પ્રિય Pravinkumar n c, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૦૯:૪૬, ૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)

પ્રેમનો પરિચય ફેરફાર કરો

પ્રિય પ્રવિણભાઈ, વિકિપીડિયાનાં સભ્ય બનવા બદલ આભાર અને અભિનંદન. આપ જ્યારે સભ્ય બની જ ચુક્યા છો ત્યારે આપને માટે વિકિની નિતિઓ જાણી લેવી ખુબ અગત્યની છે. આ એક માહિતિ કોષ છે, અને આપ કદચ જાણતા જ હશો કે શાળા કોલેજનાં ભિંત પત્રો (wall magazines) અને ગામની કે શાળા કોલેજની ભીંતો ઉપર કરવામાં આવતું લખાણ ક્યારેય કોઈ પણ સંસ્કૃતિમાં જ્ઞાનકોષ કે માહિતિકોષ તરિકે સ્વિકૃતિ નથી પામતું. આપ અહીં સભ્ય બન્યા છો તો સભ્યતાથી વર્તશો એવી આશા. આ પહેલી વખત બન્યું છે અને આપ નવા જ સભ્ય છો માટે ફક્ત ચેતવણી આપું છું, જો ભવિષ્યમાં આવું એલફેલ લખાણ કરશો તો આપનું સભ્ય પદ દૂર કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં આપ કદી સભ્ય તરિકે ના જોડાઇ શકો તેવી ગોઠવણ કરવામાં આવશે. આપને પ્રેમમાં મળેલી નિષ્ફળતા બદલ મને પણ અફસોસ છે, હું પોતે ક્યારેય લગ્ન પહેલાં પ્રેમમાં પડ્યો નહોતો એટલે કદાચ મને નિષ્ફળતા સાથે જોડાયેલાં દુ:ખનો પુરેપુરો અહેસાસ ના હોય તે સ્વિકારૂં છું. આપે જે કાંઈ લખવું હોય તે તમારા પોતાના મારા વિષે પાના પર લખી શકો છો, પરંતુ, જે શિર્ષક હેઠળ લેખ શરૂ કરો તે લેખમાં તે શિર્ષક અને વિષયને લગતી જ માહિતિ હોવી જોઇએ. ખાતસુરા ગામ વિષે ચોક્કસ પણે તમારા અને તમારી પ્રેમિકા સિવાય અન્ય ઘણી માહિતિ હશે જે તમે અહીં અન્ય લોકો સાથે વહેંચી શકો છો. મારા શબ્દો જો કડવા લાગ્યાં હોય તો માફા કરજો, પરંતુ, આ સ્થળની મર્યાદા જાળવશો અને તેની નીતિઓનું પાલન કરશો એવી અપેક્ષા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૧૮, ૯ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)