રત્નમણીરાવ જોટે

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી રત્નમણીરાવ જોટે ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૨, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

બારીન્દ્ર ઘોષ : ડૉ. મહેબૂબ દેસાઈ

ફેરફાર કરો

ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારીને પ્રજલિત કરનારા અને "યુગાંતર" નામક અખબાર દ્વારા લોકોમાં આઝાદીની ખેવના પ્રગટાવનાર બારીન્દ્ર ઘોષનો જન્મ ૫ જાન્યુઆરી ૧૮૮૦ના રોજ ઇંગ્લેન્ડ પાસે આવેલા ક્રોયદોન (croydon) નામક કસ્બામાં થયો હતો. ગુજરાત અને બંગાળમાં ક્રાંતિકારી વિચારધારાના પ્રખર ઉદગમ દાતા શ્રી અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્ર ઘોષનું જીવન ભારતના ઇતિહાસમાં સંઘર્ષો અને ક્રાંતિના આદર્શ સમું છે. પિતા પ્રાશ્વાત્ય સંસ્કારોથી અભિભૂત હતા. એટલે તેમણે અરવિંદનુ નામ એક્રોઇડને બારીન્દ્રનું નામ ઇમેન્યુએલ પાડ્યા હતા. તેમના પિતા શ્રી કૃષ્ણધન ઘોષ વ્યવસાયે દાક્તર હતા. જયારે તેમની માતા દેવી સ્વર્ણલતા પ્રસિદ્ધ સમાજસુધારક અને વિદ્વાન રાજનારાયણ બાસુના પુત્રી હતા. તેમના મોટાભાઈ અરવિંદ ઘોષ પ્રારંભમાં ક્રાંતિકારી અને પછી આધ્યાત્મિક ચિંતક હતા. તેમના બીજા મોટા ભાઈ મનમોહન ઘોષ ઢાકા યુનિવર્સીટીમાં અંગ્રેજીના પ્રોફેસર હતા.

