નમ્રસુચન કરવા માંગુ છું.આપે મા-બાપ લેખ બનાવ્યો કે જે સરસ અને સમજવા લાયકજ છે,પરંતુ તે સાહિત્ય પ્રકારનો હોય, આપને એક નમ્રસુચન છે કે આ લેખ અને આ પ્રકારનાં અન્ય સુંદર લેખો આપ (વિકિસોર્સ,ગુજરાતી) પર કરો તો સુંદર કાર્ય થશે. ત્યાં આપ આપનાં હાલનાં વિકિપીડિયાનાંજ યુઝરનેમ,પાસવર્ડ થી લોગઇન થઇ શકો છો. ત્યાં આપ 'સાહિત્ય' વિભાગમાં નવી કડી ઉમેરી આપના લેખ લખી શકો છો.જેમાં લેખક તરીકે આપનું નામ પણ સમાવિત થશે. લેખને અંતે ([[category:ગુજરાતી]]) એટલુંતો ચોક્કસ ઉમેરવું. ત્યાં ભજનો,સાહિત્ય,ધાર્મિક સ્ત્રોત,પ્રવચનો તથા સામાજીક વાર્તા-કથાઓ જેવું તમામ પ્રકારનું સાહિત્ય આપણે એકઠું કરીએ છીએ. હા ત્યાં ગુજરાતીમાં ટાઇપ થશે નહીં (પ્રયત્ન ચાલુ છે) તેથી કોપી પેસ્ટ કરવાનું રહેશે. બાકી અન્ય માહિતીજન્ય લેખો આપ અહીં લખી અને અમારા સહભાગી બની રહો તેવી અભ્યર્થના સહ.--અશોક મોઢવાડીયા ૧૯:૨૮, ૨૨ માર્ચ ૨૦૦૯ (UTC)