પ્રિય Niravmadrasi, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૭, ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

નવનીત મદ્રાસી

ફેરફાર કરો

નિરવભાઈ, આ સુંદર લેખ નવનીત મદ્રાસીની શરૂઆત કરવા બદલ આભાર. એક વિનંતિ કરવાની કે ભવિષ્યમાં આપ કોઈ પણ યોગદાન કરો તો કૃપા કરી ગુજરાતીમાં લખવા વિનંતિ છે, કેમકે ગુજરાતી વિકિપીડિયામાં અંગ્રેજી લેખોને સ્થાન ના હોઈ શકે. આપે લખેલા અંગ્રેજી નું ભાષાંતર કરી દેવામાં આવ્યું છે, તો હવે આપ લેખમાં વધુ માહિતિ ઉમેરીને તેને દળદાર બનાવી શકો છો. વધુ માહિતિ જેવીકે, અનુવાદિત પુસ્તકોની સુચી, કઇ સાલમાં આદર્શ પુસ્તક ભંડાર શરૂ કરવામાં આવ્યું, તેમનાં જીવનનાં અન્ય સંસ્મરણો, યાદગાર પ્રસંગો, ઉપરાંત તેમના માતા-પિતાનું નામ, મદ્રાસથી અમદાવાદ કેવી રીતે આવ્યાં, ગુજરાતી ભષામાં યોગદાન કેમ કરવાનું શરૂ કર્યું, તેમની કોઇ તસવીર જો આપની પાસે હોય તો (મદ્રાસી અટક કે જે સામાન્ય નથી અને આપની બંનેની અટક સમાન છે, માટે જો આપનાં કોઈક રીતે સગપણમાં હોય તો શક્ય છે આપની પાસે તેમની પ્રકાશનાધિકારથી મુકત (Copyright free) તસવીર હોઈ શકે છે, તો આ બધી માહિતિથી લેખ ખરેખર દીપી ઉઠશે. આપનું યોગદાન સતત ચાલુ રાખશો તેવી અભ્યર્થના.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૧, ૧૦ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)