બારીન્દ્રનું શાળાકીય શિક્ષણ દેવગઢમાં થયું હતું. બચપણમાં બારીન્દ્ર એટલા તોફાની હતા કે દશ વર્ષની ઉંમર સુધી તેઓ મૂળાક્ષર પણ ઓળખી શકતા ન હતા. પરંતુ તેજસ્વી બુદ્ધિને કારણે પછી તેમણે ઝડપી પ્રગતિ સાધી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી તેઓ પટના કોલેજમાં વધુ અભ્યાસ માટે જોડાયા. વડોદરાના નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ બંને ભાઈઓથી પ્રભાવિત હતા. તેથી તેમણે તેમને બંનેને વડોદરા આવવા નિમંત્રણ આપ્યું. અને આમ બંને ભાઈઓ વડોદરા આવ્યા. ગુજરાતમાં રહીને બંને ભાઈઓએ સાહીત્યક અને ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપ્યો. અરવિંદ ઘોષના ક્રાંતિકારી વિચારોનો બારીન્દ્રએ પ્રચાર અને અમલ બંને કર્યો. એ યુગમાં ક્રાંતિકારી સાહિત્ય પ્રસિદ્ધ કરવા પર સખત પ્રતિબંધ હતો. દરેક સાહિત્યની પુરતી ચકાસણી પછી અંગ્રેજ સરકાર તે પસિધ્ધ કરવાની મંજૂરી આપતી. પણ ક્રાંતિકારી પ્રવૃત્તિની ભેખ લેનાર બંને ઘોષ બંધુઓએ તેનો માર્ગ શોધી કાઢ્યો. અરવિંદ અને બારીન્દ્રની બેલડીએ "ઘરગથ્થું આર્યુવેદિક ઉપચાર" નામક એક પુસ્તિકા પ્રસિદ્ધ કરી, જેમાં બોંબ બનાવવાની રીતો આલેખવામાં આવી હતી. એ પુસ્તિકા એ બોંબ બનાવવાની અનેક ક્રાંતિકરીઓને પ્રેરણા આપી. ઈ.સ. ૧૯૦૯માં અમદાવાદમાં લોર્ડ અને મીસીસ મિન્ટોનું આગમન થયું ત્યારે ખાડીયા પાસે તેમની બગી પર બે બોંબમાં નાખવામાં આવ્યું હતા. સદનસીબે બોંબ બગી પસાર થઇ ગયા પછી ફૂટ્યા. પરિણામે લોર્ડ મિન્ટો અને તેમના પત્ની બચી ગયા. પણ આ ઘટના એ અંગ્રેજ સરકારને ઊંધ હરામ કરી દીધી. બોંબ નાખનારની જોરશોરથી તપાસ આરંભાય. પણ અંગ્રેજ સરકાર બોંબ બનાવનાર કે નાખનારને વર્ષો સુધી શોધતી શકી નહિ. એ બોંબ બનાવનાર અને નાખનારા ગુજરાતના ભડવીર મોહનલાલ પંડ્યા (ડુંગળી ચોંર) હતા. અને તેમને પ્રેરણા આપનારા અરવિંદ અને બારીન્દ્ર ઘોષ હતા. ૧૯૦૨મા બારીન્દ્ર કલકત્તા પાછા આવ્યા. અને યતીન્દ્ર નાથ મુકરજીના સહયોગ ક્રાંતિકારી સંગઠન ઉભું કરવા પ્રયાસ શરુ કર્યો. બારીન્દ્ર ઘોષ અને ભુપેન્દ્રનાથ દત્તના સહયોગથી ૧૯૦૭મા કલકત્તામાં અનુશીલ સમિતિની રચના કરવામાં આવી. જેનો મુખ્ય ઉદેશ "ખુનનો બદલો ખુન" હતો. ૧૯૦૫ના બંગાળના ભાગલા પછી બંગાળ અને દેશના યુવાનોમાં પ્રબળ ક્રાંતિકારી ભાવના પ્રજવલિત થઈ હતી. જો કે આ સમિતિની સ્થપાના તો ૧૯૦૩મા સૌ પ્રથમવાર પ્રથમ નાથ મિત્ર એ કરી હતી.૧૯૦૬મા તેની પહેલી બેઠક કલકત્તામાં સુબોધ મલિકના નિવાસ્થાને મળી હતી. એ સમયે બારીન્દ્ર ઘોષે ક્રાંતિકારી વિચારના પ્રસર સાથે યુવાનોમાં આધ્યાત્મિક શિક્ષા પર પણ ભાર મુક્યો હતો. પરિણામે યુવાનોને સસ્ત્ર ક્રાંતિ માટે તૈયાર કરી શકાય.

