સ્વાગત!

ફેરફાર કરો

પ્રિય MehtaJignesh, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૧૨:૫૬, ૧૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

મહેતા કુટુંબના કુળદેવી શામબાઇમાં

ફેરફાર કરો

સેાલકી યુગના સિદ્ધપુર પાટણના રૂદ્ર મહાલય પ્રતિષ્ડા સમયે ઋત્વીજ ભૂદેવે દરેકને સૌરાષ્ટ્ર ગુજરાત માંહેના ભૂમિદાન તરીકે પરગણાઓ અપાવ્યા તે માંહેના મહેતા વિદ્વવર્ય ને લાઠી આપવામાં આવેલુ. જે સમય પસાર થતાં લાઠીના ગેાહેલ રાજપુતાન રાજય પુરોહીત તરીકે સન્માનિત થયેલા.

ઉપરા ઉપરના દુષ્કાળના કારણે તળના પાણી પાતાળમાં પણ ગોત્યાં મળતાં નહિ.

તે સમયના રાજ્ય પુરૈાહિતથી પ્રશ્ન મંડાવી સુકન જોઈ પગથીયાં અને ભડ ભમ્મરીયા ઉપર તાક ઉપર કમાન જરૂખા વારી વાવ ગળાવવી શરૂ થઈ. તે મુજબ તળ મર્યાદાથી પણ ઉડે સુધીના ખોદકામમાં વર્ષના સમય પ્રયત્ન કરતાં વીતી ગયો છતા વાવમાં વરૂણદેવ દેખાઇ દીધા જ નહીં.

ફરી પુરૈાહિતજીને સલાહ માટે બોલાવવામાં આવ્યા. મંત્ર વેદ પુરાહિતજી એ પ્રશ્ન લઈ વેઢા ગણ્યા અને ભવાં ભ્રકુટી ખેચી હૈયાને કઠોર બનાવી જણાવ્યુ કે વરૂણદેવ જોડલાના ભોગ માગે છે.

રાજ્યના અન્ય વ્યગોકિતમાં દરબારના હિતેચ્છુઓએ પુરોહિતજીને સબોંધી જણાવ્યું, ‘ગોરભા તમારે ત્યાં જ ગઈ કાલે જ પુત્ર અને પુત્ર વધુએ પનોતા પગલાં માંડયા છે.” તે લોક હિતના કાર્યમાં તમારે પણ સહભાગી બની લોકેાના સંકટ દૂર કરવા આગળ આવવુ' જોઇએ.

કર્ણોપકર્ણ આ વાત પુરેાહિતજીના પુત્ર તથા પુત્રવધુના કાને આવતાં રોમ રોમમાં સમાજ માટેની કુરબાનીની સતત તત્પરતા સ્વસ્થતા અને સાવધાનીથી આપવાનો નિર્ણય જાહેર કર્યો, લાઠી ગામ સમસ્તમાં મોટો ઓછવ પ્રગટી રહ્યો. વેદ ધ્વની ઢોલ શરણાય અને બહેનોના માંગલીક ગીતોની રમઝટ ખેલવા લાગી. ગાજતા-વાજતા વાવ પાસે આવી પુરાહીતજી એ વરૂણ પૂજન કરી, પુત્ર તથા પુત્રવધુને લેાકહીતના કાર્યમાં કુરબાની સબબ શુભાશીર્વાદ આપ્યા,

બન્ને દંપતી પહેલા પગથીયે પગ દેતાની સાથે પાતાળમાં પાણીના જબકારા જણાયા લેકો જય જય કારના નારાઓ લગાવવા લાગ્યા. હર્ષોલ્લાસમાં અબીલ ગુલાલ અને ફૂલો ની છોળેા ઉડવા લાગી.

બીજુ પગથીયુ' ઉતરતાં તળ ઢંક પાણી જણાયુ.. ક્રમશઃ પગથીયાં ઉતરતા ગયા અને વાવમાં પાણી વધતું જણાયું. વીસ પચીસ પગથીયાં ઉતરતાં પાણી કમર સમાણા તેમજ છાતી ને પરાહવા પાણીમાં પોતાનું આત્મ સમર્પણ કર્યું. અને પ્રાણી, પશુ, પક્ષીના કાજે, જાનફેસાની નોતરી.

આ વાવ અત્યારે લાઠી શહેરની પૂર્વ હાંસે વેરાઇ માતાજીની ખડકી, રામજી મદીર, ગોહિલ રાજયકાળમાં જયાં શુળીએ ચડાવવામાં આવતા તે સ્થળે બાજુમાં ઇસ્લામિક મસ્જીદ દરગાહ છે. (સાહગોરા પીરની જગા)

લોક ગીતમાં જેના રાસડા હજુ પણ ગવાય છે.

