Ritesh545
User information | |||||||
---|---|---|---|---|---|---|---|
|
મારા વિશે
ફેરફાર કરોમારું નામ રીતેશ મહેતા. મૂળ વતન ગાંધીનગર જિલ્લાનું પેથાપુર ગામ, પરંતુ હાલ ચેન્નઈ શહેર. જન્મે બ્રાહ્મણ પણ કર્મે સોફ્ટવેર એન્જિનિઅર. બાળપણ મોટાભાગે પેથાપુર ગામમાં જ વિત્યું અને પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું.
વિકિપીડિયા પર કામ કરવાના કારણો
ફેરફાર કરોવિકિપીડિયા માટે ગુજરાતી ભાષામાં લખવું એટલે મારે મન એક કાંકરે ઘણા બધા પક્ષી મારવા (આડવાત: જો કે હું શુધ્ધ શાકાહારી છું અને કોઇ પણ સજીવ પ્રાણીઓના શિકારનો વિરોધી છું).
૧. વિકિપીડિયાના ગુજરાતી સંગ્રહો વધુ સમૃદ્ધ થાય,
૨. માતૃ સાથેનો લગાવ બન્યો રહે અને
૩. ગુજરાતીમાં લખવાના મારા ધખારા પૂરા થાય.
વિકિપીડિયા પર કરવાના કામ
ફેરફાર કરો<<< આ વિભાગમાં સમયાંતરે ફેરફાર કરતો રહીશ. >>>
તારીખ: ૦૫/૦૯/૨૦૧૩
૧. હાલમાં જોડાયા પછી અટલ બિહારી વાજપેયી નું પેજ બનાવી રહ્યો છું.
૨. વિકિપીડિયા પર લટાર માર્યા પછી મારા મનમાં પ્રસન્નતા પણ હતી ને ચિંતા પણ. એક બાજુ ખુશી હતી કે આટલાં બધા લેખો લખાઇ ચૂક્યા છે પણ બીજી બાજુ ઘણુ બધુ કામ કરવા જેવુ છે. આ માટે ચોતરા પર જવામાં આવશે.
જય ગુજરાત.