૧૯૦૪મા અનુશીલ સમિતિની એક શાખા ઢાકામાં પણ શરુ કરવામાં આવી.જેનું નેતૃત્વ પુલ્લીન બિહારી દાસ અને પી. મિત્રાને સોંપવામાં આવ્યું હતું. ઢાકામાં તેના લગભગ ૫૦૦ સભ્યો હતા. જેમાં મોટેભાગે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિશેષ હતા. સભ્યોને લાઠી, તલવાર અને બંદુક ચલાવવાની તાલીમ આપવામાં આવતી. ૧૯૦૫મા બારીન્દ્રએ ક્રાંતિને વાચા આપતું પ્રથમ પુસ્તક "ભવાની મંદિર" લખ્યું, જેમાં "આનંદ મઠ" જેવો જ ક્રાંતિકારી સંદેશ આપવામાં આવ્યો હતો. ૧૯૦૬મા પોતાના મિત્ર ભુપેન્દ્ર નાથ દત્ત સાથે મળીને "યુગાંતર" નામક બંગાળી સાપ્તાહિક શરુ કર્યું. ક્રાંતિ પ્રચારના આ સાપ્તાહિકે રાજનૈતિક અને ધર્મના પ્રચારનું મુખ્ય કાર્ય કરયું. "યુગાંતર" સાપ્તાહિકના પ્રજામાં એટલું લોકપ્રિય થયુ કે એ નામે એક ક્રાંતિકારી સંગઠનની રચના પણ થઇ. યુગાંતર સાપ્તાહિકના મૂળમાં અનુશીલન સમિતિ હતી. પરિણામે તેના તમામ સભ્યો "યુગાંતર"સંગઠનમાં જોડાઈ ગયા. બંગાળના અનેક પ્રદેશોમાં તેની શાખાઓ ખુલી. જેણે બંગાળમાં ઠેર ઠેર ક્રાંતિની જવાળા પ્રગટાવી. બારીન્દ્ર ઘોષના નેતૃત્વમાં આ તમામ શાખાઓએ બોંબ પ્રવૃતિને સક્રિય બનાવી. દુષ્ટ અને અમાનવીય અંગ્રેજ અધિકારીઓની હત્યાઓ આ જ શાખાના સભ્યો દ્વારા કરવામાં આવી. બારીન્દ્ર ઘોષનું બીજું પુસ્તક "વર્તમાન રણનીતિ" ૧૯૦૭માં પ્રગટ થયું. જેનું પ્રકાશન અવિનાશ ચંદ્ર ભટ્ટાચાર્યએ કર્યું હતું. આ પુસ્તક ક્રાંતિકારીના પાઠ્ય પુસ્તક જેવું બની ગયું. જેમાં બારીન્દ્ર ઘોષે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, "ભારતની આઝાદી માટે લશકરી અને યુદ્ધ તાલીમ ભારતના યુવાનો માટે ફરજીયાત હોવી જોઈએ" આમ બારીન્દ્ર અને બાઘ જતિને સમગ્ર બંગાળમાં અનેક ક્રાંતિકારીઓ સર્જયા, જેમણે ભારતની આઝાદીમાં પોતાના જાનમાલની આહુતિ આપી હતી. આ જ ક્રાંતિકારીઓએ કલકત્તાના મનિક્તુલ્લા વિસ્તારમાં "મનિક્તુલ્લા સંગઠન" નામક ગુપ્ત સંગઠનની રચના કરી હતી. જેનું મુખ્ય કાર્ય હથિયારો એકત્રિત કરવાનું હતું. ૩૦ એપ્રિલ ૧૯૦૮ના રોજ ખુદીરામ બોસ અને પ્રફ્ફુલ ચંકીએ કિંગ્સ ફોર્ડની હત્યાનો પ્રયાસ કર્યો. પરિણામે અંગ્રેજ પોલીસે અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરી. દુર્ભાગ્ય વશ ૨ મેં ૧૯૦૮ના રોજ બારીન્દ્ર ઘોષની પણ તેમના અનેક સાથીઓ સાથે ધરપકડ કરવમાં આવી. તેમના પર અલીપુર બોંબ કેસ ચલાવવામાં આવ્યો. અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. પરંતુ પાછળથી ફાંસીની સજામાંથી મુક્ત કરી, તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. એ સજા તેમણે આંદાબાનની ભયાનક જેલમાં ભોગવી. ૧૯૨૦મા તેઓ જેલ મુકત થયા.જેલ મુક્ત થયા પછી પાછા તેઓ અખબાર દ્વારા પ્રજા જાગૃતિના કાર્યમાં લાગી ગયા. ગાંધીજીના અસહકાર યુગમાં તેમણે "બિજલી" નામક પત્ર શરૂ કર્યુ. એમની લેખન શૈલી છેક સુધી ઉગ્ર અને પ્રેરક રહી હતી. કલકતામાં એક પણ અંગ્રેજી કે બંગાળી સામયિક એવું નહિ હોય જેણે એમના લેખો પ્રગટ કરવામાં ઉત્સાહ ન સેવ્યો હોય ! જીવનભર દેશકાર્યમાં પોતાની જાત ઘસીનાખનાર બારીન્દ્ર ઘોષ ઇ.સ. ૧૯૫૯માં ૭૯ વર્ષની જૈફ વયે હ્રદયરોગના હુમલાથી અવસાન પામ્યા. ભારતમાં ચાલેલ ઉદ્દામવાદી સશસ્ત્ર ક્રાંતિના તેઓ સાચા અર્થમાં પિતા હતા. ભારતનો આઝાદીનો ઇતિહાસ તેમના નામ વગર આલેખવો આજે પણ શક્ય નથી.