બાર બાર વરસે નવાણ ગળાવ્યા, તોય ન નિસર્યા નીર મારાવાલા. તેડાવા જાણતલ તેડાવા જોષી જોસડીચા જોવરાવો જીરે. જાણતલ જોષીએ એમ જ કીધું દીકરાને વહુ પધરાવો જીરે. લોક હિત માટે જાન કુરબાની આપનાર :


મહેતા પરિવાર : પુત્રનું નામ – ભવાનીશંકર, પુત્ર વધુનું નામ સામબાઈ.

વાવ પાણીથી ભરપુર બની ગઈ. અને વાવ પુરી કરતા ભમરીચામાં પગથીયાની સામેની પૂર્વહાંસે સામખાઇ માતાજી ગજવાહીની હાથી અંબાડી જુકટી પ્રતિમા બેસાડવામાં આવી. જે મહેતા પરિવારના સતિમાતા તરીકે પુજાયાં. પુત્ર સુરાપુરા તરીકે. વાવની ઉત્તર હાંસેખાંભી બનાવી, બેસાડી કાળના સપાટામાં ખાંભી અપ્રાપ્ય બની ગઇ. આશરે બસેા વર્ષ ઉપરાંત તે વાવમાં જ સામી દીવાલે ગેાખમાં સામબાઇમાંની પ્રતિમાં રહી.

ફકત દર્શન પુરતુ જ જરૂરી હતુ. માતાજીની પ્રતિમાને સ્પર્શ થઇ શકતા નહિ કે સિંદુર ચડાવી શકાય.

કાળ ના સપાટાએ કાઈને છોડયા નથી. અમુક સમય એવો પસાર થયા કે કોઈ કોઈને સહાયક ન બન્યું, અને દંતોકત્તીમાં વાવનું નામ “બાબરા ભુતની વાવ” સામબાઈ માની પ્રતિમાને બાબરા ભુતથી લાકેા સમ્બોધવા લાગ્યા.

થોડા સમય પહેલાં સ્વ. શ્રી દલપતરાય રેવાશંકર મહેતાની દીકરીના ચેાગ્ય હેતુએ, લાઠીની વાવમાંથી પ્રતિમા રાજકોટ લાવી પોતાના બંગલામાં લક્ષ્મીવાડી શે ન. ૨ માં સામબાઈમાની વિધી પૂર્વક સ્થાપના કરી તે સમયે સમગ્ર મહેતા પરિવારને જાણ કરવામાં આવી ન હતી. રાજકોટ-પ્રતિષ્ઠા થયા પછી દલપતભાઈ કૈલાસવાસી થયા અને તે બંગલે દીકરી જમાઇને સોંપાયા. હવે ત્યાંથી જોગમાયાનું સ્થાનાંતર કરી નાખ્યું છે.

મહેતા પરિવારની એક શાખા-રાજકોટ આવેલ પ્રતિમા– ખોટી છે. તેમ જણાવે છે. અને તે વાવમાં ઉતરતાં આશરે-બાર પગથિયાં નીચે તાક બેભોય વારેા આવે છે. વાવમાં ઉતરતાં જમણા હાથ તરફ ગેાખલાની બાજુમાં તોરણમાળની કંડાર આકૃતિવાળા પત્થર પાછળથી ખોડાયો છે. તે ઉપર સિદુરની અર્ચના કરી છે. ઉપરના ભાગેથી ‘મહેતા કુટુંબના કુળદેવી શામબાઇમાં’ આવુ લખાણ છેલ્લા ૧૯૭૨ પહેલાં હતુ નહી તે અત્યારે જોવા મળે છે. અને તેને માનતા નૈવેદ્ય ધુપદીપ ધરાવતા મહેતા પરીવાર મહીના છે તેમ સાંભળ્યું છે.

લાઠી સ્થાનીક રાજકુટુ’બની સાથેના પરિચયથી જાણવા મળ્યું હતુ. કે વાવના ભમરીયા માંહેની પ્રતિમા બ્રાહ્મણેાના સતી માતાજીની છે.

નાગાજાર શાખાના મહેતા પરિવારમાં સહાયક જગદંબા, રાંદલમાં પુજાય છે. કુળદેવી અનંતશક્તિ ચામુડા છે. ગેાત્રનામ ભારદ્વાજ ત્રીપવર શુક્લ યજર્વેદ માધ્યદીની સાખા. Jigneshmehta (ચર્ચા) ૧૮:૪૪, ૧૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

ખુબ સરસ ગૌરવની વાત છે. 2409:40C1:303B:392B:8000:0:0:0 ૧૦:૪૧, ૮ ઓગસ્ટ ૨૦૨૪ (IST)ઉત્તર