રત્નમણીરાવ જોટે

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી રત્નમણીરાવ જોટે ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (talk) ૧૧:૦૪, ૨૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

શ્રી Mehboob Desai, ઉપરોક્ત વિષયે અહીં લેખ રત્નમણિરાવ જોટે અગાઉથી ઉપસ્થિત છે. આપે લખેલી વિગતોમાંથી વિકિલાયક વિગતો એ લેખમાં મર્જ કરી છે. ચકાસી લેશો. જન્મ તારીખ વિશે બે તારીખનો ઉલ્લેખ થયો, આપની પાસે સાચી જન્મતારીખ વિશે અને અવસાન તારીખ વિશે કોઈ સંદર્ભ હોય તો કૃપયા જણાવશો. (કોઈ પુસ્તકમાં ઉલ્લેખ કે અખબારી યાદી કે નોંધ જેવું કશું હોય તે સંદર્ભમાં આપી શકાય. હું પણ શોધ કરીશ). વિગતો બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૨૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

ઘેટ્ટો આઈઝેશન : એક અભ્યાસ : ડૉ. મહેબૂબ દેસાઈ

ફેરફાર કરો

ઘેટ્ટો આઈઝેશન શબ્દ સામાન્ય જન માટે કદાચ નવો હશે. પણ બુદ્ધિજીવી સમાજ માટે તે જાણીતો અને વિચારક શબ્દ છે. વેબસ્ટર ન્યુ વર્ડ ડિક્શનેરીમાં આ શબ્દની વ્યાખ્યા આપતા લખ્યું છે, "ઘેટોઝ એટલે શહેરનો કોઈ પણ એવો ભાગ જેમાં લધુમતી જૂથના સભ્યો રહેતા હોય" રેન્ડમ હાઉસ ડિક્શનેરી ઘેટોઝ શબ્દની વ્યાખ્યા આપતા કહે છે, "શહેરનો એ ભાગ જે ખાસ કરીને ઝુંપડપટીનો ગીચ વસ્તી વિસ્તાર છે. જેમાં મુખ્યત્વે કરીને નીગ્રો કે બીજા કોઈ લઘુમતી જૂથ નિવાસ કરે છે. આમ મોટે ભાગે સામજિક કે આર્થિક મર્યાદાઓને કારણે થાય છે." ભારતના ગામડાઓ અને શહેરોમાં ઘેટ્ટો આઈઝેશન દરેક યુગમાં જોવા મળે છે. પ્રાચીન સમયમાં બ્રામણો ગામના મધ્ય રહેતા, વૈશ્યો એ પછી રહેતા, ક્ષત્રીઓ એ પછી અને શુદ્રો ગામની બહાર રહેતા. આ વ્યવસ્થા સંસ્કારો અને સામાજિક સ્થાનને ધ્યાનમાં રાખી સ્વીકારવામાં આવી હતી. મધ્યયુગમાં પણ હિંદુ મુસ્લિમ લત્તાઓ હતા. ગુજરાતમાં છેલ્લા પચ્ચાસ વર્ષોથી બાંધકામના વ્યવસાયમાં સક્રિય અને અમદાવાદની પ્રજાને પોળોમાંથી ફ્લેટોમાં વસવાટ કરવા પ્રેરનાર બકેરી ગ્રુપના સ્થાપક શ્રી અનિલભાઈ બકેરી કહે છે, "ઘેટ્ટો આઈઝેશન ૨૦૦૨ પછીની પ્રક્રિયા નથી. એ તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પણ હતી. અહેમદ શાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે તેમણે જૈન વસાહતો, હિંદુ વસતો અને મુસ્લિમ વસાહતો અલગ અલગ રીતે વસાવી હતી. અલબત્ત એ સમયે સુરક્ષા કરતા સંસ્કારો ઘેટ્ટો આઈઝેશનના મૂળમાં હતા." પણ આજે ઘેટ્ટો આઈઝેશન શબ્દનો અર્થ અને સમજ બદલાયા છે. તેના કારણો અને પરિણામોનો વિગતે અભ્યાસ ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપિકા ડૉ. દામિની શાહે કર્યો છે. જેનું હાલમાં જ પ્રકાશન "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન : એક કરુણ દાસ્તાન" નામક પુસ્તક(પ્રાપ્તિ સ્થાન : ગુર્જત સાહિત્ય ભવન, રતન પોળ નાકા, અમદાવાદ) રૂપે થયું છે. પુસ્તકના નિવેદનમાં લેખિકા લખે છે, "ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોને કારણે મુસ્લિમોની ઘેટ્ટો આઈઝેશનની પ્રક્રીય ઘણી તીવ્ર બની. ૨૦૦૨ પછી ગુજરાતમાં માત્ર મુસ્લીમોના ઘેટોઝ ઉભા થવા પાછળના પરિબળો, હાલમાં તેમની સ્થિતિ, બહુમતી સમુદાય સાથેના તેમના સબંધો, સરકાર અને સમાજ પાસેથી તેમની અપેક્ષાઓ વગેરે જાણવા સમજવા "મુસ્લિમ ઘેટ્ટોઆઈઝેશન" પ્રક્રિયા અને લઘુમતીના જીવન પર તેની અસરો(ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણો સંદર્ભે) તે વિષય પર સંશોધકે વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.)નો અભ્યાસ કર્યો. તથ્યો અને હકીકતોના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આવા સંવેદનશીલ વિષયો પર અભ્યાસ ઓછા થયા છે. તેથી આ દિશામાં કામ કરનાર માટે તે આધાર બની શકે" પુસ્તકમાં ડૉ દામિની બહેને ઘેટ્ટો આઈઝેશનના અર્થ અને સમજ સાથે ભારતમાં કોમવાદના ઉદય અને વિકાસની સુંદર અને આધારભૂત છણાવટ કરી છે. ભારતમાં કોમવાદનો ઉદય અને વિકાસ એકાદ બે દાયકાની ઘટના નથી. ૧૯૦૭માં મુસ્લિમ લીગની સ્થાપના અને એ પછી ૧૯૨૫ના રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની સ્થાપનાના મૂળમાં અંગ્રેજોની હિંદુ મુસ્લિમ વચ્ચે ભાગલા પાડીને શાસન કરવાની કૂટનીતિ જવાબદાર હતી. જે ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય પછી પણ આપણા રાજકારણીઓ યથાવત ચાલુ રાખી છે. કોમવાદના પ્રસાર માટેના પરિબળો આલેખતા ડો.ઘનશ્યામ શાહના અવતારને ટાંકતા સંશોધક લખે છે, "૧૯૬૦ના દાયકામાં ભારત પાકિસ્તાન યુદ્ધ, આર્થિક ક્ષેત્રે નબળો દેખાવ, કોંગ્રેસના વળતા પાણી, વગેરે પરિબળોએ કોમવાદને વિકસાવવામાં મદદ કરી. કોમી ઘર્ષણોની સંખ્યા ૧૯૬૧ થી ૧૯૬૫માં દર વર્ષે ૨૯૧ અને ત્યાર પછી પાંચ વર્ષમાં દર વર્ષે ૩૪૬ પર પહોંચી. કોમી રમખાણોની વધતી સંખ્યાએ મુસ્લિમોમાં ભયનું વાતાવરણ સર્જ્યું." પરિણામે ભારતની મુસ્લિમ લઘુમતીઓની સામાજિક, આર્થિક કે શૈક્ષણિક સ્થિતિમાં ન તો કોંગ્રેસ શાસનમાં કોઈ પરિવર્તન આવ્યું છે, કે ન ભાજપના શાસનકાળમાં કોઈ ફેરફર થયા છે. એના સ્થાને લઘુમતીઓને વોટ બેંક બનાવી તેનો ઉપાયો કરવાની નીતિ આપણા રાજકારણનું આગવું લક્ષણ બની ગઈ છે. ૨૦૦૨ પછી કોમવાદની એ નીતીમાં અસુરક્ષા અને અસલામતી જેવું એક પરિબળ વધુ ઘાટું સામેલ બન્યું. જેનો વિગતે ઉલ્લેખ ડૉ દામિની બહેને પોતાના સંશોધનમાં કરેલ છે. મુસ્લિમ વિસ્તારોની સમસ્યાનો ચિતાર પણ તેમણે આધારભૂત રીતે આપ્યો છે. રસ્તા, ગટર, પાણી, ગેસ લાઈન, જેવી માળખાગત સુવિધાઓ પ્રત્યે મુસ્લિમ વિસ્તારોની શાસકોની ઉપેક્ષા પણ તેમણે રજુ કરી છે. અમદાવાદનો સૌથી મોટો મુસ્લિમ વિસ્તાર જુહાપુરા તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. જ્યાં ન તો આંતરિક માર્ગો છે. ન વસાહતોમાં શાસકો દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ છે. જુહાપુરા વિસ્તારમાંથી પસાર થતા હાઈ વે પર ઓવરબ્રિજ બનાવવાની યોજના વર્ષોથી મંજુર થઇ પડી છે. પણ તેનો અમલ આજે પણ થયો નથી. પરિણામે અસહ્ય ટ્રાફિક સમસ્યાને કારણે સર્જાતા અકસ્માતોમાં માનવ મૃત્યનો આંક વધતો જાય છે. વળી, અમદાવાદમાં મુસ્લિમ વસાહતના વિસ્તારો મર્યાદિત છે. જેથી મુસ્લિમ વિસ્તારોના ફ્લેટો અને જમીનોના ભાવો સામાન્ય હિંદુ વિસ્તારો કરતા બમણા છે. પરિણામે સામાન્ય મુસ્લિમ માટે ઘરના ઘરનું સ્વપ્ન કપરું બનતું ગયું છે. ડૉ. દામિની બહેના સર્વેના કેટલાક તારણો પણ જાણવા જેવા છે. કોમી રમખાણો શાથી થયા છે ? એવા પ્રશ્ન ઉત્તરમાં ૯૧ ટકા લોકો જણાવે છે, "સત્તામાં રહેલા કે તે મેળવવા માટેનું રાજકારણ ખેલતા રાજકારણીઓ જ રમખાણો કરાવે છે" એક સ્ત્રી ઉત્તરદાતાએ ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું, "અમને તો સમય જ નથી. બે ટંકના રોટલા ભેગા માંડ થઈએ છીએ. બાબરી મસ્જિત મેં જોઈ પણ નથી. અને અમને એમાં રસ પણ નથી. ગોધરામાં ટ્રેનનો ડબ્બો જેણે સળગાવ્યો તેને ફાંસી આપો. પણ અમને નિર્દોષોને શું કામ રંજાડો છો ? આ રાજકારણીઓનું પેટ એટલું મોંટુ છે કે તેમને સત્તાનો ધરાવો જ નથી, એટલે આ બધું કરાવે છે." ધર્મ આધારિક વસાહતો-ઘેટ્ટોઝ અંગે ૮૧ ટકા લોકો કહે છે, "તેનાથી નવી પેઢીમાં ગેર સમજ વધશે. બે કોમો વચ્ચે અંતર વધશે. લઘુમતીઓનો વિકાસ રૂંધાશે. અને ભવિષ્યમાં કોમવાદ ભયાનક બનશે" કોમી એકતા માટે સરકારની પાસે અપેક્ષા અંગે ૯૬ ટકા લોકો કહે છે, "મુસ્લિમો પ્રત્યે ઓરમાયું વર્તન ન કરવું જોઈએ. મુસ્લિમોની ધાર્મિક લાગણી ન દુભાવવી, બંને ધર્મ વચ્ચે સંવાદિતતા વધે તેવા કાર્યક્રમો યોજવા જોઈ અને કોઈ પણ ધર્મનો કટ્ટરવાદ ન ચલાવી લેવો જોઈએ." કોમી એકતા માટે સમાજ પાસે અપેક્ષા શી રાખી શકાય ? એવા પ્રશ્નના ઉત્તરમાં બહુમતી લોકો કહે છે, "બંને કોમ ભેગી થાય તેવા મેળાવડા યોજવા જોઈએ. મુસ્લિમોમાં શિક્ષણ વધારવું જોઈએ. કોઈ પણ ધર્મની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિમાં સામેલ ન થવું જોઈએ. બહુમતીએ મુસ્લિમો પ્રત્યે દ્વેષની વિચારધારા બદલાવી જોઈ. અને માનવતા રાખી વેરઝેર ભૂલી જવા જોઈએ."

ડો.દામિની બહેન શાહનું આ સંશોધન સમાજ અને રાજકારણીયો માટે અવશ્ય માર્ગદર્શક બની રહેશે, એવી આશા અસ્થાને નહિ ગણાય.

મહેબૂબ દેસાઈ

ફેરફાર કરો
દૂર કરવા વિનંતી મહેબૂબ દેસાઈ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૫:૫૯, ૨૫ જુલાઇ ૨૦૧૭ (IST)ઉત્તર

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

ફેરફાર કરો

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.